ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલમાં લસણ – ડુંગળીની આવકને કારણે છલકાઈ ગયું હતું. ગોંડલ ખાતે ઐતિહાસિક આવક દોઢ લાખ ગુણીની મબલખ આવક નોંધાઈ છે, જરૂરિયાત કરતા લસણની આવક નોંધાતા અને માલની ક્વોલિટીના મુદ્દે ખેડૂતોને પૂરતા ભાવ ન મળવાની રાવ પણ ઉઠી હતી.
સૌરાષ્ટ્રનું અગ્રીમ સ્થાન ધરાવતું અને ગુજરાતનું નં.1 ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની એતિહાસિક આવક નોંધાઈ છે લસણની મબલખ આવક અંદાજે 1.50 લાખ બોરી કરતા વધુ લસણની ગુણીની આવક નોંધાતા ગોંડલ માર્કેટ યાર્ડ લસણથી ઉભરાય ગયું હતું. આજે માર્કેટ યાર્ડમાં લસણની આવક નોંધાતા યાર્ડના મુખ્ય ગેટથી બંને બાજુ 4થી 5 કીમી 1500થી 1600 વાહનોની લાંબી કતારો લાગી હતી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. હવે માર્કેટયાર્ડમાં લસણની હરાજી ચાલુ થઈ છે, લસણની હરાજીમાં 20 કીલોના લસણના ભાવ 200થી 750 સુધીના બોલાયા હતા.
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની સારી આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં જોવા મળી હતી. લસણ – ડુંગળીની પુષ્કળ આવક થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીથી ઉભરાયું હતું. ડુંગળીની અંદાજે 40થી 50 હજાર ગુણીની આવક નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ખરીદી માટે આવતા હોય છે, ત્યારે માર્કેટ યાર્ડ ખાતે ડુંગળી – લસણ ઉપરાંત વિવિધ જણસીની વિપુલ પ્રમાણમાં આવક જોવા મળી હતી. નોંધનીય છે કે ખેડૂતોને પોતાના માલનો પૂરતો ભાવ મળતા હોઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરે છે.
લસણ -ડુંગળી ઉપરાંત ગોંડલ માર્કેટમાં જીરૂ અને મરચાંની મબલક આવક નોંધાઈ રહી છે. ડિસેમ્બર મહિનામાં એક જ દિવસમાં જ ગોંડલ માર્કેટમાં 3500 ગુણી જીરૂની આવક નોંધાઈ હતી. માર્કેટમાં જીરૂના 5 હજારથી લઈને 5,800 સુધીનો એક મણનો ભાવ બોલાઈ રહ્યો છે. જીરૂના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.