Gujarati Video : રાજકોટમાં સોરઠિયાવાડીમાં ફાયરિંગ થયાનો વીડિયો સામે આવ્યો, કરણ સોરઠીયા નશામાં હોવાની આશંકા

| Edited By: | Updated on: Jun 08, 2023 | 12:53 PM

સમગ્ર ઘટનામાં યુવા ભાજપના (BJP) આગેવાન કરણ સોરઠિયા વિરૂદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કરણ સોરઠિયા વિરૂદ્ધ કલમ 307 અને આર્મ્સ એક્ટ અંતર્ગત હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરાઈ છે.

Rajkot : રાજકોટમાં સોરઠિયાવાડી વિસ્તારમાં ફાયરિંગ (firing) કરવાના કેસમાં ફાયરિંગ સમયનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેણે બંદૂક ઝૂંટવીને પોલીસને સોંપી હતી. સમગ્ર ઘટનામાં યુવા ભાજપના (BJP) આગેવાન કરણ સોરઠિયા વિરૂદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કરણ સોરઠિયા વિરૂદ્ધ કલમ 307 અને આર્મ્સ એક્ટ અંતર્ગત હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરાઈ છે.

આ પણ વાંચો-Ahmedabad:  નેશનલ ઈલેક્ટ્રીકલ કોડ ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં શોર્ટ સર્કિટના કારણે લાગતી આગના આંકડા જાહેર કરાયા

મહત્વનું છે કે ગઈકાલે કરણ સોરઠિયાએ સરાજાહેર ફાયરિંગ કરતા દહેશતનો માહોલ ફેલાયો હતો. સોરઠીયાએ શૌચાલયમાં જવા મુદ્દેની માથાકૂટમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સોરઠીયા શૌચાલયમાં જતા હતા ત્યારે જ શૌચાલય બંધ કરાતા કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કરણ સોરઠિયાએ ફાયરિંગ કર્યું હતું. કરણ સોરઠીયા અને તેના મિત્રો દારૂના નશાની હાલતમાં હોવાની પણ આશંકા છે. આથી પોલીસે તેમના બ્લડ સેમ્પલ લઇને તપાસ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો