Rajkot : લો બોલો, વૃદ્ધે વગાડેલી ડોરબેલથી ઊંઘમાં ખલેલ પહોચતા યુવકે કરી નાખી હત્યા !

|

Jun 06, 2022 | 5:01 PM

અભયે લાકડી વડે કિરીટભાઇને ફટકાર્યા હતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કિરીટભાઇને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે (Rajkot Police) અભય ઉર્ફે મોન્ટુ સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

Rajkot : લો બોલો, વૃદ્ધે વગાડેલી ડોરબેલથી ઊંઘમાં ખલેલ પહોચતા યુવકે કરી નાખી હત્યા !
અભય ઉર્ફે મોન્ટુ વ્યાસ

Follow us on

સામાન્ય બાબતોમાં હત્યા થવાના અનેક કિસ્સાઓ આમે વાંચ્યા હશે પરંતુ રાજકોટમાં (Rajkot News) એક સામાન્ય બાબતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં આવેલા અરિહંત એપાર્ટમેન્ટમાં 5 જૂનના રોજ ઘરની ડોર બેલ વગાડવા જેવી સામાન્ય બાબતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીં રહેતા 70 વર્ષીય કિરીટભાઇ શાહ નામના વ્યક્તિએ તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા અભય ઉર્ફે મોન્ટુ વ્યાસ નામના યુવાનના ઘરે જઇને ડોરબેલ વગાડી હતી અને અભય ઉંઘમાંથી જાગતા રોષે ભરાયો હતો.  જેથી અભયે લાકડી વડે કિરીટભાઇને ફટકાર્યા હતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કિરીટભાઇને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે અભય ઉર્ફે મોન્ટુ સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

ડોરબેલ વગાડતા તેની ઉંઘ બગડી જેથી ગુસ્સો આવી ગયો-અભયની કબુલાત

આ મામલે પોલીસે સાવચેતી રાખીને પહેલાથી જ અભયની અટકાયત કરી હતી. જો કે કિરીટભાઇનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે અભય સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ મામલે ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ જી.એમ.હડિયા સમક્ષ અભયે કબુલાત આપી હતી કે હું અને કિરીટભાઇ બંન્ને સારા મિત્રો હતા. અવારનવાર સત્સંગ કરતા હતા અને સાથે પુસ્તકો પણ વાંચતા હતા જે દિવસ બનાવ બન્યો ત્યારે કિરીટભાઇ પુસ્તક વાંચવા જ આવ્યા હશે. જો કે, તેઓએ ચાર થી પાંચ વખત ડોરબેલ વગાડતા મારી ઉંઘ બગડી હતી અને મને ગુસ્સો આવ્યો હતો અને હું પાવડાનો હાથો લઇને બાર નીકળ્યો હતો અને કિરીટભાઇને ફટકાર્યા હતા.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

અભય વિરુદ્ધ હત્યાના બે સહિત અનેક ગુનાઓ નોંધાયા છે.

પોલીસના કહેવા પ્રમાણે અભય ઉર્ફે મોન્ટુ રીઢો ગુનેગાર છે તેની વિરુદ્ધ બી ડિવીઝન પોલીસ સ્ટેશન અને માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. આ ઉપરાંત પ્રોહિબીશન, મારામારી અને છેતરપિંડીના ગુનાઓ પણ નોંધાઇ ચૂક્યા છે. વર્ષ 2012માં માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ગુનામાં તે છ વર્ષ સુધી જેલમાં હતો. પાંચ વર્ષથી તે તેની માતા સાથે રહે છે. જો કે, કોઇ કામધંધો કરતો નથી માત્ર સૂતો જ રહેતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Next Article