Rajkot : હવે કેનેડા-ઓસ્ટ્રેલિયાની એર ઇન્ડિયાની ફલાઇટનું બુકિંગ ટુર્સ એજન્ટો નહિ કરી શકે,આ છે મુખ્ય કારણ

|

Mar 22, 2022 | 4:23 PM

હવે ટુર્સ ઓપરેટર આ ટિકીટ બુક કરાવી શકતા નથી.મુસાફરો જ્યારે એર ઇન્ડિયાની ઓફિસે જાય છે ત્યારે તેને સરકારી કચેરીમાં જે પ્રકારનું વર્તન થાય છે તેવો અહેસાસ થાય છે.એટલુ જ નહિ એર ઇન્ડિયાની વે્બ સાઇટમાં ટિકીટ બુક કરવી ખુબ જ જટિલ પ્રક્રિયા છે.

Rajkot : હવે કેનેડા-ઓસ્ટ્રેલિયાની એર ઇન્ડિયાની ફલાઇટનું બુકિંગ ટુર્સ એજન્ટો નહિ કરી શકે,આ છે મુખ્ય કારણ
Rajkot Tour And Travel Association Protest Over Air India CloseI nventory access

Follow us on

રાજકોટ(Rajkot) ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના હોદ્દેદારો એરપોર્ટ ખાતે આવેલી એર ઇન્ડિયાની ઓફિસ ખાતે કેનેડા અને ઓસ્ટ્રેલિયાના બુકિંગ માટે ઇન્વેન્ટરી એક્સેસ સેવા શરૂ કરવા માંગ કરી હતી. એર ઇન્ડિયા(Air India) દ્રારા કેનેડા અને ઓસ્ટ્રેલિયાના બુકિંગ માટે ઇન્વેન્ટરી એક્સેસ(Invertary Excess) બંધ કરી દેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન દ્રારા વિરોધ કરવામાં આવ્યો હતો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરોએ કહ્યું હતું કે ટુર્સ એજન્ટો એરલાઇન્સના પ્રચારકો છે અને મુસાફરોના સર્વિસ પુરી પાડનાર છે.એર ઇન્ડિયાના આ નિર્ણયથી એરલાઇન્સને પણ નુકસાન થશે અને મુસાફરોને હાલાકી પડશે.ટુર્સ ઓપરેટરોએ ચીમકી ઉચ્ચારી છે કે એક સપ્તાહમાં આ અંગે નિર્ણય નહિ લેવાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.આ અંગે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશને કહ્યું હતું કે ઇન્વેન્ટરી એકસેસ બંધ કરી દેતા મુસાફર પોતાની ટિકીટ જાતે જ બુક કરાવી પડે છે .

રાજકોટમાં તો એર ઇન્ડિયાની શહેરમાં ઓફિસ પણ નથી

હવે ટુર્સ ઓપરેટર આ ટિકીટ બુક કરાવી શકતા નથી.મુસાફરો જ્યારે એર ઇન્ડિયાની ઓફિસે જાય છે ત્યારે તેને સરકારી કચેરીમાં જે પ્રકારનું વર્તન થાય છે તેવો અહેસાસ થાય છે.એટલુ જ નહિ એર ઇન્ડિયાની વે્બ સાઇટમાં ટિકીટ બુક કરવી ખુબ જ જટિલ પ્રક્રિયા છે.રાજકોટમાં તો એર ઇન્ડિયાની શહેરમાં ઓફિસ પણ નથી અને એરપોર્ટ ખાતે સાંજે 6 વાગ્યે ઓફિસ બંધ થાય છે ત્યારે લોકોને ભારે હાલાકી પડશે.

બહારના દેશોના ટુર્સ ઓપરેટરો બુકિંગ કરાવી શકાય તો ભારતથી કેમ નહિ

ટુર્સ ઓપરેટરોએ કહ્યું કે એર ઇન્ડિયા દ્રારા લેવાયેલો આ નિર્ણય ખુબ જ વિસંગતતા ભર્યો છે.કારણ કે બહારના દેશોના ટુર્સ ઓપરેટરો માટે ઇન્વેન્ટરી એક્સેસ ચાલુ રાખવામાં આવી છે જ્યારે ભારત માટે બંધ કરવામાં આવી છે કે કેટલે અંશે યોગ્ય તે મોટો સવાલ ટુર્સ ઓપરેટરો કહી રહ્યા છે.એર ઇન્ડિયા આ માટે મુસાફરોને ટિકીટ સસ્તી પડશે તેવો દાવો કરી રહ્યા છે જેની સામે ટુર્સ ઓપરેટરો એર ઇન્ડિયા દ્રારા કોરોનાના બહાના  હેઠળ લોકો પાસેથી વધુ રૂપિયા વસૂલ કર્યા હોવાનો દાવો કર્યો છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

આ પણ વાંચો : Banaskantha: પાણી માટે ફરી થશે જળ આંદોલન, પાલનપુર તાલુકાના વિવિધ ગામમાં ખેડૂત આગેવાનોની ગુપ્ત બેઠક 

આ પણ વાંચો : Surat : અમરોલીમાં ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પાલિકાની જહેમત, શહેરમાં વધુ એક બ્રિજ બનાવવા પાલિકાએ તજવીજ હાથ ધરી

 

Next Article