રાજકોટમાં પ્રોહિબીશનની કાર્યવાહી બનશે કડક ! FIRમાં 13 મુદ્દાઓ સામેલ કરવાની DCPની સૂચના

|

Apr 29, 2022 | 8:36 PM

રાજકોટ (Rajkot)ક્રાઇમ બ્રાંચમાં સામેલ થવા ઇચ્છતા કોઈપણ પોલીસકર્મી માટે ડીસીપી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જે પોલીસકર્મીઓએ સામેલ થવું હોય તેવા કર્મીઓએ ત્રણ વર્ષની કામગીરી દર્શાવતું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

રાજકોટમાં પ્રોહિબીશનની કાર્યવાહી બનશે કડક ! FIRમાં 13 મુદ્દાઓ સામેલ કરવાની DCPની સૂચના
Prohibition proceedings in Rajkot will be strict, DCP's instruction to include 13 issues in FRI

Follow us on

સાયલા દારૂકાંડ બાદ રાજકોટ (Rajkot) પોલીસ પોતાની ખરડાયેલી છાપ સુધારવા મચી રહી છે. ખાસ કરીને નવનિયુક્ત ક્રાઈમ બ્રાન્ચના (Crime Branch) ડીસીપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સુદ્રઢ કરવા અનેક નવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. પહેલાં ક્રાઈમ બ્રાંચમાં જોડાવા ઇચ્છુક પોલીસકર્મીઓએ કામગીરીના પ્રમાણપત્ર ફરજિયાત કર્યા બાદ હવે પ્રોહિબિશનના કેસો માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બુટલેગરથી સપ્લાયર સુધી 13 મુદ્દાનો ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જે 13 મુદ્દાનો હવે ફરજિયાત FIRમાં ઉલ્લેખ કરવો પડશે.

આ છે 13 મુદ્દાઓ જેનો ઉલ્લેખ કરવો ફરજીયાત

રાજકોટના ડી.સી.પી ગોહિલ દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર પ્રોહિબિશનના કેસમાં કેટલીક બાબતોની વિશેષ નોંધ રાખવી પડશે જેમાં, દારૂ કયા રૂટ પરથી આવ્યો ? વાહન કોની માલિકીનું છે જેના આધાર પુરાવા, મોબાઇલ મળ્યો હોય તો તેની કોલ ડીટેલ, દારૂના જથ્થાની વિગત, દારૂનો જથ્થો મોકલનાર કોણ અને ક્યાંથી આવ્યો, દારૂનો જથ્થો ક્યા સ્થાનિક બુટલેગરે મંગાવ્યો ? આ ઉપરાંત બુટલેગર થી સપ્લાય સુધીની તમામ ગાડીઓની તપાસ કરીને તેનો એફઆરઆઇમાં ઉલ્લેખ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો

અગાઉ તપાસ આગળ વધતી ન હતી

અગાઉ જ્યારે પણ ક્રાઇમ બ્રાંચમાં દારૂ પકડાયો હતો. ત્યારે તપાસ સ્થાનિક પૂરતી મર્યાદિત રહેતી હતી. પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો તો પકડવામાં આવતો હતો. પરંતુ સપ્લાય ચેઇન સુધી પોલીસ પહોંચી ન હતી. જેના કારણે તપાસ અધૂરી રહેતી હતી. જેને લઇને પોલીસ દ્વારા ખાસ આદેશ આપવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચમાં સામેલ થવા ખાસ પ્રમાણપત્ર

રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં સામેલ થવા ઇચ્છતા કોઈપણ પોલીસકર્મી માટે ડીસીપી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જે પોલીસકર્મીઓએ સામેલ થવું હોય તેવા કર્મીઓએ ત્રણ વર્ષની કામગીરી દર્શાવતું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.આને કારણે હવે માનીતાઓને નહિ પરંતુ કાબીલ પોલીસકર્મીઓને સ્થાન આપવામાં આવશે.

આ પણ વાંચો :ભાજપના ધારાસભ્યનો શિવસેના પર ઈલેક્ટ્રિક બસ ટેન્ડરમાં ગોટાળાનો આરોપ, કહ્યું- વિદેશી કંપનીને ફાયદો કરાવવાનો પ્રયાસ

આ પણ વાંચો :Ahmedabad: રેશન દુકાનદારો પરેશાન, બેંકનું સર્વર બંધ થતાં ચલણના નાણાં ભરવામાં મુશ્કેલી

Published On - 6:39 pm, Fri, 29 April 22

Next Article