Rajkot: પતિના ત્રાસથી પરિણીતાએ વીડિયો બનાવી ઝેરી દવા પી કર્યો આપઘાત, સાસરિયા પક્ષ સામે નોંધાઈ ફરિયાદ

|

Jun 24, 2023 | 10:50 PM

Rajkot: રાજકોટમાં વધુ એક પરિણીતાએ પતિના અને સાસરિયાના ત્રાસથી આપઘાત કરી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે. પરિણીતાએ આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો જેમા સાસરિયા વંશ વધારી શકે તેમ ન હોવાથી મરી જવા દુષ્પ્રેરિત કરતા હોવાનો ઉલ્લેખ છે. સમગ્ર મામલે પોલીસે સાસરી પક્ષ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Rajkot: પતિના ત્રાસથી પરિણીતાએ વીડિયો બનાવી ઝેરી દવા પી કર્યો આપઘાત, સાસરિયા પક્ષ સામે નોંધાઈ ફરિયાદ

Follow us on

રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અલ્કાબેન જસમીનભાઇ પરમાર નામની ૩૨ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા તેનું મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આ પગલુ ભર્યું હોવાનું સામે આવ્યું છે. પરિણીતાએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેના આધારે પરિણીતાના ભાઇએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણિતાના ભાઈએ સાસરી પક્ષ સામે નોંધાવી ફરિયાદ

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મળેલી ફરિયાદ પ્રમાણે તા 23 જૂનના રોજ મૃતકના ભાઈ તે બરવાળા હતા ત્યારે તેમની ભાણેજ તન્વીનો તેમના પર ફોન આવ્યો હતો. જેમા તેમણે જણાવ્યુ કે મમ્મીએ ઝેરી દવા પી લીધી છે અને બેભાન થઈ ગયા છે. આથી તે મારતી ગાડીએ બરવાળાથી રાજકોટ જવા નીકળ્યા હતા અને રાજકોટમાંજ રહેતી તેમની નાની બહેનને સાથે લઈ તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યા પહોચતા આસપાસના લોકોએ 108 ને ફોન કરીને જાણ કરી દીધી હતી. આથી 108માં મારફતે અલ્કાબેનને સીવીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેની સારવાર શરૂ થઈ હતી.જો કે તેની તબિયત વધુ ખરાબ હોવાથી તેમને એમ્બ્યુલન્સમાં ગોંડલ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં પહોંચતા જ ફરજ પરના તબીબોએ અલ્કાબેનને મૃત જાહેર કર્યા હતા.

દીકરો ન હોવાથી સાસરીયા વંશ વધારવા મેણા મારી આપતા હતા માનસિક ત્રાસ

મૃતકના ભાઈના જણાવ્યા મુજબ તેમની બહેને કોથળીમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરી કોથળી કઢાવી નાખી હતી. છતા તેમના પતિ જસ્મીન અને સસરા સહિતના લોકો વંશ આગળ વધારી શકે તેમ નથી, દીકરો આપી શકે તેમ નથી, તુ તારા પિતાના ઘરે કેમ નથી જતી રહેતી આવુ કહી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. ઉપરાંત મૃતકના પતિ જસ્મીનના તેમના જ ઘરની સામે રહેતા મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનો પણ વીડિયોમાં મૃતકે ઉલ્લેખ કર્યો છે. પતિ વધુ સમય તો તેની સામે રહેતી મહિલાને ઘરે જ રહેતો અને તેના કારણે પણ મૃતકને ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં ભાઈએ જણાવ્યુ છે. રોજ રોજના આ કંકાસથી કંટાળી જઈ અલ્કાબેનએ ઝેરી દવા પી જઈ આપઘાત કરી લીધો હોવાનુ સામે આવ્યુ છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પણ વાંચો : Ahmedabad : મહિલાના આપઘાતના પ્રયાસ કેસમાં પતિ સહિત એક વ્યક્તિની ધરપકડ

પતિનું  મૃતકના ઘરની સામે જ રહેતી મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનો વીડિયોમાં ઉલ્લેખ

પોલીસે મૃતક મહિલાનો મોબાઇલ ચેક કરતા એક વીડિયો મળ્યો છે. જેમા અલ્કાબેન એવુ બોલે છે કે “જસ્મીન વઇજા વઇજા એવુ કરે છે. મારે ક્યા જવું અને બીજા વીડિયોમાં એવુ બોલેછે કે જસ્મીનને હુ નથી જોતી એટલે હુ આ પગલુ ભરુ છુ,  મારી સામે રખેલ છે જેથી મારે તુ જોતી નથી, તુ શું કામ આવી ? એટલે હુ મરી જાવ છુ હવે દવા પી ને. મારી છોકરીને સંભાળી લેજો બધા મળીને.” તેવુ બોલતો વીડીયો છે. હાલ વીડિયોને આધારે સમગ્ર બનાવ અંગે માલવીયાનગર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ પરિણીતાને આપઘાત કરવા માટે દુષ્પ્રેરિત કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:32 pm, Sat, 24 June 23

Next Article