Rajkot: જિલ્લા કલેક્ટરે EVM ના વેર હાઉસની લીધી મુલાકાત, સરકારી વાહનોની યાદી મંગાવાઇ

|

Mar 22, 2022 | 9:44 PM

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્ગારા ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ પેટે તંત્ર દ્રારા જિલ્લામાં રહેલા તમામ સરકારી વાહનોની યાદી મંગાવવામાં આવી છે.નિયત સમય મર્યાદામાં તમામ કચેરીઓએ આ તમામ માહિતી પૂર્ણ કરીને સોંપી દેવા જિલ્લા વહીવટી તંત્રએ આદેશ આપ્યો છે

Rajkot: જિલ્લા કલેક્ટરે EVM ના વેર હાઉસની લીધી મુલાકાત, સરકારી વાહનોની યાદી મંગાવાઇ
Rajkot Collector Visit Evm Warehouse

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly Election)  પડધમ વાગી રહ્યા છે.આ વર્ષના અંતે ચૂંટણી યોજાઇ શકે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. જેમાં રાજકોટમાં(Rajkot)  રેલ્વે જંકશન વિસ્તારમાં આવેલા ઇ.વી.એમ અને વી.વી.પેટ.ના સંગ્રહ માટેના જુના વેરહાઉસની (EVM warehouse)  જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ મુલાકાત લીધી હતી. રાજકોટમાં જામનગર રોડ નજીક નવા કોર્ટ બીલ્ડીંગ સામે રૂ. ૨.૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના ચૂંટણી પંચની માલિકીના ઇ.વી.એમ. અને વી.વી.પેટ.ના સંગ્રહ માટેનું સમર્પિત અને અતિ આધુનિક ત્રણ માળના વેરહાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જુના વેરહાઉસથી નવા વેરહાઉસ ખાતે ઇ.વી.એમ અને વી.વી.પેટ.ને સ્થળાંતરીત કરવામાં આવી રહ્યા છે.

વિભાનસભા 68  થી 75  ની ટીમના સભ્યો  ઉપસ્થિત રહ્યા હતા

આ નવુ વેરહાઉસ 10 હજાર ચો.મી. જગ્યામાં ફેલાયેલું છે, જેમાં  2100 ચો.મી. જગ્યામાં બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત બે ફ્લોર, સ્ટ્રોંગ રૂમ તથા એફ.એલ.સી. રૂમ (ફર્સ્ટ લેવલ ચેકીંગ) સહિતની તમામ સુવિધાઓ ઉપલ્બ્ધ છે. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.જી.ચૌધરી, મામલતદાર (ચૂંટણી) એમ.ડી.દવે, તાલુકા મામલતદાર કથિરીયા, નાયબ મામલતદારો જી.એચ.ચૌહાણ, વિક્રમસીંહ ઝાલા, માધવ મહેતા, પવન પટેલ સહિત વિભાનસભા 68  થી 75  ની ટીમના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના વાહનોની વિગત મંગાવાય

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્ગારા ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ પેટે તંત્ર દ્રારા જિલ્લામાં રહેલા તમામ સરકારી વાહનોની યાદી મંગાવવામાં આવી છે.નિયત સમય મર્યાદામાં તમામ કચેરીઓએ આ તમામ માહિતી પૂર્ણ કરીને સોંપી દેવા જિલ્લા વહીવટી તંત્રએ આદેશ આપ્યો છે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વિધાનસભાના ચૂંટણીને લઇને અનેક અટકળો

ગુજરાત રાજ્ય વિધાનસભાના ચૂંટણીને  લઇને અનેક અટકળો ચાલી રહી છે. જેમાં રાજ્યમાં વહેલી ચૂંટણીની વાતો પણ વહેતી થઈ છે. તેમજ રાજકીય પાર્ટીઓએ પણ ધીરે ધીરે પોતાના પ્રચાર ઝુંબેશની પણ શરૂઆત કરી છે. જેમાં ભાજપે બુથ સંમેલને અને પેજ પ્રમુખ સંમેલન સહિત માટેની કવાયત હાથ ઘરી છે. તેમજ રાજકોટમાં આજે ભાજપે જાહેર સ્થળો પર કમલના ચિત્ર દોરીને ચૂંટણીનો માહોલ ઉભો કરવાનો અત્યારથી જ શરૂઆત કરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધના પગલે સરકારે કરી આ સ્પષ્ટતા

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન સૌથી વિકટ બન્યો, તમામ મોટા ડેમમાં 10 ટકાથી ઓછું પાણી 

 

Published On - 9:39 pm, Tue, 22 March 22

Next Article