ગુજરાતના નવા મંત્રીમંડળ માટેનું કાઉન્ટ ડાઉન શરૂ, મંત્રી બનનારા ધારાસભ્યોને ફોનથી જાણ કરાઇ

ગુજરાતના નવા મંત્રીમંડળમાં નો -રિપીટ થીયરી લાગુ કરી દેવામાં આવી હોવાના સંકેતો પણ મળી ગયા છે. જેમાં 22 જેટલા મંત્રીઓ શપથ લેશે

ગુજરાત (Gujarat)ના સીએમ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નવા મંત્રીમંડળની શપથના ગણતરીના કલાકો જ બાકી છે. તેવા સમયે નવા મંત્રીઓના નામ ફાઇનલ થઈ ચૂક્યા છે.તેમજ નવા મંત્રીમંડળમાં નો -રિપીટ થીયરી લાગુ કરી દેવામાં આવી હોવાના સંકેતો પણ મળી ગયા છે. જેમાં 22 જેટલા મંત્રીઓ શપથ લેશે. તેમાંથી મંત્રી બનનારા મોટા ભાગના ધારાસભ્યોને ફોન કરીને શપથ લેવા માટે ફોન પણ કરી દેવામાં આવ્યા છે.

આ ધારાસભ્યોને ફોનથી મંત્રી તરીકે શપથ લેવા જાણ કરાઇ છે. 

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ
પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ
મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી
મંત્રીંમડળમાં શપથ માટે અરવિંદ રયાણી
લીંબડીના ધારાસભ્ય કીરીટસિંહ રાણા
વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ
કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા
ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ
કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી
મહુવાના ધારસભ્ય આર.સી.મકવાણા
જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ
ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી
વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ
કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ
ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા
નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર

ગુજરાત(Gujarat)માં સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની ગુરુવારે બપોરે 1. 30 વાગે શપથવિધિ છે. જો કે તે પૂર્વે નવા મંત્રીઓના નામને લઇને અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સીએમ ભુપેન્દ્ર પટેલ તથા સી. આર. પાટીલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ રહી છે.

ગુજરાતના(Gujarat) સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની ગુરુવારે બપોરે 1. 30 વાગે વિધિવત રીતે શપથવિધિ થશે. જેમાં બુધવારે સાંજે યોજાનારા શપથવિધિ કાર્યક્રમને સિનિયર નેતાઓની નવા નામોને લઇને નારાજગી લઇને મોકૂફ રાખવામાં આવ્યો હતો.જેમાં નવા મંત્રીમંડળની પસંદગીમાં નો રિપીટ થીયરીની ચર્ચા બાદ સમગ્ર પેચ ફસાયો હતો.

આ  પણ વાંચો : ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્વે આટલા મંત્રીઓની ઓફિસ ખાલી કરાઇ, જાણો વિગતે

આ પણ વાંચો : જૂનાગઢના કેશોદથી 10 ગામોને જોડતો રસ્તો ધોવાયો, લોકોને પારાવાર મુશ્કેલી

Click on your DTH Provider to Add TV9 Gujarati