રાજકોટ કોર્પોરેશને શરૂ કર્યું મેગા ડ્રાઇવ, અનેક વિસ્તારોમાંથી દૂર કર્યા ગેરકાયદે ફૂડ સ્ટોલ

|

Nov 13, 2021 | 11:31 PM

રાજકોટ કોર્પોરેશન દ્વારા મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં જાહેર રસ્તાઓ પરથી ખાણીપીણીની લારીઓ સહિતના દબાણ હટાવવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં(Gujarat)રાજકોટ(Rajkot)સહિતના કોર્પોરેશન વિસ્તારમાંથી ગેરકાયદે ઈંડા અને નોન વેજની લારીઓ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શનિવારે રાજકોટ કોર્પોરેશન દ્વારા મેગા ડ્રાઇવ (Mega Drive)હાથ ધરવામાં આવી છે. જેમાં જાહેર રસ્તાઓ પરથી ખાણીપીણીની લારીઓ(Street Stall)સહિતના દબાણ(Enchrochment) હટાવવામાં આવી રહ્યા છે. રાજકોટના ઇન્દિરા સર્કલ, રૈયા ચોકડી, ૧૫૦ ફૂટ રિંગરોડ વિસ્તારોમાંથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.

જો કે રાજકોટ કોર્પોરેશનની આ કાર્યવાહીનો સ્થાનિક લારી સંચાલકો વિરોધ કરી રહ્યા છે. તેમજ ધંધા રોજગાર માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ માંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat) મહાનગરપાલિકાઓ (Corporation) દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે નોન-વેજ અને ઈંડાની લારીઓ દૂર કરવાના આદેશથી સમગ્ર રાજયના વિવાદ ઉભો થયો છે. રાજકોટ નગર પાલિકાએ સૌથી પહેલા આ આદેશ કર્યો હતો તેની બાદ વડોદરા, સુરત અને અમદાવાદ, ભાવનગર માં પણ આનો અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જો કે દેખાય નહિ તે રીતે અને લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે રીતે વેચાણ કરી શકાય છે. જો કે મનપાના આ આદેશનો આ લારીવાળા વિરોધ કરી રહ્યા છે.

જેમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, વડોદરા અને ત્યારબાદ અમદાવાદ કોર્પોરેશને પણ ફૂટપાથ કે જાહેરમાં નોન વેજની લારીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ફુટપાથ પર ઘંઘો કરનારાઓને ભૂમાફિયાઓ સાથે સરખાવ્યા તો લારી-ગલ્લા અને પાથરણાવાળાઓએ તેનો સખત વિરોધ કર્યો.

આ પણ વાંચો :  Gujarat : કોરોનાના લેટેસ્ટ અપડેટ સાથે જાણો રાજ્યના અન્ય મહત્વના સમાચારો

આ પણ વાંચો : ગુજરાતમાં ૧૫ મી નવેમ્બર બાળવાર્તા દિન તરીકે ઉજવવાની શિક્ષણ મંત્રીની જાહેરાત

Next Video