રાજકોટ કોર્પોરેશનની કડક કાર્યવાહી, સરકારી યોજનાના ભાડા આપેલા મકાનોને તાળા માર્યા

રાજકોટ કોર્પોરેશનની કડક કાર્યવાહી, સરકારી યોજનાના ભાડા આપેલા મકાનોને તાળા માર્યા

| Edited By: | Updated on: Nov 01, 2021 | 8:31 PM

રાજકોટ મહાનગર પાલિકાએ આવાસના માલિકો પોતે રહે છે કે કેમ તે અંગે તંત્રએ ખુલાસો માગ્યો છે. જ્યારે ગોકુલનગર આવાસ યોજનાના 68 મકાન મુદ્દે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે.

રાજકોટના(Rajkot)સામાકાંઠાના ગોકુલનગર આવાસ યોજનામાં ૩૦૦થી વધારે મકાનમાં(Awas) ભાડાનો કાળો કારોબાર ચાલતો હોવાની ફરિયાદ મળી હતી. જેની બાદ રાજકોટ મહાનગર પાલિકાએ(RMC)આવાસ યોજનામાં ચેકિંગ કર્યું હતું. તેમજ જે પૈકી પાંચ મકાનમાં શંકાસ્પદ હલચલ જોવા મળી હતી. આ મકાનોમાં આખરે રાજકોટ મનપાએ તાળું માર્યું છે.

અહીં આવાસના માલિકો પોતે રહે છે કે કેમ તે અંગે તંત્રએ ખુલાસો માગ્યો છે. જ્યારે ગોકુલનગર આવાસ યોજનાના 68 મકાન મુદ્દે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે. આ મકાનોમાં આસપાસના લોકોએ દરવાજા તોડીને અત્યંત ગંદકી કરી છે. આ કેસમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગે મહત્વનો નિર્ણય લીધો છે.રાજકોટ મહાનગરપાલિકાના આવાસ પર કબજાના કેસમાં હવે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આવાસ હજી સુધી ફાળવવામાં નથી આવ્યાં, તેવા આવાસની માલિકી રાજકોટ મહાનગરપાલિકાની છે. આ પ્રકારના આવાસમાં કોઈ કબજો કરશે તો તે વ્યક્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી તેજ, સાબરમતી ખાતે ઓપન વેબ ગર્ડર ગોઠવાયા

આ પણ વાંચો : રાજકોટ : દિવાળી પર્વ પર મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ, આરોગ્ય વિભાગ બન્યું સતર્ક