Rajkot: ફી વધારાને લઈને ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે કોંગ્રેસનું હલ્લાબોલ, વાલીઓ માટે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

|

Feb 24, 2023 | 5:43 PM

Rajkot: ખાનગી સ્કૂલ સંચાલકોની દાદાગીરી સામે વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. શહેરની કેટલીક શાળાઓએ વાલીઓ પર તોતિંગ ફી વધારો ઝીંકતા વાલીઓએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. આ વાલીઓને હવે કોંગ્રેસનું પણ સમર્થન મળ્યુ છે. રાજકોટ શહેર કોંગ્રેસે વધુ ફી વસુલતી શાળાઓ સામે ફી ઘટાડો ઝુંબેશ શરૂ કરી છે. જેમા એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી વાલીઓને તેના પર સંપર્ક કરવા જણાવ્યુ છે.

Rajkot: ફી વધારાને લઈને ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે કોંગ્રેસનું હલ્લાબોલ, વાલીઓ માટે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

Follow us on

રાજ્યની ખાનગી શાળાઓનો ફી વધારાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ફી રેગ્યુલરાઇઝ કમિટી દ્રારા નિયત કરાયેલી ફી કરતા પણ વધારે રૂપિયા કેટલીક ખાનગી શાળાઓ વસૂલતા હોવાની ફરિયાદો સામે આવી છે ત્યારે રાજકોટ કોંગ્રેસ દ્રારા શહેરમાં વઘુ ફી વસુલતી શાળાઓ સામે ફી ઘટાડો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જો કોઇ શાળા દ્રારા મનસ્વી રીતે વધુ ફી વસુલવામાં આવતી હોય તો કોંગ્રેસ તે શાળાના વાલીઓ સાથે મળીને આંદોલન કરશે.

કોંગ્રેસે ફી વધારાથી વાલીઓ માટે હેલ્પલાઈન નંબર 7016837652 જાહેર કર્યો

આ અંગે કોંગ્રેસના નેતા અને વિદ્યાર્થી આગેવાન રોહિતસિંહ રાજપુતે કહ્યું હતું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ખાનગી શાળાઓ દ્રારા એફઆરસી સમક્ષ દસ્તાવેજો રજૂ કરીને અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો છે જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને ભારે મુશ્કેલી પડી રહી છે. કેટલીક શાળાઓ ફી નિર્ધારણ સમિતી સમક્ષ ખોટા બિલ રજૂ કરીને ખર્ચ દર્શાવી રહી છે અને તેના કારણે એફઆરસી ફી વધારો કરી આપે છે.

ત્યારે આવા કિસ્સાઓમાં કોઇ વાલીઓ દ્રારા ફરિયાદ કરવામાં આવશે તો તેની સાથે મળીને FRCનો પણ ખુલાસો પુછવામાં આવશે અને શાળા ખાતે પણ હલ્લાબોલ કરીને આ ફી વધારો પાછો ખેંચાય તેવી માંગ કરવામાં આવશે. રોહિતસિંહ રાજપૂતે આવી ફી વધારાની ફરિયાદ હોય તો મોબાઇલ નંબર 7016837652 પર સંપર્ક કરવા નિવેદન કર્યું છે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

SNK ના વાલીઓએ ફી વધારા સામે કરી ફરિયાદ

રાજકોટની SNK શાળા દ્રારા તાજેતરમાં અલગ અલગ ધોરણમાં 40 થી 50 હજાર રૂપિયાની ફી માં વધારો કર્યો છે. વાલીઓનું માનીએ તો SNK સ્કૂલ સંચાલકોએ 27 ટકાથી વધુને ફી વધારો ઝીંક્યો છે. અલગ અલગ વર્ગમાં કુલ 40થી 50 હજારના અસહ્ય ફી વધારા સામે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ફી નિર્ધારણ કમિટીએ વર્ષ 2018-19માં નિર્ધારીત કરેલી ફી મંજૂર ન હોવાથી શાળા દ્રારા હાઇકોર્ટમાં દ્રાર ખખડાવ્યા હતા અને હાઇકોર્ટે તેની ફી માન્ય રાખી હતી જે બાદ હાઇકોર્ટના નિર્દેશ અનુસાર ફીમાં વધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Rajkot: લગ્ન સહાયના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર રિયલ ફ્રેન્ડ ટ્રસ્ટના પ્રમુખ-ઉપપ્રમુખની ધરપકડ, 1300થી વધુ લોકોને લગાવ્યો ચુનો

જેને લઇને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ ફી નિર્ધારણ કમિટી સમક્ષ ફરિયાદ કરી હતી. વાલીઓએ FRC સમક્ષ શાળાએ દર્શાવેલા ખર્ચ અંગે તપાસ કરવા અને આ ફી વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.

Next Article