રાજકોટમાં પાટીદાર પરિવારના મિલકત વિવાદમાં હવે ક્રિસ્ટીના પટેલના કાકાએ તમામ આરોપો ફગાવ્યા, બંને માતા-પુત્રી સામે 10 કરોડનો માનહાનિનો કર્યો છે. કિસ્ટીનાના કાકા દિનેશ અમૃતિયાએ માતાપુત્રીએ કરેલા તમામ આરોપોને જુઠા અને પાયાવિહોણા ગણાવ્યા છે અને રાજકોટમાં તેઓ જ ફ્લેટમાં રહે છે ફ્લેટ પણ તેમની માલિકીનો ન હોવાનું જણાવ્યુ છે. દિનેશ અમૃતિયાએ માતાપુત્રી સામે માનહાનિનો દાવો કર્યો છે અને 10 દિવસમાં લગાવેલા તમામ આરોપો બદલ જાહેરમાં મીડિયા સમક્ષ આવીને માફી માગવાની માગ કરી છે. જો તેમ નહીં થાય તો કાયદાકીય કાર્યવાહી કરવાનું જણાવ્યુ છે.
આ સાથે તેમણ વળતો આરોપ લગાવ્યો છે. તે બંને માતા પુત્રી છેલ્લા 14 વર્ષથી તેમના દિવંગત ભાઈથી અલગ રહે છે. પરેશ અમૃતિયાએ વર્ષો પહેલા વીલ બનાવ્યુ હતુ અને પરેશના મૃત્યુ બાદ માતા-પુત્રીને જાણ કરી હતી. જેમા મિલક્ત તેમના નામે હોવાનુ દિનેશ અમૃતિયા જણાવે છે. વધુમાં તેમણે જણાવ્યુ કે તેમના ભાઈ પરેશના આ બીજા લગ્ન હતા અને તેમની વચ્ચે અણબનાવ હોવાથી તેઓ સાથે રહેતા ન હતા. છેલ્લા 14 વર્ષથ તેઓ અલગ રહેતા હતા. આ 14 વર્ષમાં તેમના ભાઈને 8 વખત હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા તે દરમિયાન એકપણ વાર આ માતા-દીકરી જોવા સુદ્ધા આવી નથી. એટલુ જ નહીં તેમના સાસુ સસરાના અવસાન સમયે પણ એક પણ લૌકિક ક્રિયામાં તેઓ હાજર રહેલા નથી.
દિનેશ અમૃતિયાાએ આરોપ લગાવ્યો કે તેમનો ભાઈ પરેશ જીવ્યો ત્યાં સુધી આ માતાપુત્રીએ તેમને હેરાન કરવાનું જ કામ કર્યુ હતુ અને તેમની જામજોધપુર ખાતે ક્રિસ્ટીનાની માતા અને તેમના પિતાએ મળીને તેમના ભાઈને માર પણ માર્યો હતો.
આ તરફ દિનેશ અમૃતિયાના પુત્ર આનંદ અમૃતિયાએ અંજુ અમૃતિયાને ધમકી આપવાની અને હુમલો કરવાની વાત નકારી છે. તેમનુ કહેવુ છે કે તે માત્ર એટલુ જ કહેવા ગયા હતા કે જ્યા સુધી મિલકતનો વિવાદ પુરો ન થાય ત્યા સુધી આ મકાનમાં ન રહો. આનંદ અમૃતિયા સીધો આક્ષેપ કર્યો કે તેના કાકી અંજુ અમૃતિયા અને તેમના પુત્રી પર વિશ્વાસ ન હતો એટલે જ તેના કાકા પરેશ અમૃતિયાએ તેમની એકપણ મિલક્તમાં નોમિની તેમને બનાવ્યા ન હતી. દરેક જગ્યાએ નોમિનીમાં તેઓ ખુદ અને તેમના ભાઈના નામ જ હતા.
આપને જણાવી દઈએ કે ક્રિસ્ટીના પટેલ જાણીતી ટીવી કલાકાર છે અને અનેક સિરીયલમાં કામ કરી ચુકી છે. તે હાલ મુંબઈમાં રહે છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર રડતા રડતા એક વીડિયો શેર કર્યો હતો અને તેના કાકા તેમની મિલકત પચાવી હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યા હતા. ક્રિસ્ટીનાએ આરોપ લગાવ્યો કે તેના કાકા દિનેશ અમૃતિયા ભાજપના પ્રભારી હોઈ પોલીસ તેમન ફરિયાદ લેતી નથી. જે બાદ સમગ્ર વિવાદ સામે આવ્યો છે. આરોપ છે કે બે દિવસ પહેલા જ્યારે ક્રિસ્ટીનાના માતા અંજુ અમૃતિયા રાજકોટના ઘરમાં એકલા હતા ત્યારે ક્રિસ્ટીનાના પિતરાઈ ભાઈ આનંદ અમૃતિયા અને કાકા બિપીન અમૃતિયા જગદિશ નામના એક શખ્સ સાથે ઘરમાં ઘુસી આવ્યા હતા અને અંજુ અમૃતિયા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.
હુમલાની ઘટના બાદ અંજુ અમૃતિયાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ, કાકા દિનેશ અમૃતિયા ભાજપના પ્રભારી હોઈ અને રાજકીય વગ ધરાવતા હોઈ તેમની ફરિયાદ ન લેવાતી હોવાનો અંજુ અમૃતિયાએ આક્ષેપ કર્યો. ક્રિષ્ટીનાએ તેના કાકા તેના પિતાની એટલે કે પરેશ અમૃતિયાની મિલકત પચાવવા પ્રયાસ કરતા હોવાના આક્ષેપ લગાવ્યા છે. મિલકત પચાવવા માટે પરેશ અમૃતિયાના નામનું ખોટું વીલ બનાવ્યાનો પણ આરોપ સામે આવ્યો છે. એટલું જ નહીં માતા પર હુમલાની ઘટના બાદ ક્રિષ્ટીનાને લાગી રહ્યું છે કે તેના પિતાને પણ ષડયંત્ર રચી મોતને ઘાટ ઉતારાયા છે.
વિવાદિત મિલકતની વાત કરીએ તો પારિવારિક 3 દુકાન, પોપટપરાની 185 વાર જમીન, ભાયાવદરમાં 3 વીઘા જમીન તેમજ ભાયાવદરમાં એક પ્લોટ છે. એક તરફ ક્રિષ્ટીનાની માંગ છે કે પોલીસ સમગ્ર કેસમાં તટસ્થ તપાસ કરે. તો બીજી તરફ દિનેશ અમૃતિયાએ સમગ્ર આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
Input Credit- Mohit Bhatt- Rajkot