રાજકોટમાં તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગ સક્રિય, અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

|

Oct 28, 2021 | 11:30 PM

દિવાળી પહેલા આરોગ્ય શાખાની તપાસની કામગીરી સતત ચાલુ રહેશે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇ ફરસાણની દુકાનદારોના ત્યાં સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટમાં(Rajkot)  દિવાળી (Diwali) પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. જેમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં કોર્પોરેશનના  આરોગ્ય વિભાગે(Health Department)  ચેકિંગ શરૂ કર્યું છે. જેમાં સર્વેશ્વર ચોકમાં આવેલા સન્ની પાજી ઘાબા, અનામ ધુધરા સહિત 31 સ્થળોએ તપાસ કરી હતી. તેમજ અહીથી મળી આવેલા અખાદ્ય ખોરાક સહિત વાસી ચટણીનો મનપાના અધિકારીઓએ નાશ કર્યો હતો.

આ ઉપરાંત દિવાળી પહેલા આરોગ્ય શાખાની તપાસની કામગીરી સતત ચાલુ રહેશે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇ ફરસાણની દુકાનદારોના ત્યાં સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ લોકોને ભેળસેળ વિનાની મીઠાઇ મળી રહે તે માટે સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે.

સામાન્ય રીતે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે દિવાળી પૂર્વે ફરસાણ અને મીઠાઇના વેપારીઓને ત્યાં ભેળસેળ અંગેની તપાસ હાથ ધરવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ દુકાનોમાંથી શંકાસ્પદ લાગતા ફરસાણ અને મીઠાઇના સેમ્પલ એકત્ર કરીને ફૂડ ટેસ્ટિંગ લેબમાં મોકલવામાં આવે છે.

જેમાં ટેસ્ટિંગ બાદ સેમ્પલ ફિટ કે અનફીટ જાહેર કરવામાં આવે છે. જેની બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ રિપોર્ટના આધારે જે તે દુકાનદાર વિરુદ્ધ કાયર્વાહી કરવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના આવા ચેકિંગના દબાણ હેઠળ ખાદ્યપદાર્થોની ગુણવતા પણ મહદઅંશે જાળવવામાં આવે છે. તેમજ વેપારીઓ પણ મીઠાઇનો ઉંચો ભાવ લઈને લોકોને શુદ્ધ મીઠાઇ આપવાનો આગ્રહ રાખે છે.

ગુજરાતમાં તહેવારો દરમ્યાન લોકો મીઠાઇ ફરસાણની દુકાનમાંથી સ્વીટ અને ફરસાણની આઇટમો ખરીદતા હોય છે. તેમજ આ વસ્તુઓ લોકોને તાજી અને શુદ્ધ મળે તે જોવાની જવાબદારી જે તે વિસ્તારના કોર્પોરેશન કે નગર પાલિકાની છે. તેમજ આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અને દુકાનદારો માટે આરોગ્ય લાયસન્સ મેળવવું અને સમયાંતરે તેને રિન્યૂ કરાવવું પણ ફરજિયાત છે.

આ પણ વાંચો : રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડની ચૂંટણીનું મતદાન પૂર્ણ, શુક્રવારે મત ગણતરી

આ પણ વાંચો:  ગાંધી આશ્રમના રી-ડેવલોપમેન્ટ મુદ્દે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની હાઇકોર્ટમાં અરજી

Next Video