રાજકોટમાં હવે 70% સસ્તા ભાવે થઈ જશે લેબોરેટરી રિપોર્ટ, સદ્દભાવના ટ્રસ્ટે નહીં નફો નહીં નુકસાનના દરે શરૂ કરી સેવા
રાજકોટમાં સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા સામાન્ય જનતા માટે 70% સુધી સસ્તા દરે લેબોરેટરી રિપોર્ટ્સની સેવા શરૂ કરી છે. 'નહીં નફો નહીં નુકસાન'ના દરે આ લેબમાં ડાયાબિટીસ, ડેંગ્યુ જેવા અનેક રિપોર્ટ્સ બજાર કિંમતથી ઘણા ઓછા ભાવે ઉપલબ્ધ છે. ઘરેથી સેમ્પલ કલેક્શનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે, જેથી લોકોને મોંઘા મેડિકલ ખર્ચમાંથી મુક્તિ મળે.

સુપ્રીમ કોર્ટ દ્રારા મોંઘી દવાઓ મુદ્દે થોડા સમય પહેલા જ સરકારને ટકોર કરી છે. મેડિકલમાં વસુલાતી મોટી રકમથી સામાન્ય માણસ પિડીત છે. ત્યારે રાજકોટની સેવાભાવી સંસ્થા સદ્દભાવના વૃધ્ધાશ્રમ દ્રારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.આવતીકાલ એટલે કે ૨ ઓક્ટોબરથી સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્રારા આધુનિક લેબોલેટરીનો પ્રારંભ કરવા જઇ રહ્યા છે જેના રિપોર્ટની કિંમત અન્ય ખાનગી લેબોલેટરી કરતા અંદાજિત ૭૦ ટકા ઓછી કિંમત છે.આ ટ્રસ્ટ અગાઉ મેડિકલ સ્ટોર થકી નહિ નફો-નહિ નુકસાન કરીને સસ્તા ભાવે દવાનું વેચાણ કરે છે અને હવે આ જ ફોર્મુલાથી લેબોલેટરીની પણ શરૂઆત કરી છે.
આવતીકાલથી પ્રારંભ થતી આ સેવામાં અનેક રિપોર્ટ કે જેની બજાર કિંમત કરતા ખૂબ જ ઓછી રકમથી રિપોર્ટ કરી આપશે.આ સેવામાં સંસ્થા દ્રારા ઘરેથી રિપોર્ટ કલેક્શનની સુવિધા રાખી છે એટલે કે કોઇ દર્દી ઘરેથી ફોન કરે અને તેના સેમ્પલ લઇને તેનો રિપોર્ટ કરી આપશે.
હાલમાં જે ભાવ નક્કી કરાયા છે તેમાં
| ટેસ્ટ | દરો |
| ડાયાબિટીસ પ્રોફાઇલ – | 200 |
| એડવાન્સ ડાયાબિટીસ પ્રોફાઇલ- | 550 |
| સીબીસી રિપોર્ટ- | 70 |
| બ્લડગ્રુપ – | 35 |
| મેલેરિયા- | 100 |
| ડેગ્યુ – | 200 |
| લીપીડ પ્રોફાઇલ | 170 |
| વિટામીન B12- | 350 |
| વિટામીન D- | 500 |
| ફુલ બોડી ચેકઅપ | 400-3200 |

આ ઉપરાંત સમગ્ર બોડી ચેકઅપ માટેના અલગ અલગ રિપોર્ટ માટેના ૪૦૦થી લઇને ૩૨૦૦ રૂપિયા સુધીના પેકેજ રાખવામાં આવ્યા છે. તમામ રિપોર્ટ આધુનિક મશીનરીથી કરવામાં આવશે જેથી તેની ગુણવત્તા જાળવી શકાય છે.હાલમાં મેડિકલ ક્ષેત્રે રિપોર્ટ આધારીત સારવાર કરવામાં આવે છે ત્યારે આ સુવિધાથી ગરીબ દર્દીઓને સીધો લાભ મળશે.

