Rajkot: વ્યાજખોરીનું દૂષણ ડામવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હેલ્પલાઈન નંબર શરૂ કર્યો

|

Apr 12, 2022 | 6:21 PM

વ્યાજખોરોના ત્રાસ અંગે કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઈન નંબર 70-16-80-82-44 પર કોલ તો કરી જ શકે છે. સાથે જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime Branch) ઓફિસમાં સવારે 11થી 1 વાગ્યા સુધી પીડિત વ્યક્તિને રૂબરૂ પણ સાંભળવામાં આવશે.

રાજકોટમાં (Rajkot) વ્યાજખોરોનું (Moneylenders) દૂષણ દૂર કરવા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime Branch) દ્વારા વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના પર વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકો અરજી કરી શકે છે. આ અરજી વોટસએપ મારફતે પણ કરી શકાય છે. જો રાજકોટમાં કોઈ વ્યાજના વિષચક્રમાં ફસાયું હોય તો તે હેલ્પલાઈન નંબર 70-16-80-82-44 પર કોલ કરીને પોતાની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે.

વ્યાજખોરોના ત્રાસ અંગે કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઈન નંબર 70-16-80-82-44 પર કોલ તો કરી જ શકે છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં સવારે 11થી 1 વાગ્યા સુધી પીડિત વ્યક્તિને રૂબરૂ પણ સાંભળવામાં આવશે. હેલ્પલાઈન શરૂ કર્યા બાદ રાજકોટ પોલીસને અત્યાર સુધીમાં વ્યાજખોરોના ત્રાસ અંગે કુલ 7 અરજી મળી છે. જે હાલ તપાસ હેઠળ છે. પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં જ તેનો નિકાલ આવશે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહેલે કહ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર વ્યાજખોરી ચલાવી લેવામાં નહીં આવે. જે પણ વ્યક્તિઓ ફરિયાદ કરશે તેની અરજીને જે તે પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવશે અને ત્યાં અરજીની તપાસ થશે. તપાસનું સીધું મોનિટરીંગ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે અને પોલીસ સ્ટેશનના રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વનું છે કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ બે વખત વ્યાજખોરોના આતંક સામે લડવા લોક દરબાર કર્યો છે. પરંતુ તેમ છતાં વ્યાજખોરોનો ત્રાસ દૂર થતો નથી. પોલીસે આ અંગે કહ્યુ કે સરળતાથી રૂપિયા મળતા હોવાથી લોકો વ્યાજખોરોના જાળમાં ફસાતા હોય છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ માન્યતા પ્રાપ્ત ફાઈનાન્સ કંપની, સંસ્થા કે બેન્ક પાસેથી જ લોન મેળવે. જેથી તેઓ વ્યાજના વિષચક્રનો ભોગ ન બને.

આ પણ વાંચોઃ Gujarat Election 2022: હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે, પાટીદાર આંદોલનના કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી

આ પણ વાંચોઃ  અમદાવાદ : 130થી વધુ લોકોને સસ્તી વસ્તુ ઓનલાઇન મંગાવી આપવાના બહાને છેતરપિંડી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video