Rajkot : વેપારીઓની તહેવારોના પગલે દુકાનો વધુ સમય ખુલ્લી રાખવા માંગ

|

Aug 15, 2021 | 7:49 PM

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને લઈ રાજકોટના વેપારીઓએ વઘુ સમય દુકાનો ખુલ્લી રાખવા માંગ કરી છે. જેમાં લાંબા સમય બાદ તહેવારોમાં ઘરાકી નિકળી હોવાથી વેપારીઓએ સરકારને છૂટછાટ આપવા માંગ કરી છે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે સરકારે થોડા ઘણાં અંશે લોકો પર નિયંત્રણ રાખ્યાં છે..પરંતુ આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને લઈ રાજકોટના વેપારીઓએ વઘુ સમય દુકાનો ખુલ્લી રાખવા માંગ કરી છે. જેમાં લાંબા સમય બાદ તહેવારોમાં ઘરાકી નિકળી હોવાથી વેપારીઓએ સરકારને છૂટછાટ આપવા માંગ કરી છે. તેમજ જો દુકાન બંધ કરવાનો સમય 9 ની જગ્યાએ 11 કરવા પણ માંગણી કરી છે.

આ વચ્ચે રાજ્ય સરકારે 28 ઓગષ્ટ સુધી આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવાની જાહેરાત કરી છે.જ્યારે આ આઠ મહાનગરોમાં રાત્રે 11 થી સવારે 6 વાગે સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. રાજય સરકારે આ અગાઉ 17 ઓગષ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યો હતોગુજરાતના આઠ મહાનગરો અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢમાંમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. જેમાં રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ રહેશે. તેમજ હાલ કર્ફ્યૂમાં કોઈ પણ રાહત આપવામાં આવી નથી.

આ પણ વાંચો :  Happy Birthday : માત્ર 2 ફિલ્મો બનાવીને ઉદ્યોગને છવાઈ ગયા અયાન મુખર્જી, રણબીર કપૂર સાથે છે ખાસ સંબંધ

આ પણ વાંચો :  રસ્તાથી લઇ વર્કપ્લેસ સુધી મહિલાઓને સલામતી અને આદરનો એહસાસ કરાવો સામૂહિક જવાબદારી : પીએમ મોદી

 

Next Video