કોરોનાને લઇને સારા સંકેત,ત્રીજી લહેર હવે અંત તરફ, જોકે માસ્ક મરજિયાત અંગે કોઇ નિર્ણય નહિ : મનસુખ માંડવિયા
Rajkot : દેશમાં ત્રીજી લહેર હવે હળવી પડી હોવાનો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandvia)દાવો કર્યો છે.મનસુખ માંડવિયાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે દેશમાં ત્રીજી લહેરથી દેશ હવે બહાર આવી ગયો છે.બીજી લહેર કરતા ત્રીજી લહેર હળવી રહી છે તેનુૂં કારણ દેશમાં 96 ટકા લોકોએ લીધેલી વેક્સિન છે.વેક્સિન લેવાથી લોકોને ત્રીજી લહેરમાં ગંભીર અસર નથી થઇ અને હોસ્પિટલમાં સારવાર માટે પણ દાખલ થવું પડ્યું નથી.નિષ્ણાંતોના મતે કોઇપણ પેન્ડેમિક બે વર્ષમાં એન્ડેમિક થઇ જતું હોય છે ત્યારે આશા રાખીએ કે કોરોના પણ હવે ફરી ન આવે.
બીજી લહેરમાં 67 ટકા લોકોને એન્ટિબોડી
મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર ખુબ જ ધાતક સાબિત થઇ હતી.બીજી લહેરમાં બાળકોથી લઇને વૃધ્ધ સુધી તમામ લોકો સંક્રમિત થયા હતા.જો કે બાળકોમાં લક્ષણો જોવા મળ્યા ન હતા.કેન્દ્ર સરકાર દ્રારા બીજી લહેર બાદ લોકોમાં એન્ટિબોડી જાણવા માટે શીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં 67 ટકા લોકોને એન્ટિબોડી થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હજુ બે વેક્સિન આવે તેવી શક્યતા
માંડવિયાએ કહ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુૂ વેક્સિનનું ઉત્પાદન કરતો દેશ ભારત બની રહ્યો છે.હજુ પણ નવી બે વેક્સિન આવે તેવી શક્યતા છે.વૈજ્ઞાનિકો આ અંગે કામ કરી રહ્યા છે.દેશની દરેક હોસ્પિટલ અને ડોક્ટરો પાસે વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્રારા કરવામાં આવી છે.વેક્સિનને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા નહિવત થઇ રહી છે.
માસ્ક મરજિયાત અંગે કોઇ વિચાર નહિ
મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર અંત તરફ જઇ રહી છે.કેસોની સંખ્યા જે આવી રહી છે તે ખુબ જ ઓછી છે અને જે પોઝિટિવ કેસો આવી રહ્યા છે તે પણ એ સિમ્ટોમેટિક રહ્યા છે.જો કે હાલમાં માસ્ક મરજીયાત અંગે કોઇ વિચાર નથી.સામાન્ય સંજોગોમાં પણ માસ્ક આપણું રક્ષણ કરે છે અને માસ્ક પહેર્યું હોય તો ઇન્ફેકશન લાગવાનો ચાન્સ ખુબ જ ઓછો રહે છે ત્યારે માસ્ક મરજિયાત અંગે હાલ કોઇ નિર્ણય નહિ.
આ પણ વાંચો : Rajkot: એઇમ્સ સુપર સ્પેશિયાલિસ્ટ ઓપીડી ડિસેમ્બર 2022થી શરૂ થશે, એઇમ્સ સુધી પહોંચવા માટે ખાસ બસની વ્યવસ્થા કરાશે