Rajkot : રાજકોટ સિવિલ હોસ્પિટલનું તારણ, વેક્સીન લેનાર વ્યક્તિમાં મ્યુકોરમાઇકોસિસનું પ્રમાણ ઓછું

|

Jun 22, 2021 | 4:19 PM

Rajkot : કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસના કેસમાં ધરખમ વધારો થયો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) મ્યુકોરમાઇકોસિસની સારવાર કરવામાં આવે છે.

Rajkot : રાજકોટ સિવિલ હોસ્પિટલનું તારણ, વેક્સીન લેનાર વ્યક્તિમાં મ્યુકોરમાઇકોસિસનું પ્રમાણ ઓછું
રાજકોટ સિવિલ હોસ્પિટલ

Follow us on

Rajkot : કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસના કેસમાં ધરખમ વધારો થયો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) મ્યુકોરમાઇકોસિસની સારવાર કરવામાં આવે છે. તો ગુજરાતમાં સૌથી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસ રાજકોટમાં નોંધાયા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોકટરોએ રેકોર્ડબ્રેક 619 દર્દીઓના ઓપરેશન કર્યા છે. જે દેશમાં સૌથી વધારે હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટરો રાત-દિવસ દર્દીઓને બચાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. 6 ઓપરેશન થિએટરમાં ડોકટરો 24 કલાક ઓપરેશન કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 215 દર્દીઓ, સમરસમાં 456 સહિત 671 દર્દીઓ દાખલ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ તારણ કર્યું છે કે, વેક્સિન લેનાર લોકોને મ્યુકોરમાઈકોસિસ થવાનું જોખમ ઓછુ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા 950 કરતા વધુ દર્દીઓમાંથી 830 દર્દીઓએ વેક્સિન લીધી ન હોય અને મ્યુકોરમાઈકોસિસ થયો છે. સારવાર લેવા દાખલ થયેલા 83 ટકા લોકોએ નોન-વેક્સિનેટેડ હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

નોંધનીય છે કે, મ્યુકોરમાઇકોસિસના દર્દીઓમાં તપાસ કરતા તારણ કાઢવામાં આવ્યું હતું કે, વેક્સીનનો બન્ને ડોઝ લીધો હોય તેવા દર્દીઓની સંખ્યા 0.39% છે એક ડોઝ લીધો હોય તેવા 1.66% દર્દીઓ છે. જ્યારે 64 % દર્દીઓએ વેક્સીન નહીં લીધો હોવાનું જણાવ્યું હતું. 83 ટકા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ જેઓ કોમોર્બીડ અથવા ડાયાબીટીસની બીમારી ધરાવતા હતા.

સિવિલ હોસ્પિલના તારણ મુજબ, બાયપેપ કે વેન્ટીલેટરથી ઓક્સીજન ટ્રીટમેન્ટ લીધી હોય અને તે દર્દીને મ્યુકોરમાઇકોસિસ થયો હોય તેવા દર્દીઓ 39% છે. 1000 દર્દીઓમાંથી 40 લોકો જ એવા હતા કે જેને વેક્સિનના બંન્ને ડોઝ લીધા હતા. વેક્સિન લેવાથી કોરોના અને મ્યુકોરમાઈકોસિસથી બચી શકીએ છીએ તેવું તારણ કાઢવામાં આવ્યું છે.

સરકારે મ્યૂકરમાઈકોસિસ બચવાના પાંચ ઉપાયો જાહેર કર્યા છે. સરકારે જાહેર કરેલા ઉપાયોની વાત કરીએ તો, કોરોના થયો હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો.

કોરોનાની સારવાર દરમિયાન છઠ્ઠા દિવસ પછી જરૂર જણાય તો જ સ્ટિરોઈડનો ઉપયોગ કરવો. સ્ટિરોઈડનો ઉપયોગ પણ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ કરવો. કોરોનાનો દર્દી ઓક્સિજન ઉપર હોય તો તેના માસ્કમાં પાણીના ટીપા બાઝે તો તેને સાફ કરવા અને અન્ય પાણીનો ઝડપથી નિકાલ કરવો.

Next Article