Rajkot : મોંઘવારીનો માર પડતા ખેડૂતો યાંત્રિક ખેતી મૂકીને પરંપરાગત ખેતી તરફ વળ્યાં

|

Jun 24, 2021 | 2:45 PM

Rajkot : ઉપલેટાના ખેડૂતો યાંત્રિક સાધનોથી થતી ખેતી મૂકી અને પરંપરાગત ખેતી તરફ વળ્યા છે. પહેલા યાંત્રિક સાધનથી ખેતી કરવામાં એક વીઘામાં 50 થી 80 રૂપિયાનો ખર્ચ આવતો હતો હવે 300 રૂપિયા ખર્ચ આવે છે.

Rajkot : મોંઘવારીનો માર પડતા ખેડૂતો યાંત્રિક ખેતી મૂકીને પરંપરાગત ખેતી તરફ વળ્યાં
ખેડૂતો યાંત્રિક ખેતી મૂકીને પરંપરાગત ખેતી તરફ વળ્યાં

Follow us on

Rajkot : હાલ પેટ્રોલ અને ડીઝલના વધતા જતા (Petrol Diesel Price Hike) ભાવના કારણે યાંત્રિક ખેતી કરવી ખર્ચાળ બની છે. જેના કારણે રાજકોટ જિલ્લાના ઉપલેટાના (Upleta) ખેડૂતો (Farmers) યાંત્રિક ખેતી મૂકી (Mechanical Farming) અને પરંપરાગત રીતથી થતી ખેતી (Traditional Farming) તરફ વળ્યા છે અને યાંત્રિક સાધનોને મૂકી અને ખેતીમાં બળદ જોડીને ખેતી કામમાં લાગ્યા છે.

તાજેતરમાં દિવસેને દિવસે ડીઝલના ભાવ વધતા જાય છે યાંત્રિક સાધનોથી ખેતી કરવી પરવડે એમ નથી. ડીઝલના વધી રહેલ ભાવને કારણે ખેતીમાં ઉપયોગ લેવાતા યાંત્રિક સાધનોથી ખેતી કરવી ખર્ચાળ બની છે. ત્યારે ઉપલેટાના ખેડૂતો યાંત્રિક સાધનોથી થતી ખેતી મૂકી અને પરંપરાગત ખેતી તરફ વળ્યા છે. વાવણીમાં અને ખેડ કરવાના સમયે યાંત્રિક સાધનોની જગ્યાએ બળદથી ખેડી રહ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે બિયારણ, ખાતર, જંતુનાશક દવા સહિતની વસ્તુઓ મોંઘી થતી જાય છે. તો ખેડૂતોને એમની ઊપજના ભાવ પૂરતા પ્રમાણમાં મળતા નથી. જેના કારણે ખેડૂતોનું બજેટ ખોરવાઈ છે. તેથી યાંત્રિક સાધનોથી થતી ખેતી મોંઘી થવાને કારણે ખેડૂતો પરંપરાગત રીતે બળદથી થતી ખેતી તરફ વળ્યા છે

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ખેડૂતોનું કહેવું છે કે પહેલા યાંત્રિક સાધનથી ખેતી કરવામાં એક વીઘામાં 50 થી 80 રૂપિયાનો ખર્ચ આવતો હતો. ડીઝલમાં થઈ રહેલ સતત ભાવ વધારાને કારણે જે ખર્ચ વધીને હાલ અત્યારે 300 ની આસપાસ પહોંચે છે જેથી યાંત્રિક ખેતી કરવી પોસાઈ એમ નથી. ખેડૂતોને ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે.

ખર્ચ સામે ઉપજના પુરતા ભાવ મળી રહ્યા નથી. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બનતી જાય છે. ઉપલેટાના ખેડૂતોનું કહેવું છે કે સાગરખેડૂની જેમ ધરતી પુત્રોને પણ ડીઝલ અને પેટ્રોલમાં સબસિડી આપવી જોઈએ એવી ખેડૂતો સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે.

એક બાદ એક આકાશી અને માવનવ સર્જિત આફતોનું સામનો કરી ચૂકેલા ખેડૂતોને હવે ઇંધણના ભાવ વધારાને કારણે આર્થિક ભારણ વધ્યું છે. જો સરકાર સબસિડી આપે તો ધરતીપુત્રો ખેતીમાં યાંત્રિક સાધનોનો ઉપયોગ કરે અને સારો એવો પાક મેળવી શકે છે.

Next Article