Rajkot : રાજ્યના એક કેબિનેટ મંત્રી IPLની ટિકિટ માટે આવતા ફોનથી છે પરેશાન

|

May 26, 2023 | 7:36 PM

રાજકોટ ખાતે આવેલા કેબિનેટ મંત્રીએ ગુજતરતના લોકોમાં ક્રિકેટ ફિવર અંગે વાત કરતાં કહ્યું મારા પર ઘણા લોકોના ફોન આવ્યા કે અમને મેચની ટિકિટ જોઇએ છે.

Rajkot : રાજ્યના એક કેબિનેટ મંત્રી IPLની ટિકિટ માટે આવતા ફોનથી છે પરેશાન

Follow us on

Rajkot: ગુજરાતમાં આઇપીએલ મેચનો ફિવર જામ્યો છે. દરેક વ્યક્તિ આજના સેમિફાઇનલની મેચ માટે પ્રયત્નશીલ છે ત્યારે આ મેચની ટિકિટને લઇને રાજ્યના એક કેબિનેટ મંત્રી પણ પરેશાન છે. રાજકોટ ખાતે આવેલા કૃષિમંત્રી રાઘવજી પટેલે ક્રિકેટ ફિવર અંગે કહ્યું હતું કે અમદાવાદ ખાતે આજે જે ફાઇનલ મેચ રમાવાની છે તેની ટિકિટ માટે મને અનેક ફોન આવ્યા પરંતુ હજી મને પણ ટિકિટ નથી મળી.

લોકોએ મને ફોન કરીને ટિકિટ માગી રહ્યા છે

રાઘવજી પટેલે વધુમાં કહ્યું હતું કે હું રાજકોટનો પ્રભારી છું. અહીં ભાજપના મહામંત્રી મનસુખ રામાણીએ મારી પાસે મેચની ટિકિટ માંગી અને આવા અનેક લોકોએ મને ફોન કરીને ટિકિટની માંગણી કરી છે. મેં પણ ગુજરાત ક્રિકેટ બોર્ડને પત્ર લખીને ટિકિટની માંગણી કરી છે પરંતુ હજી મને ટિકિટ મળી નથી. રાઘવજી પટેલે કહ્યું હતું કે આપણા દેશમાં ક્રિકેટ રસિકોની સંખ્યા ખુબ જ વઘારે છે અને તેમાં પણ આઇપીએલ મેચનો યુવાનોમાં ક્રેઝ હોય છે ત્યારે આ મેચ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.

રમતોના આયોજન દ્વારા કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વિકસે છે- રાઘવજી પટેલ

રાજકોટ જિલ્લા પંચાયત તથા ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રીક્રીએશન કલબના સંયુક્ત ઉપક્રમે 31મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે શુભારંભ કર્યો હતો. આ તકે મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, તમામ જિલ્લાઓમાં સરકારની કામગીરીને ધબકતી રાખતી પંચાયતોના કર્મચારીઓ માટે કરવામાં આવેલું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પ્રશંસનિય છે. આવી રમતોના આયોજન દ્વારા કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વીકસે છે અને કામ કરવાનો જુસ્સો બમણો થાય છે. 31 મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં તા. 26 થી 31 મે સુધી ચાલશે જેમાં 30 જિલ્લા પંચાયતના કુલ 600 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. હાલમાં ગરમીના કારણે મોટાભાગના મેચ વહેલી સવારે અને રાત્રીના સમયે રમાડવામાં આવે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં રોકડની અછત સર્જાઇ, ખેડૂતોએ 2000 રુપિયાની નોટ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

આ રીતે કરી શકશે ટિકિટ બુક

IPL 2023ની બીજી કવોલિફાયર માટેની ટિકિટ Paytm Insider નામના ઓનલાઈન ટિકિટ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે. “TATA IPL 2023 – Qualifier 2 | Ahmedabad” દર્શાવતા આઇકન પર ક્લિક કરીને તમે ટિકિટ બુક કરી શકશો. જેમાં કુલ પાંચ અલગ અલગ પ્રાઇસ કેટેગરી માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં 800, 1,000, 1500, 2000 અને 4,000 રુપિયા સુધીની ટિકિટ બુક કરાવી શકાશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:35 pm, Fri, 26 May 23

Next Article