Rajkot : કુંવરજી બાવળિયાના સર્મથનમાં વિંછીયા બંધ, સમર્થકો નારાજ

|

Sep 16, 2021 | 11:58 AM

કોળી નેતા અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાના હોમ ટાઉનમાં સ્થાનિકોએ કુંવરજીના સમર્થનમાં આજે બંધ પાળ્યો છે. તેમની કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં સામેલ કરવા માટેની માંગ છે.

ગુજરાત(Gujarat) માં સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરીના સંકેતોના પગલે અનેક સિનિયર નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ જેના પગલે બુધવારે નવા મંત્રીમંડળનો યોજનારો શપથ ગ્રહણ કાર્યક્રમ ભાજપે મોકૂફ રાખવો પડ્યો હતો.

જો કે આ દરમ્યાન અનેક નેતાઓ હજુ પણ નારાજ છે. જ્યારે કોળી નેતા અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાના હોમ ટાઉનમાં સ્થાનિકોએ કુંવરજીના સમર્થનમાં આજે બંધ પાળ્યો છે. તેમની કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં સામેલ કરવા માટેની માંગ છે.

જેમાં વીંછીયામાં વેપારી એસોશિયન દ્વાર જાહેર નોટિસ બોર્ડમાં વીંછીયા બંધનું એલાન કર્યુ છે. તેમજ આ ઉપરાંત કુંવરજી બાવળિયાના સમર્થકોએ વીંછીયામાં વેપાર બંધ કરાવ્યા છે. તેમજ કુંવરજી બાવળિયાને મંત્રી પદે ચાલુ રાખવાની માંગ કરવામાં આવી રહી છે.

ગુજરાત(Gujarat)માં સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની ગુરુવારે બપોરે 1. 30 વાગે શપથવિધિ છે. જો કે તે પૂર્વે નવા મંત્રીઓના નામને લઇને અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સીએમ ભુપેન્દ્ર પટેલ તથા સી. આર. પાટીલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ રહી  હતી.

ગુજરાતના(Gujarat) સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની ગુરુવારે બપોરે 1. 30 વાગે વિધિવત રીતે શપથવિધિ થશે. જેમાં બુધવારે સાંજે યોજાનારા શપથવિધિ કાર્યક્રમને સિનિયર નેતાઓની નવા નામોને લઇને નારાજગી લઇને મોકૂફ રાખવામાં આવ્યો હતો.જેમાં નવા મંત્રીમંડળની પસંદગીમાં નો રિપીટ થીયરીની ચર્ચા બાદ સમગ્ર પેચ ફસાયો હતો.

આ પણ વાંચો : ગુજરાતના નવા મંત્રીમંડળ માટેનું કાઉન્ટ ડાઉન શરૂ, મંત્રી બનનારા ધારાસભ્યોને ફોનથી જાણ કરાઇ

આ પણ વાંચો : ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં મંત્રીઓના નામ લગભગ નક્કી , આટલા ધારાસભ્યોને શપથ લેવા આવ્યા ફોન

Published On - 11:48 am, Thu, 16 September 21

Next Video