RAJKOT : મહેન્દ્ર પટેલ આત્મહત્યા કેસમાં આરોપીઓને શોધવા પોલીસ કામે લાગી, આશ્રયસ્થાનો પર દરોડા કરાયા

|

Mar 03, 2022 | 6:22 PM

મહેન્દ્રભાઇના પુત્ર પ્રિયાંક ફળદુની ફરિયાદના આધારે પોલીસે આત્મહત્યા માટે મજબુર કરનાર અમદાવાદના ઓઝોન ગ્રુપના માલિક સાત શખ્સો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ સાતેય આરોપીઓની શોધખોળ માટે ચાર અલગ અલગ ટીમો બનાવી છે.

RAJKOT : મહેન્દ્ર પટેલ આત્મહત્યા કેસમાં આરોપીઓને શોધવા પોલીસ કામે લાગી, આશ્રયસ્થાનો પર દરોડા કરાયા
RAJKOT: Police work to find accused in Mahendra Patel suicide case

Follow us on

રાજકોટના (RAJKOT) અગ્રણી બિલ્ડર અને વકીલ મહેન્દ્ર ફળદુના (Mahendra Faldu) આત્મહત્યા કેસમાં (Suicide case)પોલીસે તપાસ શરૂ કરી છે. મહેન્દ્રભાઇના પુત્ર પ્રિયાંક ફળદુની ફરિયાદના આધારે પોલીસે આત્મહત્યા માટે મજબુર કરનાર અમદાવાદના ઓઝોન ગ્રુપના માલિક સાત શખ્સો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ સાતેય આરોપીઓની શોધખોળ માટે ચાર અલગ અલગ ટીમો બનાવી છે. જે પૈકી ત્રણ ટીમ અમદાવાદ ખાતે જ્યારે એક ટીમ રાજકોટમાં આરોપીઓની શોધખોળ કરી રહી છે. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે તમામ આરોપીઓના નિવાસસ્થાન અને આશ્રયસ્થાનો પર પોલીસે દરોડો કરીને તપાસ શરૂ કરી છે, જોકે આ કેસમાં હજુ એકપણ આરોપી પોલીસના હાથે લાગ્યો નથી.

આ શખ્સો સામે નોંધાઇ ફરિયાદ

  1. એમ.એમ.પટેલ
  2. અમીત ચૌહાણ
  3. IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
    રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
    SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
    ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
    કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
    ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
  4. અતુલ મહેતા
  5. દિપક પટેલ
  6. પ્રણય પટેલ
  7. જયેશ પટેલ
  8. પ્રકાશ પટેલ

બાર એસોસિએશને મહેન્દ્ર પટેલને આપી શ્રધ્ધાંજલી,આરોપીનો કેસ ન લડવા કરાયો ઠરાવ

મહેન્દ્ર પટેલ ખ્યાતનામ વકીલ પણ હતા. ત્યારે તેમના નિધન બાદ આજે રાજકોટ બાર એસોસિએશન દ્વારા કોર્ટ બિલ્ડીંગ ખાતે તેને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. બાર એસોસિએશન દ્વારા મહેન્દ્ર ફળદુને આત્મહત્યા માટે મજબુર કરનાર આરોપીઓનો રાજકોટ બાર એસોસિએશનના સભ્યો કેસ નહિ લડે તેવી જાહેરાત કરી હતી.

તપાસ માટે SITની રચના કરાઇ

આ કેસમાં શરૂઆતથી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.પહેલા પોલીસે આત્મહત્યાના સ્થળ પર એફએસએલ સહિતની તપાસ કરી હતી સાથે સાથે સ્યુસાઇડ નોટ પણ કબ્જે લીધી છે.ફરિયાદ દાખલ થયાં બાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે આ કેસની તપાસ માટે સીટની રચના કરી છે. જેમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ સીટ તપાસ કરશે. જેમાં એસીપી,એક પીઆઇ અને એક પીએસઆઇને શામેલ કરવામાં આવ્યા છે.

શા માટે કરી આત્મહત્યા ?

સ્યુસાઇડ નોટમાં મહેન્દ્ર પટેેલે કરેલા ઉલ્લેખ પ્રમાણે અમદાવાદના ઓઝોન ગ્રુપ દ્વારા અમદાવાદના બાવળા ખાતે એક પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું. જે પેટેના 33 કરોડથી વધારે રકમના દસ્તાવેજો ઓઝોન ગ્રુપ દ્રારા કરી દેવામાં આવતા ન હતા. વર્ષ 2007માં બુકિંગ થયા બાદ વર્ષોથી આ વિવાદ ચાલતો હતો. મહેન્દ્ર પટેલે ઉલ્લેખ કર્યો છે કે ઓઝોન ગ્રુપ દ્વારા રાજકીય વગ અને આઇએએસ અને આઇપીએસ સાથે ઘરોબો હોવાનું કહીને ધમકીઓ આપતા હતા.

આ પણ વાંચો : Rajkot : 500 કરોડના આક્ષેપના પર્દાફાશ પાછળ ભાજપના જ નેતા જવાબદાર હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો આક્ષેપ

આ પણ વાંચો : Gujarat Budget 2022 : નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈનું અંદાજ પત્ર, ગુજરાતના નાણાકીય વર્ષ 2022-2023ની મુખ્ય જાહેરાત-જોગવાઈઓ પર નજર કરો

Published On - 6:14 pm, Thu, 3 March 22

Next Article