વિજય રૂપાણીનું મહત્વનું નિવેદન, કહ્યું “શરીરને ટકાવી રાખવા ઘણા વેજીટેરીયન ફૂડ છે, નોનવેજની જરૂર નથી”

|

Nov 06, 2021 | 7:24 AM

રાજકોટના BAPS મંદિરમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.જેમાં પૂર્વ CM વિજય રૂપાણીએ સ્વામિનારાયણ ભગવાનની પૂજા અને દર્શન કર્યા.

RAJKOT : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શાકાહાર અંગે મોટું નિવેદન આપ્યું છે. રાજકોટના BAPS મંદિરમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.જેમાં પૂર્વ CM વિજય રૂપાણીએ સ્વામિનારાયણ ભગવાનની પૂજા અને દર્શન કર્યા. પૂર્વ CM વિજય રૂપાણીએ આરતી ઉતારી અને વિશ્વમાં શાંતિ, સુખાકારી, પ્રગતિ વધે તેવી કામના કરી. વિજય રૂપાણીએ કહ્યું કે આજે વિશ્વભરના લોકો શાકાહારી ભોજન તરફ વળી રહ્યાં છે.જે ભારતીય સંસ્કૃતિની એક મોટી ભેટ છે.

પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, ” નોનવેજની આવશ્યકતા નથી, જીવહિંસાની કોઈ જરૂર નથી. આપણા શરીરને ટકાવી રાખવા વેજીટેરીયન ફૂડસ અવેલેબલ છે. આજે BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા દુનિયાભરના લગભગ 1500 જેટલા મંદિરોમાં આ કાર્યક્રમ કરીને આખી દુનિયાને શાકાહાર અંગે મોટો સંદેશો આપ્યો છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : રાહતના સમાચાર, આખરે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક! જાણો તમારા શહેરના ભાવ

આ પણ વાંચો : IPS Sanjay Kumar : જાણો, સમીર વાનખેડેની જગ્યાએ આર્યન ખાન ડ્રગ કેસની તપાસ કરનાર સંજય કુમાર કોણ છે ?

Next Video