રાજકોટના જસદણ નજીક કાર અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ ત્રણ ઘાયલ

| Edited By: | Updated on: Oct 19, 2021 | 7:22 PM

રાજકોટના જસદણ પાસે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ કાર પલટી મારીને રોડ પાસે આવેલા ખેતરમાં ખાબકી હતી. આ કારમાં ચાર લોકો સવાર હતા

રાજકોટના(Rajkot) જસદણ (Jasdan) પાસે અકસ્માતમાં(Accident)એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટના વિરનગર ગામ નજીકની છે. જ્યાંથી પસાર થઈ રહેલા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ કાર પલટી મારીને રોડ પાસે આવેલા ખેતરમાં ખાબકી હતી. આ કારમાં ચાર લોકો સવાર હતા.. જેમાંથી એક વ્યકિતનું મોત થયું છે. જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે.

જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો : વડોદરામાં એસ.ટી. કર્મચારીઓનું પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન, બુધવાર મધરાતથી રાજયભરમાં હડતાળની ચીમકી

આ પણ વાંચો : વૅક્સીનનો બીજો ડોઝ લેવામાં અમદાવાદીઓ નિરસ, 52.17 ટકા લોકોએ જ લીધો છે રસીનો બીજો ડોઝ

Published on: Oct 19, 2021 07:21 PM