રાજકોટ જિલ્લામાં ભાજપના આંતરિક જુથવાદને કારણે સહકારી ક્ષેત્રમાં પદાધિકારીઓની નિમણૂક અધ્ધરતાલ ?

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટરોની ચૂંટણીને બે મહિના જેટલો સમય પૂર્ણ થવા આવ્યો પરંતુ હજુ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરાઇ નથી અને આગામી દિવસોમાં દિવાળી સુધી આ નિમણૂક થાય તેવી પણ કોઇ શક્યતા દેખાઇ રહી નથી.

રાજકોટ જિલ્લામાં ભાજપના આંતરિક જુથવાદને કારણે સહકારી ક્ષેત્રમાં પદાધિકારીઓની નિમણૂક અધ્ધરતાલ ?
| Edited By: | Updated on: Oct 25, 2026 | 7:21 PM

ગત 8 સપ્ટેમ્બરના રોજ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ આવી ગયું હતું સામાન્ય રીતે પરિણામના આઠ થી દસ દિવસમાં આ નિમણૂકો થઇ જતી હોય છે પરંતુ આ વખતે રાજકોટ જિલ્લા ભાજપમાં રહેલા આંતરિક જુથવાદને કારણે આ નિમણૂકો અટકી ગઇ છે. એવું નથી કે માત્ર રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ એક માત્ર સંસ્થા હોય પરંતુ રાજકોટ જિલ્લા સંઘની ચૂંટણીમાં પણ ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક અટકી જતાં રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્રની કામગીરી ઠપ્પ થઇ હોય તેવું લાગી રહ્યું છે.

ભાજપના આંતરિક જુથવાદથી પ્રદેશ નેતૃત્વએ કામગીરી ઠપ્પ કરી?

રાજકોટ જિલ્લા ભાજપમાં આંતરિક જુથવાદ ચાલી રહ્યો છે. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં મેન્ડેન્ટની વિરુદ્ધ ઉમેદવારી થઇ અને વ્હિપની વિરુદ્ધ જઇને મતદાન થતાં બે બળવાખોર ઉમેદવારો વિજેતા થયાં હતા. જ્યારે આ બળવાખોર ઉમેદવારોએ ફોર્મ ભર્યા ત્યારે શરૂઆતમાં ભાજપે આ ઉમેદવારો ભાજપના જ કાર્યકર હોવાનું જણાવ્યું હતું જો કે આ ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓની હાર થતાં જિલ્લા ભાજપે તેને બળવાખોર ગણાવ્યા હતા. બળવાખોર વિજેતા ઉમેદવારો જયેશ રાદડિયાના ટેકેદાર હોવાની છાપ ઉપસી હતી.

આંતરિક જુથવાદને કારણે પ્રદેશ ભાજપે નિમણૂકની પ્રક્રિયા અભેરાઇએ મૂકી ?

એક તરફ પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી પ્રશાંત કોરાટના સમર્થનથી પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે અને ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક આડે પોતાનો રોલ ભજવી રહ્યા છે બીજી તરફ રાદડિયા જુથ પાસે ડિરેક્ટરોનું સમર્થન છે. જેથી ભાજપ બંન્ને વચ્ચેની લડાઇમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં હોય તેવું હાલ લાગી રહ્યું છે.

આ જ રીતે રાજકોટ જિલ્લા સંઘમાં પણ નિમણૂકો અટકી છે. આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાં બેડી માર્કેટીંગ યાર્ડ સહિત અનેક યાર્ડની ચૂંટણી આવી રહી છે. રાજકોટ જિલ્લાની બીજી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ આવી રહી છે તેની વચ્ચે રાજકોટનો આંતરિક જુથવાદ સહકારી ક્ષેત્રને સૌથી વધારે અસર કરે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

જ્યાં સુધી બે સહકારી સંસ્થાઓના પદાધિકારીઓની નિમણૂક નહિ થાય ત્યાં સુધી માર્કેટીંગ યાર્ડ સહિત અન્ય સંસ્થાઓની ચૂંટણીનું જાહેરનામૂં બહાર પડે તેવી કોઇ શક્યતા જોવાઇ રહી નથી.

 

APMCની ચૂંટણી પહેલા ચેરમેન બોઘરાએ પાંચ વર્ષનો હિસાબ આપ્યો, રાદડિયા વિરોધીઓ પર તૂટી પડ્યા

 

Published On - 7:13 pm, Sun, 25 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.