Rajkot : જેતપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ, ખેડૂતોમાં આનંદની લાગણી

|

Jul 24, 2021 | 3:00 PM

જેમાં પીઠડીયા,કાગવડ, સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોના વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ ઉપરાંત વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

રાજકોટ જિલ્લાના જેતપુર(Jetpur) ના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. જેમાં પીઠડીયા,કાગવડ, સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોના વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ ઉપરાંત વરસાદ(Rain)  વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તેમજ લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે . તેમજ રાજકોટ મોરબી હાઇવે પર અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં બેડી ગૌરીદડ સહિતના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે તારીખ ,24, 25 અને 26 જુલાઇના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરી છે.

આ પણ વાંચો : બાપ..રે..! શાહિદની પત્ની મીરા રાજપૂતે કરાવી લિપ સર્જરી? તસ્વીરો જોઈને ફેન્સ રહી ગયા હેરાન

આ પણ વાંચો : Brain food: ભણતા વિદ્યાર્થી અને વારંવાર વસ્તુ ભૂલી જતા લોકો માટે ખાસ, આ ફૂડથી વધશે યાદશક્તિ અને એકાગ્રતા

Next Video