Rajkot: ગીરગંગા ટ્રસ્ટ લોકભાગીદારીથી 11000 ચેકડેમ તૈયાર કરી જળક્રાંતિ લાવશે, અત્યાર સુધીમાં 100 ડેમનુ કરાયુ રિપેરીંગ

|

Jul 01, 2023 | 10:31 PM

Rajkot: સામાજિક સંસ્થા ગીરગંગા ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં 11000 ચેકડેમ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લાના જર્જરીત થયેલા ચેકડેમનેો પુનર્જીવિત કરી તેમાં જળસંગ્રહ કરવાના પ્રયત્નો કરે છે.

Rajkot: ગીરગંગા ટ્રસ્ટ લોકભાગીદારીથી 11000 ચેકડેમ તૈયાર કરી જળક્રાંતિ લાવશે, અત્યાર સુધીમાં 100 ડેમનુ કરાયુ રિપેરીંગ

Follow us on

Rajkot: સાંપ્રત સમયમાં પાણીનો બચાવ કરવો ખૂબ જ જરૂરી છે ત્યારે રાજકોટની સામાજિક સંસ્થા ગીરગંગા ટ્રસ્ટ દ્રારા પાણીના બચાવ માટેનું એક મહાઅભિયાન શરૂ કર્યું છે.રાજકોટ સહિત આસપાસના જિલ્લાઓમાં પાણીનો બચાવ થઇ શકે તે માટે ચેકડેમોનું જતન કરશે. ગીરગંગા ટ્રસ્ટ દ્રારા આ માટે લોકભાગીદારીથી સૌરાષ્ટ્રના 11000 જેટલા ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. ગીરગંગા ટ્રસ્ટ છેલ્લા ઘણાં સમયથી રાજકોટ જિલ્લાના જર્જરિત થઇ ગયેલા ચેકડેમોને પુર્નજીવીત કરીને તેમાં પાણીનો સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરે છે અને હવે આ બીડું સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો સુધી ઉપાડીને જળસંગ્રહ માટેનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે.

ચેકડેમ બનશે તો જળસ્તર ઉંચુ આવશે,પ્રકૃતિને ફાયદો થશે

ગીરગંગા ટ્રસ્ટના ચેરમેન દિલીપ સખિયાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં અનેક ચેકડેમ આવેલા છે પરંતુ કોઇક જગ્યાએ ચેકડેમના પાળા તૂટી ગયા છે તો કોઇ જગ્યાએ ચેકડેમ જર્જરિત હાલતમાં છે, કોઇ જગ્યાએ ચેકડેમમાં માટી ભરાયેલી હોય છે તો કોઇ જગ્યાએ પારાને ઉંચા કરવા પડે તેવી પરિસ્થિતિ હોય છે ત્યારે જો ચેકડેમને ફરી જીવિત કરવામાં આવશે તો ચોમાસામાં અહીં પાણીનો સંગ્રહ થશે. આ પાણીને કારણે આસપાસના વિસ્તારોમાં બોરના તળ ઉંચા આવશે. જેથી આસપાસના ખેતરોને સીધો ફાયદો થશે.આ ઉપરાંત પશુ,પક્ષી અને પ્રકૃતિને પણ આ ચેકડેમમાં સંગ્રહ થયેલું પાણી ખૂબ જ ઉપયોગી થશે.

અત્યાર સુધીમાં 100 ચેકડેમ રિપેરીંગ કરાયા

ગીરગંગા ટ્રસ્ટ દ્રારા દાતાઓના સહયોગથી આસપાસના વિસ્તારોના 100 જેટલા ચેકડેમોને રિપેરીંગ કરવામાં આવ્યા છે.ગીરગંગા ટ્રસ્ટ દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાના નામથી તૈયાર કરવામાં આવ્યો છે. જે પહેલા જ વરસાદમાં ઓવરફલો થયો હતો આ ઉપરાંત કાલાવડ રોડ પર 7 એકર જમીનમાં 18 ફુટ ઉંડો ચેકડેમ તૈયાર કરવામાં આવ્યો હતો. જે ચેકડેમ હાલમાં 50 ટકા ભરાઇ ગયો છે જેના કારણે આસપાસની 50 જેટલી સોસાયટીઓમાં પાણીનો પ્રશ્ન હલ થઇ જશે. આ ઉપરાંત આ સોસાયટીના બોર અને કુવા જીવંત થઇ જશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો : Rajkot : વશરામ સાગઠિયાની ઘરવાપસી બાદ કોંગ્રેસમાં જૂથવાદ, પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ

શુભપ્રસંગે ચેકડેમ માટે દાન આપવા અપીલ

જનભાગીદારીથી સૌરાષ્ટ્રના 11000 જેટલા ચેકડેમ રિપેરીંગનો સંકલ્પ કરનાર ગીરગંગા ટ્રસ્ટે લોકોને પોતાના શુભ પ્રસંગે દાન આપવાની અપીલ કરી છે. ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખિયાએ લોકોને અપીલ કરી છે તેઓના જન્મદિવસ,લગ્નદિવસ કે કોઇ નવા શુભારંભ કે કોઇની યાદમાં અન્ય સ્થળે રૂપિયાનો વ્યય કરવાને બદલે ચેકડેમના નિર્માણ કાર્યમાં દાન આપવાની અપીલ કરી છે. જળ છે તો જીવન છે, આ જળક્રાંતિના આ યજ્ઞમાં તમામ લોકોએ આહુતિ આપવાની અપીલ કરી હતી.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article