રાજકોટમાં(Rajkot) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) કાશ્મીર ફાઇલ્સ(Kashmir Files) ફિલ્મ અંગે કરેલી ટિપ્પણીનો યુવા ભાજપે વિરોધ કર્યો હતો.આજે રાજકોટના કિસાનપરા ચોકમાં ભાજપ યુવા મોરચાએ અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.યુવા ભાજપ દ્રારા કેજરીવાલના પૂતળાનું દહન કર્યુ હતુ.યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાએ કહ્યું હતું કે પંજાબની ચૂંટણીમાં કેજરીવાલનો પાકિસ્તાન પ્રેમ જોવા મળ્યો હતો,કેજરીવાલ પંજાબમાં ચૂંટણી જીત્યા પછી શિક્ષણ ,આરોગ્ય સહિતની ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપવાની વાત કરે છે પરંતુ પ્રધાનમંત્રી પાસે ખાસ પેકેજની માંગ કરે છે.કાશ્મીર ફાઇલ્સ અંગે કરેલી ટિપ્પણીનો સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો હતો.
દિલ્લી ખાતે કેજરીવાલે કાશ્મીર ફાઇલ્સને લઇને ટિપ્પણી કરી હતી.આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવાને બદલે ફિલ્મને ડાયરેક્ટર દ્રારા યુ ટ્યૂબ પર મૂકી દેવાનું કહીને ફિલ્મની મજાક કરી હતી.કેજરીવાલની આ ટિપ્પણીથી ભાજપે વિરોધ કર્યો હતો અને કાશ્મિરી પંડિતોની લાગણી દુભાઇ હોવાનો દાવો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે કાશ્મીર ફાઇલ ફિલ્મ કરમુક્ત કરવાની વિપક્ષની માંગ પર પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું કે એક ફિલ્મ નિર્દેશક કરોડોની કમાણી કરી રહ્યો છે અને ભાજપના લોકો પોસ્ટર લગાવી રહ્યા છે. જો દરેકને ફિલ્મ બતાવવાની હોય, તો ડાયરેક્ટરને કહો તેને યુટ્યુબ પર મૂકી દે દરેક વ્યક્તિ તેને મફતમાં જોઈ શકશે. કરમુક્તિની શું જરૂર છે? પરંતુ કાશ્મીરી પંડિતોના નામે કરોડોની કમાણી થઈ રહી છે. કેજરીવાલે કહ્યું કે હું ભાજપના તમામ નેતાઓ અને તેમના સમર્થકોને મનથી વિચારવાની અપીલ કરું છું.
જો કે, અરવિંદ કેજરીવાલનું વિધાનસભામાં ભાષણ સમાપ્ત થતાં જે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા હતા સોશિયલ મીડિયા યુઝર્સે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં કરમુક્ત કરવામાં આવેલી ફિલ્મોની યાદીબતાડી હતી. તેમજ લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે તે અન્ય ફિલ્મોને ટેક્સ ફ્રી કરી શકે છે તો પછી કાશ્મીરી ફાઇલ્સને ટેક્સ ફ્રી કરવામાં શું વાંધો છે.
આ પણ વાંચો : Gandhinagar: UGVCLના એક્ઝીક્યુટિવ એન્જિનિયરનું સ્ફોટક નિવેદન, ખેડૂતોને પૂરતી વીજળી ન મળતી હોવાનો સ્વીકાર
આ પણ વાંચો : Rajkot : કોંગ્રેસે નવું માળખું જાહેર થતા જ ભડકો, પાટીદાર નેતાઓએ વ્યક્ત કરી નારાજગી
Published On - 7:53 pm, Fri, 25 March 22