ગુજરાતના દરીયાકાંઠેથી મળી આવેલા ડ્રગ્સ કેસમાં નાઇજિરિયન યુવકે બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું, પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા સાથે હતો સંબંધ

|

May 13, 2023 | 4:25 PM

પાકિસ્તાન કરાચીના ડ્રગ્સ માફિયા હાજી અનવર દ્વારા ગુજરાતના દરિયાકાંઠે ઉતારવામાં આવેલ 31 કિલો હિરોઈનને લઈ નાઇજિરિયન યુવક ઝડપાયો, આ યુવકની ધરપકડ કરી તેના મોબાઈલની તપાસ કરતા પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ સાથે સીધો સંપર્ક હોવાનુ જણાઈ આવ્યું હતું.

ગુજરાતના દરીયાકાંઠેથી મળી આવેલા ડ્રગ્સ કેસમાં નાઇજિરિયન યુવકે બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું, પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા સાથે હતો સંબંધ

Follow us on

ગુજરાતના દરીયાકાંઠેથી ઉતરેલા કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ થયો છે. દિલ્હીના નાઈઝીરીયન ડ્રગ્સ માફીયા એ પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. જે ડ્રગ્સ હેરફેરી અંગે સુરત પોલીસને બાતમી મળી હતી જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ ગુજરાત એટીએસ અને દિલ્હી NCB સાથે મળી જોઈન્ટ ઓપરેશન કર્યુ હતુ. જેમા એક નાઇજિરિયનની ધરપકડ કરવામાં આવી છે.

ગૌશાળા નજીક ચેકડેમ પાસેની સરકારી જગ્યામાંથી જથ્થો કબજે કર્યો

પાકિસ્તાન કરાચીના ડ્રગ્સ માફિયા હાજી અનવર દ્વારા ગુજરાતના દરિયાકાંઠે ઉતારવામાં આવેલ 31 કિલો હિરોઈન કે જેની કિંમત 215 કરોડ થાય છે. આ જથ્થો પણ પોલીસે કબજે કર્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીવાયએસપી ભાવેશ રોજીયાને મળેલી માહિતીના આધારે ગુજરાત એટીએસ એ રાજકોટ-જામનગર રોડ પર આવેલા પડધરી પાસેના શ્રીજી ગૌશાળા નજીક ચેકડેમ પાસેની સરકારી જગ્યામાંથી  જથ્થો કબજે કર્યો છે.

જેમાં પ્લાસ્ટિકના પેકેટમાં હેરોઇન ભરેલું મળી આવ્યું. આ ડ્રગ્સ મંગાવનાર નાઇજિરિયન યુવકને દિલ્હી આનંદ વિહાર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. જે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર વસવાટ કરી ડ્રગ્સનુ રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સાથે જ ડ્રગ્સની હેરાફેરી કરનાર બબલુ નામના ટ્રાન્સપોર્ટરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ સાથે હતો સીધો સંપર્ક

ગુજરાત એટીએસ એ દિલ્હીથી ઝડપેલા એકવુનિફ મર્સી નામના નાઇજિરિયન યુવકની નાર્કો ટ્રાફિકિંગના ગુનામાં ધરપકડ કરી છે. ઝડપાયેલ યુવક 2022 થી ખોટી ઓળખ અને બનાવટી દસ્તાવેજોના આધારે દિલ્હીના આનંદ નગર વિસ્તારમાં રહેતો હતો. પોલીસે નાઇજિરિયન યુવકની ધરપકડ કરી તેના મોબાઈલની તપાસ કરતા પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ સાથે સીધો સંપર્ક હોવાનુ જણાઈ આવ્યું હતું. કે જેની પાસેથી આ સમગ્ર ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ નાઇજિરિયન યુવકે પોતાના બનાવટી ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યા હતા જે અંગે દિલ્હી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : રાજકોટમાં ATSનું મોટું ઓપરેશન, 214 કરોડની કિંમતનું હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું, જુઓ Video

પોલીસને હાથ ઝડપાયેલા નાઇજિરિયન યુવકે દસ્તાવેજોના આધારે પોતાનું ભાડા કરાર અને પોલીસ વેરિફિકેશન કરાવ્યું હતું. સાથે જ ગુજરાતના દરિયાકાંઠેથી જે હિરોઈનનો જથ્થો તેને મળવાનો હતો. તેનું વેચાણ કરવા અન્ય એક મકાન પણ ભાડે રાખ્યું હતું. તો બીજી તરફ નાઇજિરિયન યુવક પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી નાઇજિરિયન શખ્સ કેટલા સમયથી ડ્રગ્સ હેરાફેરી કરતો હતો જેને લઈ રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:24 pm, Sat, 13 May 23

Next Article