Rajkot : વરસાદે વિરામ લેતા જેતપુર-ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓનું સમારકામ શરૂ કરાયું

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર તથા ઉપલેટા તાલુકામાં પડેલા ભારે વરસાદમાં ગ્રામ્ય માર્ગોને ભારે નુકસાન પહોંચ્યુ છે. આ માર્ગોને આવાગમન માટે વૈકલ્પિક રીતે પૂર્વવત કરવા જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યુ છે.

Rajkot : વરસાદે વિરામ લેતા જેતપુર-ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓનું સમારકામ શરૂ કરાયું
| Edited By: | Updated on: Jul 02, 2023 | 10:45 PM

Rajkot:  જિલ્લાના જેતપુર તથા ઉપલેટા તાલુકામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય માર્ગો અસર પામ્યા છે, જેને નાગરિકોના આવાગમન માટે વૈકલ્પિક રીતે પૂર્વવત કરવા જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.જેતપૂર અને ઉપલેટા તાલુકાના જે ગામો વરસાદી પાણી,કોઝ વે અને નદીના વ્હેણને કારણે ધોવાઇ ગયા છે તે તમામ રસ્તાઓ વૈકલ્પિક રીતે શરૂ થાય તેવા પ્રયત્નો વહિવટી તંત્ર દ્રારા કરવામાં આવી રહ્યા છે.

આ રસ્તાઓનું થઇ રહ્યું છે સમારકામ

ઉપલેટા તાલુકાના ગઢાળા એપ્રોચ રોડ પૂર્વવત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ તાકીદની કામગીરી કરી રહ્યું છે. ભાદર નદીના પાણીને લીધે અસર પામેલો જેતપુર તાલુકાનો જેતપુર દેરડી લીલાખા રોડ નાગરિકોની અવરજવર માટે શરૂ કરી દેવાયો છે, જયારે ઉપલેટા તાલુકાનો મોજીલા ભાંખ કાલરીયા રોડ પણ વરસાદની અસર બાદ પુનઃ શરૂ કરી દેવાયો છે. કોઝવે ઓવર ટોપિંગને કારણે જેતપુર તાલુકાના લુણાગરા દૂધીવદર રોડ અસરગ્રસ્ત થયો છે, જેને પૂર્વવત કરવા માટે માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો સાધન સામગ્રી સાથે રસ્તા વરસાદમાં અવિરત કામગીરી કરી રહ્યા છે.

આ કારણથી રસ્તાઓનું થયું છે ધોવાણ

છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ જિલ્લાના ઉપલેટા,જેતપૂર,ધોરાજી પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો.દરમિયાન ભારે વરસાદમાં ઓવર ટોપીંગ થવાના કારણે, ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે, રસ્તામાં બ્રીચ પડવાનાં કારણે, એપ્રોચનું ધોવાણ થવાના કારણે, સ્ટ્રકચર ડેમેજનાં કારણે, અન્ડર પાસમાં પાણી હોવાના કારણે અને સ્ટ્રકચરનાં એપ્રોચમાં નુકશાન થવાના કારણે રાજકોટ જિલ્લાના સડક માર્ગો અસરગ્રસ્ત થયા છે. રસ્તા તૂટી જવાને કારણે ગ્રામ્ય લોકોને હાલત ભારે કફોડી થઈ છે. તેમને આવવા જવામાં પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે. ગ્રામ્ય લોકોનું જીવન થાળે પાડવા જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યુ છે.

આ પણ વાંચો : Rajkot: ગીરગંગા ટ્રસ્ટ લોકભાગીદારીથી 11000 ચેકડેમ તૈયાર કરી જળક્રાંતિ લાવશે, અત્યાર સુધીમાં 100 ડેમનુ કરાયુ રિપેરીંગ

મોજ નદીના પાણીને કારણે ગઢાળાના રોડને થયુ હતુ નુકસાન

ભારે વરસાદને કારણે મોજ નદીમાં ભારે પુરની સ્થિતિ જોવા મળી હતી. આ પુરની સ્થિતિને કારણે ગામના મુખ્ય કોઝ વેમાં મોટા ગાબડાં પડી ગયા હતા.આ ગાબડાંને કારણે ગઢાળા ગામમાં જવાનો રસ્તો જર્જરિત બન્યો હતો. આ અંગે ગામના પૂર્વ સરપંચ નારણભાઇ આહિરે તંત્રનું ધ્યાન દોરીને આ રસ્તાનું તાત્કાલિક રિપેરીંગની માંગ કરી હતી.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો