Rajkot : ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે ઘર્ષણ, કારના કાચ તૂટ્યાં, જુઓ Video

ગણેશ જાડેજાના પડકાર બાદ ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ગોંડલ આવવા માટે પડકાર ફેંક્યો હતો. જે બાદ આ પડારનો સ્વિકાર કરીને અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે છે.

Rajkot : ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે ઘર્ષણ, કારના કાચ તૂટ્યાં, જુઓ Video
Rajkot
| Edited By: | Updated on: Apr 27, 2025 | 11:53 AM

ગણેશ જાડેજાના પડકાર બાદ ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ગોંડલ આવવા માટે પડકાર ફેંક્યો હતો. જે બાદ આ પડારનો સ્વિકાર કરીને અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે છે. આ મુલાકાતની સાથે જ ગણેશ જાડેજાના સમર્થકોએ રસ્તા પર કાળા વાવટા બતાવી જોરદાર વિરોધ કર્યો.

અલ્પેશ કથીરિયા જ્ઞાતિવાદી હોવાના આક્ષેપ સાથે પોસ્ટર બતાવી વિરોધ નોંધાવ્યો. વિરોધ વચ્ચે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે છે. સૌ પ્રથમ આશાપુરા મંદિરમાં દર્શન કરીને ગોંડલ પ્રવાસની શરૂઆત કરી છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ગમે તેટલો વિરોધ થાય અમે અમારો પ્રવાસ ચાલુ રાખીશું. ગોંડલમાં જે ભયનો માહોલ ઊભો કરીને ફરતા હતા તે લોકો હવે બૌખલાયા છે.

 

અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચી આશાપુરા માતાના મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. ત્યારબાદ તેઓ સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કરવા જવાના છે. ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે સંઘર્ષ થયો છે. જેમાં કારના કાચ તૂટ્યાં છે. બંન્ને સમર્થકો વચ્ચે બબાલ થઈ છે.

 

રાજકોટમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચે વિવાદ વકર્યો છે. ગણેશ જાડેજાનો પડકાર અલ્પેશ કથીરિયાએ સ્વીકાર્યો છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા ગોંડલ પહોંચ્યા હતા. એક બાજુ ગણેશ જાડેજાના સમર્થક તો બીજી બાજુ ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથીરિયા સામે કાળા વાવટા દર્શાવી વિરોધ કર્યો છે.

 

ગોંડલમાં આશાપુરા મંદિર અને અક્ષર મંદિરમાં દર્શન કરશે. મંદિરમાં દર્શન બાદ ગોંડલના વિવિધ વિસ્તારોની મુલાકાત કરશે. જયરાજસિંહ જાડેજાના ઘર આગળથી પણ તેઓ પસાર થઈ શકે છે. ગોંડલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 500 જેટલા પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. અગાઉ બંનેના પોસ્ટર વોર પણ સામે આવી ચૂક્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો