ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતા અને પાટીદાર આગેવાનો ખોડલધામની મુલાકાતે, નરેશ પટેલ સાથે કરી બેઠક

|

Mar 20, 2022 | 12:51 PM

ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર યુવાનો ઉપર કરવામાં આવેલ કેસો સરકાર તાત્કાલિક પાછા ખેંચે તે માટેની વાત કરવા સાથે સરકારમાં રજૂઆત કરવા બાબતે વાત થઈ હતી અને અમે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તેવી ઈચ્છા રાખીયે છીએ.

આજે ઉત્તર ગુજરાત (North Gujarat) ના કોંગ્રેસ (Congress) નેતા અને પાટીદાર (Patidar) આગેવાનો એ ખોડલધામની મુલાકાત લીધી હતી અને ખોડલધામ (Khodaldham) ના ચેરમેન નરેશ પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી, ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલ, મનોજ પનારા સહિત અનેક આગેવાનો અને 300 જેટલા પાટીદાર આજે ખોડલધામ આવી પહોંચ્યા હતા. મા ખોડલના દર્શન બાદ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ (Naresh Patel) સાથે બેઠક યોજી હતી અને અહીં તેવોએ પાટીદાર સમાજના ઉત્થાન માટે અને સમાજના પ્રશ્ને વાત કરી હતી.

સાથે સાથે પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર યુવાનો ઉપર કરવામાં આવેલ કેસો સરકાર તાત્કાલિક પાછા ખેંચે તે માટેની વાત કરવા સાથે સરકારમાં રજૂઆત કરવા બાબતે વાત થઈ હતી, જયારે ઘણા લાંબા સમયથી નરેશ પટેલની રાજકારણ પ્રવેશ બાબતે વાત કરતા ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે અમે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તેવી ઈચ્છા રાખીયે છીએ અને નરેશભાઈને કોંગ્રેસમાં આવકારીએ છીએ, સાથે સાથે પાટીદાર અનામત આંદોલન દરમિયાનના કેસો સરકાર પાછા ખેંચે તેવી રજૂઆત સરકારમાં ધારદાર કરવામાં આવશે તેવુ ગીતાબેન પટેલે જણાવ્યું હતું.

જ્યારે મહેસાણાના કોંગ્રેસના ઉપ પ્રમુખ ભરત પટેલ સ્પષ્ટ રીતે જણાવેલ કે તેવોની ખોડલધામ અને નરેશભાઈ પટેલની સાથેની મુલાકાતનો હેતુ માત્ર નરેશભાઈ કોંગ્રેસમાં જોડાય તેવો હતો અને તે માટે નું આમંત્રણ આપવા આવ્યા હતા, નરેશ પટેલે તેની રાજકારણ પ્રવેશની વાત ઉપર પડદો પડતા કહ્યું હતું કે તેને વિચારવા માટે હજુ વધારે સમય જોઇ છે અને યોગ્ય સમયે તેવો તેની જાહેરાત કરશે.

આ પણ વાંચોઃ નડિયાદ-અમદાવાદ હાઈ વે પર અકસ્માતમાં 4ના મોતમાં મોટો ઘટસ્ફોટ, બાઈક સવાર યુવકોની બાઈકને ટક્કર માર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

આ પણ વાંચોઃ  Ahmedabad: 2 દિવસમાં નશો કરીને ડ્રાઈવ કરનારા 84 લોકો વિરુદ્ધ કેસ, હજુ પણ નિયમ તોડનારાઓની ખેર નથી

Published On - 12:42 pm, Sun, 20 March 22

Next Video