Rajkot: કેન્સર હોસ્પિટલના નર્સની હત્યા કરનાર હત્યારાની ધરપકડ, બળાત્કારની કોશિશ કરી તાબે ન થતા કરી નાખી હત્યા

રાજકોટની કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. નર્સની હત્યા કરનાર શખ્સ બળજબરી કરવાના ઇરાદે ઘરમાં પ્રવેશ કરે છે અને પછી નર્સ તાબે ન થતાં વિકૃત શખ્સ નર્સની હત્યા નીપજાવી દે છે. સવાલ એ છે કે શું રાજકોટમાં એકલી રહેતી મહિલાઓ અસુરક્ષિત છે?

Rajkot: કેન્સર હોસ્પિટલના નર્સની હત્યા કરનાર હત્યારાની ધરપકડ, બળાત્કારની કોશિશ કરી તાબે ન થતા કરી નાખી હત્યા
| Edited By: | Updated on: May 15, 2025 | 2:23 PM

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા રૂષિકેશ સોસાયટીમાં સોમવારની રાત્રે ખુની ખેલ ખેલાયો હતો. પાડોશમાં રહેતા કાનજી વાંજા નામના શખ્સે કેન્સર હોસ્પિટલમાં કામ કરતી ચૌલા પટેલ નામની નર્સની છરીના ઘા ઝીંકીને હત્યા નીપજાવી દીધી.
પોલીસે આ કેસમાં હત્યારા કાનજીને તેના ઘરેથી જ પકડી પાડ્યો છે.કાનજી ચૌલાબેનની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ તેના જ ઘરે બાથરૂમમાં છુપાયો હતો જેને પોલીસે તાત્કાલિક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શા માટે અને કઇ રીતે કરી હત્યા ?

પોલીસ અધિકારી એસીપી બી.જે.ચૌધરીના કહેવા પ્રમાણે મૃતક ચૌલાબેન અને હત્યારો કાનજી વાંજા બંન્ને પાડોશમાં રહેતા હતા. ચૌલાબેન પટેલની ચાર મહિના પહેલા જ અમદાવાદથી રાજકોટ કેન્સર હોસ્પિટલમાં બદલી થઇ હતી અને અહીં ઋષિકેશ સોસાયટીમાં એકલા રહેતા હતા. મહિલાની એકલતાને લાભ ઉઠાવીને હત્યારો કાનજી છેલ્લા એક મહિનાથી મહિલાની રેકી કરતો હતો સોમવારે રાત્રીના સમયે મહિલાની એકલતાનો લાભ લઇને કાનજી ચૌલાબેનના ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ચૌલાબેન સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. કાનજીએ મહિલાનો હાથ પકડતાની સાથે જ ચૌલાબેને તેની નજીક પડેલી છરી વડે કાનજીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને કાનજીએ ચૌલાબેનના હાથમાંથી છરી ઝૂંટવીને છાતીના ભાગે મારતા તેનું મોત નીપજ્યું હતું હત્યા બાદ ગભરાયેલો કાનજી અગાશીમાંથી પોતાના ઘરે ભાગી ગયો હતો અને બાથરૂમમાં છુપાઇ ગયો હતો.

પોલીસ અધિકારી એસીપી બી જે ચૌધરીના કહેવા પ્રમાણે કાનજી વાજાં મુળ કોડિનારનો રહેવાસી છે. છુટક મજૂરી કરે છે. કાનજી વિકૃત માનસિકતા ધરાવે છે. તેના મોબાઇલમાંથી પણ પોલીસે પોર્ન વીડિયો કબ્જે કર્યા છે. તેની વિકૃતતાને કારણે જ એક નિર્દોષ મહિલાનો જીવ ગયો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.જો કે આ કિસ્સાએ રાજકોટમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:17 pm, Thu, 15 May 25