હજી તો મૂછનો દોરો ફૂટી રહ્યા છે ત્યાં જ લૂંટને અંજામ આપનાર આ લૂટારાનો ખાસ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેવો હજી તો યુવાનીમાં પગ મૂકી રહ્યા છે ત્યારે આ લોકો પોતના મોજ શોખ પૂરો કરવા માટે ગુનાના રસ્તે ચડ્યા. કાર લઈને ફરવું અને એશો આરામની જિંદગી જીવવા માટે આ લબરમૂછીયા લૂટના રવાડે ચડયા. પોલીસ સકંજામાં આવેલા આરોપીઓએ 29 માર્ચના રોજ જેતપુર–જૂનાગઢ હાઇવે એક રાહદારીનું અપરહણ કરી લૂંટ ચલાવી હતી. જે બદલ પોલીસે ગણતરીના સમયમાં આ લૂંટારૂઓનું પગેરુ શોધી જેલ હવાલે કર્યા.
તારીખ 29ના રોજ જૂનાગઢ રહેતા અને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પાંચપીપળા ગામમાં જિલ્લા સહકારી બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા વિશાલ સાવલિયા પોતના ઘરે જવા નીકળ્યા હતા. હાઇવે ઉપરથી જઈ રહ્યા હતા, ત્યારે એક સફેદ કલરની કાર આવીને તેનો રસ્તો રોક્યો હતો. કારમાંથી આ 5 લબરમૂછીયા છોકરા નીચે ઉતરીને વિશાલભાઈને મારમારીને કારમાં જબદસ્તીથી બેસાડ્યા હતા અને તેનું અપહરણ કર્યું હતુ.
કારમાં જ તેને માર મારીને તેની પાસે રહેલ આઈફોન, પહેરેલ સોનાની ચેન, રોકડ રૂપિયા લૂંટી લીધુ હતુ અને રસ્તા ઉપર ઉતારી દીધા હતા. બાદમાં આરોપીઓ દ્વારા ફરિયાદી વિશાલ સાવલિયાને ફોન કરીને 50 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં પણ આવી હતી. વિશાલભાઈએ આ બાબતની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસમાં નોંધાવી હતી. જેના આધારે રાજકોટ પોલીસ તપાસ શરૂ કરી હતી.
રાજકોટ પોલીસને મળેલ માહિતી મુજબ એક સફેદ કાર જૂનાગઢ તરફથી આવી અને સુરત તરફ જઈ રહી છે અને આ કાર વડીયા પાસેથી નીકળશેની માહિતી મળી હતી. જેના આધારે વોચ ગોઠવતા અને કારને પકડી પડતાં તેમાંથી શંકાસ્પદ રીતે આ 5 યુવકો મળ્યા હતા. તેની જડતી લેતા તેની પાસેથી સોનાની ચેન, આઈફોન મળી આવ્યો હતો અને તેના અંગે પૂછતાં તેવોએ આ ફોન લૂંટનો હોવાની કબૂલાત કરી હતી.
કાર લઈને ફરવું અને એશો-આરામની જિંદગી જીવવા માટે આ લબર મૂછીયા લૂંટ ના રવાડે ચડયા, હાલ તો તેમના મોજ-મજા કરવાના સપના ધૂળમાં મળી ગયા છે હવે તેઓ જેલમાં રહીને જ જેલની રોટલી ખાવાનો વારો આવ્યો છે.