Gujarati NewsGujaratRajkotRajkot bjp congress corporators forget politics and donate salary of one month for pulwama attack soldiers family
શહીદોના પરિવારોને મદદ કરવા માટે રાજકોટના ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો થયાં એક, પોતાનો એક મહિના પગારને કરશે શહીદોને અર્પણ!
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં શહીદો માટે સહાયની સરવાણી ફૂટી રહી છે. આ સમયે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો પણ શહિદોના પરિવારની મદદ માટે આગળ આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના 72 કોર્પોરેટરોએ પોતાનો એક મહિનાનો પગાર શહિદોના નામે કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં શહિદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને બે મિનીટનું મૌન પાડવામાં આવ્યુ હતુ. TV9 […]
Follow us on
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં શહીદો માટે સહાયની સરવાણી ફૂટી રહી છે. આ સમયે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો પણ શહિદોના પરિવારની મદદ માટે આગળ આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાના 72 કોર્પોરેટરોએ પોતાનો એક મહિનાનો પગાર શહિદોના નામે કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં શહિદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને બે મિનીટનું મૌન પાડવામાં આવ્યુ હતુ.
એક કોર્પોરેટરને મહિને 15000નું વેતન મળે છે જે વેતન મળીને કુલ 10 લાખ 80 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી. દેશમાં આવેલી આફત સમયે તમામ રાજકીય પાર્ટીઓ એક છે જેનું ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યુ હતુ.