રાજકોટમાં કોલેરાનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ થયું દોડતું, વિવિધ વિસ્તારોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો

|

Jul 28, 2023 | 11:16 PM

રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં ગઇકાલે 45 પુરૂષનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્રારાઆ વિસ્તારમાં સઘન સર્વે હાથ ધર્યો હતો.

રાજકોટમાં કોલેરાનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ થયું દોડતું, વિવિધ વિસ્તારોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો

Follow us on

Rajkot: કાલાવડ રોડ પર આવેલા અવધ રોડ પર રહેતા એક પરપ્રાંતિય મજૂરનો કોલેરાનો (Cholera) રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં ગઇકાલે 45 પુરૂષનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્રારાઆ વિસ્તારમાં સઘન સર્વે હાથ ધર્યો હતો અને આ વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્યની તપાસ હાથ ધરીને કોલેરાનો રોગચાળો અટકાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

46 ઘરોમાં સર્વે, 260 જેટલી વસ્તી આવરી લેવામાં આવી

કોલેરાનો કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગે કાલાવડ રોડ પર આવેલા અવધ રોડ પર સર્વે હાથ ધર્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને 46 જેટલા ઘરો અને 260 જેટલી વસ્તીને આવરી લઈને આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 3 લોકોને ઝાડા ઉલટીના લક્ષણો દેખાયા હતા જેને સ્થળ પર જરૂરી દવા અને ઓઆરએસ તેમજ ક્લોરીનની ટીકડીઓ આપવામાં આવી હતી.અહીં મોટાભાગે પરપ્રાંતિય મજૂરો વસવાટ કરે છે જેને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી

  1. આરોગ્ય વિભાગ દ્રારા આ વિસ્તારના લોકોને જાગૃત કરવામાં આવ્યા
  2. આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં પીવા માટેનું પાણી ટેન્કરની મદદથી કુવામાંથી આવતું હતું જે કુવામાં દવાનો છંટકાવ કરીને તેને જંતુ મુક્ત કરવાની કામગીરી હાથ ધરી
  3. બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
    આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
    ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
    Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો
    Oranges Benifits : આ લોકોએ નારંગી ન ખાવી જોઈએ, થઈ શકે છે નુકસાન, જાણો કેમ?
    આજનું રાશિફળ તારીખ : 27-11-2024
  4. અહીં રહેતા લોકોને પાણી ગરમ કરીને પીવા,તથા જમતા પહેલા સાબુ વડે હાથ ધોવા માટે સમજાવવામાં આવ્યા
  5. આરોગ્ચ વિભાગ દ્રારા આ વિસ્તારમાં રોગચાળો વકરે નહિ તે માટે સતત મોનિટરીંગ કરવા સૂચના આપેલ
  6. બાંધકામ સાઇટના કોન્ટ્રાકટરને પાણી અંગે ટેન્કરના બદલે અન્ય સોર્સથી પાણી આપવા માટેની સૂચના આપવામાં આવેલ.

આ પણ વાંચો  : ઇન્ટરનેશનલ એરપોર્ટથી સૌરાષ્ટ્રના 30 હજાર ઉઘોગોને સીધો જ ફાયદો થશે : ચેમ્બર ઓફ કોમર્સ

કોલેરા એ તીવ્ર જુલાબનો રોગ છે જે હવે તો સામાન્ય રીતે EI T or biotypeને લીધે થાય છે. મોટેભાગે આ ચેપ હળવો અથવા લાક્ષણિક હોય છે. વિશિષ્ટ દાખલાઓ અચાનક પુષ્કળ નિષ્ક્રિય પાણી જેવો જુલાબ, ઉલ્ટી થવુ, ઝડપી નિર્જલીકરણ, સ્નાયુઓનુ સંકોચાવુ અને પેશાબ કરતા થતુ દબાણ થયા પછી થાય છે.

કોલેરા પાણીને લગતો રોગ છે, જે ભારતના અમુક પ્રદેશોમાં હંમેશા મળી આવતો રોગ છે અને અહિંયા ઘણાબધા અચાનક આ રોગના ફાટી નીકળવાના કિસ્સાઓ મળ્યા છે. કોલેરા એક ઝડપથી ફેલાતો રોગ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:06 pm, Fri, 28 July 23

Next Article