Rajkot: નકલી ચલણી નોટો કૌભાંડના તાર હૈદરાબાદ સુધી ખુલ્યા, આરોપીએ હૈદરાબાદના શખ્સ પાસેથી લીધી હતી નકલી નોટો

|

Jan 24, 2023 | 5:04 PM

આ કેસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. મૂળ રાજુલાનો વતની અને રાજકોટમાં (Rajkot) રહેતા ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરિચાએ આંગડિયા પેઢી મારફતે નકલી નોટો ઘુસાડી હતી.

Rajkot: નકલી ચલણી નોટો કૌભાંડના તાર હૈદરાબાદ સુધી ખુલ્યા, આરોપીએ હૈદરાબાદના શખ્સ પાસેથી લીધી હતી નકલી નોટો
રાજકોટમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના કૌભાંડનું હૈદરાબાદ કનેક્શન

Follow us on

રાજકોટની નકલી ચલણી નોટોના આંતરરાજ્ય કૌભાંડના તાર પુણે બાદ હૈદરાબાદ સુધી લંબાયા છે. અત્યાર સુધી મુખ્ય આરોપી ગણાતા પુણેના કમલેશ જેઠવાણીએ દાવો કર્યો છે કે તેણે આ નોટો હૈદરાબાદના એક શખ્સ પાસેથી લીધી હતી. જેને પગલે હવે પોલીસની એક ટીમ હૈદરાબાદ જવા રવાના થઈ ગઈ છે. જો હૈદરાબાદનો શખ્સ પકડાય તો નકલી નોટોનું મોટું નેટવર્ક બહાર આવે અને વધુ નકલી નોટો મળી આવે તેવી શક્યતા છે. બીજી તરફ આરોપી કમલેશ પાસે હજુ બીજી નકલી નોટો હોવાની આશંકા છે. જેને પગલે પોલીસની એક ટીમ આરોપી કમલેશને લઈ પુણે જવા રવાના થઈ ગઈ છે. કમલેશના ઘર અને ઓફિસે પોલીસની તપાસ ચાલી રહી છે.

મુખ્ય સૂત્રધારની મહારાષ્ટ્રથી ધરપકડ

રાજકોટમાં આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરાવવાના કેસમાં ગઇકાલે 22 જાન્યુઆરીએ મુખ્ય સૂત્રધાર કમલેશ જેઠવાણીની ધરપકડ કરાઈ છે. તેને મહારાષ્ટ્રના પૂણેથી ઝડપી લેવાયો છે. આરોપી પાસેથી વધુ 12 લાખ 7 હજારની નકલી નોટ મળી આવી હતી. અગાઉ ઝડપાયેલા આરોપી ભરત બોરિચાના ઘરે પણ પોલીસે તપાસ કરતા તેની પાસેથી વધુ 1 લાખ 20 હજારની નકલી નોટ મળી હતી. આ કેસમાં અગાઉ પોલીસે 2 લાખ 56 હજારની નકલી નોટ કબજે કરી હતી.

અગાઉ પાંચ આરોપીની કરાઇ ધરપકડ

આ કેસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તમામ આરોપીઓ 23 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર હતા. મૂળ રાજુલાનો વતની અને રાજકોટમાં રહેતા ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરિચાએ આંગડિયા પેઢી મારફતે નકલી નોટો ઘુસાડી હતી. આ મામલામાં એ ડિવિઝન પોલીસે ભરતને નકલી નોટો પહોંચતી કરનાર મહારાષ્ટ્રના પુણેમાં કટલેરીનો વેપાર કરતા કમલેશ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી હતી. તેની પાસેથી 12,7,500ની 500ના દરની 2415 નકલી નોટ કબ્જે કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોલીસે ભરતના ઘરેથી પણ તપાસ દરમિયાન 2000, 500, 200 અને 100ના દરની વધુ 513 નકલી નોટ કબ્જે કરી હતી. આ નકલી નોટ કમલેશે જ ભરતને આપી હતી. રાજકોટ શહેર A ડિવિઝન પોલીસે બે આંગડિયા પેઢીમાં નક્લી નોટ જમા કરાવનાર મુખ્ય આરોપી ભરત બોરીચા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. જેમા નકલી નોટ આપનાર આરોપી કમલેશ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી છે.

Next Article