Rajkot : બાગેશ્વર ધામના (Bageshwar Dham) પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) આજે રાજકોટમાં છે. સુરત અને અમદાવાદમાં દિવ્ય દરબાર યોજ્યા બાદ આજે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં દરબાર લાગશે. બાગેશ્વર સરકારના દરબારમાં જોડાવા ભક્તો આતુર છે અને બીજી તરફ બે દિવસીય દરબારની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ગઈકાલે સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જૂનાગઢ ગયા અને ત્યાંથી સાંજે રાજકોટ પહોંચ્યા હતા.
આ પણ વાંચો-Breaking News : સુરતમાં ગર્ભપરીક્ષણ કરતો તબીબ રંગે હાથ ઝડપાયો , પોર્ટેબલ મશીનનો કરતો હતો ઉપયોગ
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આજના કાર્યક્રમની વાત કરીએ તો તેઓ સૌ પહેલા કાલાવડ રોડ પર આવેલા ચમત્કારી હનુમાનના દર્શન કરવા પહોંચશે. ત્યાંથી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી BAPS સ્વામીનારાયણ મંદિરે દર્શન કરી સંતો સાથે મુલાકાત કરશે. સ્વામીનારાયણ મંદિરથી બાગેશ્વર સરકાર જનકલ્યાણ હોલ જશે. જ્યાં તેઓ અલગ-અલગ સંસ્થાના આગેવાનો અને લોકો સાથે શુભેચ્છા મુલાકાત કરશે. લગભગ સાંજે 6 વાગ્યા આસપાસ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજીત દિવ્ય દરબારમાં પહોંચશે. દિવ્ય દરબાર પૂર્ણ કર્યા બાદ લગભગ 11 વાગે તેઓ ફરી જનકલ્યાણ હોલ જશે અને ત્યાં સંસ્થાના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરશે.
રાજકોટ પહોંચેલા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન આપ્યુ હતુ. ધર્મ પરિવર્તન મુદ્દે બાબા બાગેશ્વરે હુંકાર કર્યો કે હવે ધર્મ પરિવર્તન નહીં થવા દઇએ. એક યુવતીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કારણે કરેલા ધર્મ પરિવર્તન મુદ્દે બોલતા બાબા બાગેશ્વરે જણાવ્યું કે હિંદુ ધર્મમાં આવતા લોકોનું સ્વાગત છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાવાનો છે. બે દિવસ દરમિયાન તેમના વિવિધ કાર્યક્રમો છે.
ગઇકાલે અંબાજી બાદ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથ દાદાને શીશ ઝુકાવ્યું હતુ. બાબાએ પૂજા અર્ચના કરીને મહાદેવને પાઘ ચડાવી હતી. દાદાના દર્શન કર્યા બાદ બાબાએ કહ્યું, ગુજરાત ભક્તિની ભૂમી છે. આગામી સમયમાં કિર્તીદાન ગઢવીના સહયોગથી સોમનાથમાં શિવ કથાનું આયોજન કરવામાં આવશે. જે કેન્સર હોસ્પિટલના લાભાર્થે થશે. વધુમાં કહ્યું, ભગવાન રામની યાત્રા પર પથ્થર ફેંકવાના ત્યારે બંધ થશે જયારે ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે.