તમે સરકારી આવાસમાં રહેતા હોય અને જો તમારુ 1BHKનું આવાસ હોય તો કેટલું વીજબિલ(Light Bill) આવે એક હજાર,બે હજાર વધુમાં વધુ અઢી હજાર રૂપિયા પરંતુ રાજકોટમાં(Rajkot) એક આવાસ ધારક વ્યક્તિને બે મહિનાનું વીજબિલ આવ્યું છે 1.84 લાખ રૂપિયા.રાજકોટ મહાનગરપાલિકાના આવાસમાં(House) રહેતા નવનીત રાજપરા નામના વ્યક્તિને તેના આવાસનું વીજ બિલ 1,84,161 રૂપિયા આવ્યું છે.જ્યારે અરજદાર પીજીવીએલ પાસે પહોંચ્યા ત્યારે મકાનમાલિક સામે તપાસનું તરખટ રચ્યું હતું. આ અંગે ભોગ બનનાર રાજપરા નવનાતભાઇએ કહ્યું હતું કે, હું સામાન્ય માણસ છું. અને ક્વાર્ટરમાં રહુ છું. પીજીવીસીએલ તંત્ર દ્વારા મને રૂ. 1.84 લાખનું બિલ આપવામાં આવ્યું છે. મારુ બિલ સામાન્ય રીતે રૂ.1000-1500 આસપાસ આવતું હોય છે. જેના બદલે હાલ આટલું મોટું બિલ શા માટે અપાયું તે પણ મોટો સવાલ છે. આ બિલની રકમ ભરી શકવાની મારી કોઈ પરિસ્થિતિ જ નથી. સાથે એટલો વપરાશ પણ 1BHKનાં ક્વાર્ટરમાં થવો શક્ય જ નથી. આ પીજીવીસીએલ તંત્રની બેદરકારી છે. જે સ્વીકાર કરવાને બદલે મીટર ચેકીંગ કરવાનું જણાવાયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી હું રેગ્યુલર બિલ ભરતો હતો. પણ આ બિલ મળતા મેં અધિકારીઓને રજુઆત કરી છે. જ્યાં મને જણાવવામાં આવ્યું કે, મારુ મીટર બદલી અપાશે. બાદમાં જૂનું મીટર લેબોરેટરીમાં મોકલાશે. અને ચેકીંગ દરમિયાન જો આ બિલ સાચું હોવાનું સામે આવશે તો બિલ ભરવાનું રહેશે. ત્યારે લેબોરેટરીમાં શુ અને કેવું ચેકીંગ થશે અને તેનું જે કંઈપણ પરિણામ આવે આ બિલ મારે કેવી રીતે ભરવું ? હું રૂ. 15000માં નોકરી કરું છું. અને એક વર્ષ મારો આખો પગાર આપું ત્યારે આ બિલ ભરી શકાય. પરંતુ એવું કરું તો પરિવારનું ગુજરાન કેમ ચલાવવું ?
પીજીવીસીએલ દ્રારા રેસકોર્ષ પાર્કમાં રહેતા જયંતિભાઇના ૧ બીએચકે ફલેટ ધારકને ૧૦ લાખથી વધારેનું બિલ ફટકાર્યું હતું.આ મામલો સામે આવતા પીજીવીસીએલએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને સુધારેલુ બિલ ફટકાર્યું હતું
આ પણ વાંચો : Ahmedabad : મિત્ર એ જ કરી મિત્રની ઘાતકી હત્યા, બે આરોપી ઝડપાયા, એક હજુ ફરાર
આ પણ વાંચો : Bhavnagar : પાણીની ટાંકીઓની સારસંભાળમાં કોર્પોરેશનની બેદરકારી, હવે કાળિયાબીડ પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો