બાપ..રે..! શાહિદની પત્ની મીરા રાજપૂતે કરાવી લિપ સર્જરી? તસ્વીરો જોઈને ફેન્સ રહી ગયા હેરાન

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે તાજેતરમાં એક એવી તસ્વીર શેર કરી હતી જેને જોઇને લોકો હેરાન રહી ગયા હતા. તસ્વીરથી લાગી રહ્યું છે કે મીરાએ હોંઠ સાથે કંઇક કરામાત કરી છે.

બાપ..રે..! શાહિદની પત્ની મીરા રાજપૂતે કરાવી લિપ સર્જરી? તસ્વીરો જોઈને ફેન્સ રહી ગયા હેરાન
Shahid Kapoor's wife Mira Rajput underwent lip surgery?

શાહિદ કપૂર (Shahid Kapoor) અને મીરા રાજપૂત (Mira Rajput) બોલીવૂડના ફેમસ દંપતીની લીસ્ટમાં અવ્વલ નંબર પર આવે એમ છે. મીરા કપૂર સોશિયલ મીડિયામાં (Social Media) પણ ખુબ પોપ્યુલર છે. સોશિયલ મીડિયા પર મીરાં ખુબ એક્ટીવ રહે છે. પોતાના વિડીયો અને તસ્વીરોથી તે હંમેશા ચર્ચામાં રહે છે. જો કે મીરાનો હમણાનો નવો લૂક (New Look) જોઇને સૌ હેરાન રહી ગયા છે. આ તસ્વીર હવે વાયરલ થઇ રહી છે અને લોકો પૂછી રહ્યા છે કે આવું કેમ કરાવ્યું?

બદલાયેલો લૂક જોઇને ફેન્સ મૂંઝવણમાં

આ સમયે જ્યારે બોલીવુડ સ્ટાર્સ લીપ જોબ અને સર્જરી (Lip Job and Surgery) અંગે ચર્ચામાં રહે છે, ત્યારે મીરાના લુકને લઈને મૂંઝવણ ઉભી થવી એ કોઈ મોટી વાત નથી. વાત જાણે એમ છે કે મીરાએ શેર કરીલી તસ્વીરમાં તેના હોઠ એકદમ ભરાવદાર દેખાય છે અને તેના ગાલના હાડકા પણ ઉભરી આવ્યા હોય એમ લાગી રહ્યું છે છે. તેની ત્વચા સામાન્ય કરતા વધારે ચમકી રહી છે. હકીકતમાં, આ વિડીયોને એક વાર જોઇને નક્કી કરવું મુશ્કેલ છે કે મીરાએ સર્જરી કરાવી છે કે કેમ.

હકીકતમાં વાત એમ છે કે મીરાએ લીપ જોબનો સહારો નથી લીધો. પરંતુ મીરાએ એક ઇન્સ્ટાગ્રામનું ફિલ્ટર વાપર્યું છે. જેના કારણે તેનો આવો લૂક જોવા મળી રહ્યો છે. આ વિડીયોના કેપ્શનમાં મીરાએ લખ્યું છે કે, “મેં હમણાં જ મારા હોઠનું લાઈનીંગ કર્યું છે, આ સિવાય બીજું કંઈ કર્યું નથી.’ બીજી પોસ્ટમાં તેણે લખ્યું છે – ‘હું હંમેશા મારા gua sha સાથે રહું છું.’ તેના આ વિડીયોમાં ગીત ‘આપ જૈસા કોઈ મેરી જિંદગીમેં આયે’ વાગી રહ્યું છે.

મીરા- શાહિદનું સુખી જીવન

તમને જણાવી દઈએ કે શાહિદ અને મીરા એક હેપ્પી લાઈફ જીવી રહ્યા છે. બંનેના લગ્ન 2015 માં થયા હતા. બંનેને એક દીકરી મીશા અને એક દીકરો જૈન છે. મીરા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુર રહેવામાં માને છે. તેમ છતાં તેની પોપ્યુલારિટી કોઈ સેલેબથી ઓછી નથી.

 

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીની 6 કલાકની પૂછપરછ બાદ બહેન શમિતાએ શિલ્પા માટે લખી આ ખાસ વાત, જાણો શું કહ્યું

આ પણ વાંચો: Raj Kundra Case: મોડી રાત્રે કુંદ્રાને લઇ જવાયો પ્રોપર્ટી સેલ, શિલ્પા શેટ્ટીની થઈ 6 કલાક પૂછપરછ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati