Gujarati NewsGujaratRajkotRajkot Fire News In Gujarati: Massive fire breaks out at gaming zone in Gujarats Rajkot rescue operation
Rajkot gaming zone fire incident LIVE : રાજકોટની દુર્ઘટનાને લઈ પોલીસ બેડામાં ફફડાટ, CP રાજુ ભાર્ગવ અને કમિશનર આનંદ પટેલની બદલી
રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખૌફનાક ઘટના ઘટી છે. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 28 લોકોના મૃત્યુ થયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે. હજુ આ આંકડો પણ વધી શકે તેમ છે. આ દુઃખદ અને ગંભીર ઘટના પર અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે.
રાજકોટમાં વેકેશનની મજા માણતા 12 બાળકો સહિત 28 લોકોની જિંદગી આગમાં ભૂંજાઈ ગઈ. હજી પણ આંકડો ઝડપાઇ શકે છે. પરિવારજનોને તો એ પણ નથી ખબર કે પોતાના બાળકોના મૃતદેહ ક્યાં છે. પરંતુ આ ઘટનામાં રાજકોટ કોર્પોરેશનની પણ એટલી જ બેદરકારી સામે આવી છે. કેમકે TRP ગેમઝોનમાં ફાયર NOC જ ન હોવાનો મોટો ખુલાસો થયો છે. એટલું જ નહીં. કેટલાય સમયથી ચાલતા આ ગેમઝોનનું આજદિન સુધી ફાયર સેફ્ટીની અરજી જ નહોતી કરાઈ. TV9ના કેમેરામાં ફાયર સેફ્ટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું. જેમાં નવા નકોર પેક કરેલા સાધનો છે. પરંતુ NOCની હજુ સુધી કોર્પોરેશનમાં અરજી જ નહોતી કરાય. ત્યારે ચોક્કસ RMC તંત્ર પર પણ સવાલ ઉઠે છે કે, મોટી મોટી વાતો કરતું RMCની મંજૂરી વગર આટલુ મોટું ગેમઝોન કેવી રીતે શરૂ થઈ ગયું ? આ સેફ્ટી સાથેની રમત.., નિર્દોષોની જિંદગી સાથેની રમત છે.
LIVE NEWS & UPDATES
The liveblog has ended.
27 May 2024 06:57 PM (IST)
Rajkot gaming zone fire: 28 જિંદગીના ગુનેગાર જનતાની સામે
રાજકોટ TRP ગેમઝોનમાં આગ દુર્ઘટનામાં 28 જિંદગીઓ હોમાઈ છે ત્યારે રાજકોટ બાર એસોસિયેશને મોટા નિર્ણય લીધો છે. આરોપી તરફથી કેસ ન લડવા રાજકોટ બાર એસોસિયેશનને ઠરાવ પસાર કર્યો છે. એકપણ વકીલ આગ ધુર્ઘટનાના આરોપીઓ તરફથી કેસ નહીં લડે. આ આરોપીઓ હવે આખા દેશ સામે ખુલા પડ્યા છે. 3 આરોપી છે જે હવે પોલીસના સકંજામમાં છે જેંઆ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
27 May 2024 12:06 AM (IST)
રાજકોટ ગેમ ઝોન ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગ ની કાર્યવાહી
પોલો મેદાન પરના IPL ફેન પાર્ક ને બંધ કરાવાયું
પોલીસ અને ફાયર ની ટીમ પહોંચી હતી આયોજન સ્થળે
NOC ના અભાવે IPL ફેન પાર્ક ને બંધ કરાવવામાં આવ્યું
IPL મેચ લાઇવ નિહાળવાનું કર્યું હતું આયોજન
10 હજાર લોકો એક સાથે બેસી IPL મેચ લાઇવ નિહાળી શકે તેવું કરવાંમાં આવ્યું હતું આયોજન
આજે ફાઇનલ મેચ ના લાઇવ સ્ક્રિકિંગ નું હતું આયોજન
27 May 2024 12:04 AM (IST)
Rajkot gaming zone fire: રાજકોટ અગ્નિકાંડમાં તપાસ તેજ
રાજકોટ TRP ગેમ ઝોનની ઘટનાના પ્રથવ વખત સીસીટીવી આવ્યા સામે.. વેલ્ડિંગના તણખા ઝરતાં લાગી આગ.. બુઝાવવાના પ્રયાસ નિષ્ફળ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ..
રાજકોટના TRP ગેમઝોન દુર્ઘટના મામલે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી.. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે માગ્યો છે જવાબ..
તો અગ્નિકાંડમાં અંગે હવે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ કરશે તપાસ.. ઝડપથી ગુનાની તપાસ પૂર્ણ કરીને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવાઈ..
TRP ગેમઝોનના સંચાલકોએ ફાયર NOC ન લીધી હોવાનો ખુલાસો.. તો બાંધકામ અને મંજૂરી મુદ્દે મનપાની ટીપી શાખાએ ખંખેર્યા હાથ..
26 May 2024 11:48 PM (IST)
રાજકોટ બાદ વડોદરા કારેલીબાગનાં આમ્રપાલી કોમ્પલેક્ષમાં આગ
કારેલીબાગનાં આમ્રપાલી કોમ્પલેક્ષમાં આગ
વીજ મીટરમાં ધડાકા સાથે આગ લાગતાં નાસભાગ
પબ્લિકથી ધમધમતાં કોમ્પ.માં આગથી અફરાતફરી
કોમ્પલેક્ષમાં રેસ્ટોરન્ટ અને ખાણી પીણીની દુકાનો
રવિવારનાં દિવસે કોમ્પલેક્ષમાં જામે છે ભારે ભીડ
ફાયર બ્રિગેડે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
કોમ્પલેક્ષમાં દુકાનો,ઓફિસો અને ફ્લેટ્સ આવેલાં છે
26 May 2024 11:19 PM (IST)
રાજકોટના TRP ગેમ ઝોનમાંથી બિયરના ટીન મળી આવ્યા
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં હજુ તપાસના ધમધમાટ ચાલુ છે. તપાસ દરમિયાન ગેમઝનોમાંથી બિયરની ટીન મળી આવ્યા છે. ગેમઝોનમાથી બિયરની ટીન મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. દારૂબંધી ધરવતા રાજ્યમાં આવી રીતે બિયરની ટીન ક્યાંથી આવ્યા. શું ગેમઝોનના કોઈ ખૂણે પાર્ટી થતી હતી.
આશરે 50 મીટ ૨ પહોળુ તથા આશરે 60 મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલુ ઉંચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનથી માળખુ ઉભુ કરી ગેમ ઝોન બનાવ્યું
અગ્નિ દુર્ઘટના સર્જાય ત્યારે તેને તત્કાળ કાબુ કરી શકાય તેવા અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર અને અગ્નિશમન વિભાગની એન.ઓ.સી. કે પ્ર માણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમ ઝોન ઉભું કર્યું
સાંજે 5 વાગ્યા ના અરસામાં આગ લાગી
5.45 વાગ્યે રાજકોટ તાલુકા પો.સ્ટે.ની પી.સી.આર. નમ્બર 22 ના ઇન્ચાર્જ પો.કોન્સ.મહાવીરસિંહ જામભાએ psi જીગ્નેશ ત્રાજીયાને જાણ કરતા તેઓ પહોંચ્યા
પોલીસે FIR માં પ્રારંભિક ત્રણ સાક્ષીઓ દર્શાવ્યા
ધુમીલભાઇ કેતનભાઇ કુજડીયા
મનીષભાઇ રમેશભાઈ ખીમસુરીયા
જીજ્ઞાબા વિરેન્દ્રસિંહ જાડેજા
ગીરીરાજ હોસ્પીટલના તબીબ દ્વારા પોલીસ મથકે સત્તાવાર એમેલસી નોંધ કરાવી
બચાવ કામગીરી માટે પહોંચેલી ફાયરબ્રિગેડ ની ટીમના અધિકારી ભીખાભાઇ થેબા એ પોલીસ ને શુ કહ્યું?
ગેમ ઝોન સંપુર્ણ ફેબ્રીકેશનના સ્ટ્રક્ચર પર બનેલ જણાયુ છે જેમાં બેઝ તરીકે લોખંડની એન્ગલો તથા ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરી બનાવેલ ,અંદર અલગ અલગ વિભાગોમાં ગેમ ઝોન બનાવેલી હતી જેમાં ખુબજ મોટા પ્રમાણમાં ઇલકેટ્રીક વાયરીંગ તેમજ એ.સી.ના વેન્ટ લાગેલ હતા જો આ ગેમ ઝોન માં આગ લાગવાની ધટના બને તો તેને પહોચી વળી રોકી શકાય તેમજ મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઇ ખાસ અસરકારક ફાયર સાધનો જણાઇ આવેલ ન હતા.
26 May 2024 06:38 PM (IST)
Rajkot gaming zone fire: અગ્નિકાંડની કહાણી પ્રત્યક્ષદર્શીઓની જુબાની
રાજકોટ TRP ગેમ ઝોનમાં નિયમોના નામે લોલમલોલ
પ્રત્યક્ષદર્શીઓએ ખોલી TRP ગેમ ઝોનની પોલ
આગ પહેલા બ્લાસ્ટથી ધણધણયો ગેમ ઝોન
અતિશય મોટા અવાજે વાગતા મ્યુઝિકના કારણે ઘણા અજાણ રહ્યા
ફાયર એલાર્મ જેવી કોઈ સિસ્ટમ જ ના હોવાનો દાવો
મિનિટોમાં આગ પ્રસરી અને પતરાનો ઢાંચો ધરાશાયી થયો
લોકોની ચિચિયારીઓથી ગાજ્યું વાતાવરણ
ફાયર એસ્ટીન્ગ્યુશરનો અભાવ
ફાયર એક્ઝિટની પણ વ્યવસ્થા નબળી
પતરાના ઢાંચા નીચે ફસાયેલા લાતો મારી બહાર નીકળી શક્યા
સ્વજનોને પાછા લાવોની માંગ કરતા અસરગ્રસ્તો
4 લાખની સહાય નહીં, નિર્દોશોને ન્યાય એ જ ઉપાય
દાઝેલા દેહને અગ્નિદાહ પણ શક્ય નહીં બને
26 May 2024 06:36 PM (IST)
ગુમ થયેલ વ્યક્તિઓની પોલીસ દ્વારા કોઈ વિગત ના આપતા અનેક પરિવારોના સિવિલમાં ધક્કા
4 કલાક બાદ પણ હજી સુધી ગુમ થયેલ વ્યક્તિઓની પોલીસ દ્વારા કોઈ વિગત ના આપતા અનેક પરિવારો ના સિવિલ માં ધક્કા
મોટાભાગના પરિવારોને મૃતકો બાબતે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ જાણ કરાઇ નથી
સિવિલ હોસ્પિટલ પર ગુમ થયેલ વ્યક્તિના સગા વ્હાલાઓની ગઈકાલ થી અત્યાર સુધી સતત ધક્કાનો દોર
પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રૂમમાં કોઈપણ વ્યક્તિને ઓળખ માટે જવા દેવામાં આવતા નથી
કેટલાક પરિવારના સ્વજનોએ અશ્રુભીની આંખોએ માત્ર થોડા અસ્થિ મળી જાય તેવી TV9 ના કેમેરા સમક્ષ કરી માંગ
કેટલાક પરિવારોએ પોતાના બાળકને ગુમાવ્યા છે તે બાબતે બાળકની માતાને જાણ શુદ્ધા હજુ સુધી નથી કરી
ઘરે બેઠા માતા દીકરા – દીકરીની રાહ જોતી હોય તેવા કેટલાય પરિવાર
એક તરફ સ્વજનને ગુમાવવાનું દુઃખ બીજી તરફ તેનું મૃત શરીર મેળવવા માટે પણ મથામણ
પોતાના સ્વજન ની અંતિમ વિધિ માટે તેનું શરીર મળશે કે કેમ તેની અનેક પરિવાર ને ચિંતા
એક યુવકના સગા દ્વારા જણાવ્યું કે TRP ગેમીંગ ઝોનમાં 15 દિવસ પહેલા જ તેને નોકરી પર રખાવ્યો હતો.
નોકરી પર રખાવ્યાનો આ સગાને જીવનભર અફસોસ રહેશે
26 May 2024 06:34 PM (IST)
Rajkot gaming zone fire: TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઇને મોટા સમાચાર
TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઇને મોટા સમાચાર
જવાબદાર અધિકારીઓ પર લેવાઇ શકે છે પગલાં
જે વિભાગની જવાબદારી હતી તેમાં કોને બેદરકારી રાખી તે દિશામાં તપાસ કરાશે.
આખા મામલે પોલીસ,RMCના ટીપી શાખા,એસ્ટેટ શાખા,ફાયર શાખાના અધિકારીઓની જવાબદારી ફિક્સ થઇ શકે છે.
માર્ગ અને મકાન વિભાગની પણ ભુમિકા થઇ શકે છે
જે પણ અધિકારી કસૂરવાર સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરાશે.
સસ્પેન્શન અને તેનાથી વધુ આકરાં પગલાં લેવાઇ શકે છે.
રાજકોટ અગ્નિકાંડ અંગે નોંધાયેલ ગુનાની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કરશે
રાજકોટના એડિશનલ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીના નેતૃત્વ હેઠળ વિશેષ તપાસ દળની રચના કરતા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ
ઝોન 2 DCP સુધીર દેસાઈ અને DCP ક્રાઇમ રહેશે તપાસ દળ ના સભ્યો
અન્ય અનુભવી પોલોસ અધિકારીઓ ,PI અને PSI નો વિશેષ તપાસ દળમાં સમાવેશ કરાયો.
26 May 2024 03:54 PM (IST)
Rajkot gaming zone fire: રાજકોટ-આગ દુર્ધટના કેસમાં અધિકારીઓની જવાબદારીની ફેંકાફેંકી
બાંધકામ અને મંજૂરી અંગે એક બીજા વિભાગ જવાબદારીઓની કરી રહ્યા છે ફેંકાફેંકી
પોલીસ વિભાગ
પોલીસ વિભાગે ટિકીટ માટે મંજૂરીની પરવાનગી આપી હતી જો કે આ લાયસન્સ આપતા પહેલા જરૂરી વિભાગોની પરવાનગી મળવી જરૂરી હતી પરંતુ પોલીસ કમિશનરે કહ્યું ફાયર એનઓસી માટે પ્રક્રિયા ચાલુ હોવાનો કંપનીએ દાવો કર્યો હતો.
પોલીસે ફાયરના બિલ તેની પાસે રજૂ કર્યા હતા તેવું કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા.
રાજકોટ મહાનગરપાલિકા
કોઇપણ બાંધકામની જવાબદારી ટીપી શાખાની હોય છે જો કે રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખાએ કહ્યું હંગામી બાંધકામ અને ડોમ પ્રકારના બાંધકામમાં ટીપી શાખાની કોઇ મંજૂરીની આવશ્યકતા નથી જેના કારણે ટીપી શાખાએ પોતાના હાથ ખંખેર્યા
ફાયર વિભાગ
ફાયર વિભાગની સીધી જવાબદારી છે પરંતુ ચીફ ફાયર ઓફિસરે દાવો કર્યો છે કે તેની પાસે ફાયર NOC માટે કોઇ અરજી આવી નથી અને તેઓએ કોઇ NOC પણ આપી નથી અને તેઓએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા
આ પ્લોટ રહેણાંક વિસ્તારમાં ખાલી પ્લોટ હતો જેમાં આ બાંધકામ કરવામાં આવ્યું જો કે નિયમોની આંટીઘુંટી બતાવીને અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે.
26 May 2024 03:52 PM (IST)
Rajkot gaming zone fire: સુરતમાં TV9 ન્યુઝના અહેવાલ બાદ તંત્રની કાર્યવાહી
વેસુ રિબાઉન્સ ગેમ ઝોન ને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી.
TV9 ન્યુઝ એ ગેમિંગ ઝોન માં કેટલીક ખામી બતાવી હતી.
ફાયરના સાધનો નવા અને આગ ભુજાવાની બોટલ પર ગત રોજ ની 25/05/2026 ફાયર અધિકારીને બતાવામાં આવી હતી.
પતરાના શેડમાં ટેમ્પરરી સ્ટ્ર્કચર ઉભું કરી બનાવામાં આવ્યું હતું ગેમ ઝોન .
26 May 2024 03:51 PM (IST)
રાજકોટ-TRP ગેમિંગ ઝોનના જૂના ફોટો વાયરલ
IPS IAS અધિકારીઓએ રાજકોટ ગેમિંગ ઝોનની લીધી હતી મુલાકાત
સુરત તક્ષશિલા કાંડ ભૂલી જતા તંત્ર ફાયર NOC ની તપાસ ભૂલતા બને છે સમગ્ર ઘટના
26 May 2024 02:51 PM (IST)
રાજકોટ-પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું મોટું નિવેદન
TRP ગેમ ઝોનને પોલીસ કમિશનરે મંજૂરી આપી,ટિકીટ બુકિંગ માટે મંજુરી આપવામાં આવે છે.નવેમ્બર 2023માં મંજૂરી આપવામાં આવી હતી તે પૂર્ણ થયા બાદ 31-12-2024 સુધી રિન્યૂ કરવામાં આવી છે.દરેક વિભાગની મંજૂરીના કાગળો સાથે મંજૂરી અપાઇ હતી.ફાયર NOC માટે ફાયરના સાધનોના બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને NOC માટે પ્રક્રિયા ચાલુ હોવાનો દાવો કર્યો હતો.
ફાયર વિભાગ,પીજીવીસીએલ અને અમરેલી પોલીસ સહિત શહેરમાં ફાયર સેફટીનું ચેકીંગ હાથ ધરાયું,અમરેલી શહેરના મોલ,સિનેમા ઘર સહિતમાં ફાયર સેફટી સુવિધાનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
26 May 2024 02:46 PM (IST)
14 ગેમ ઝોન બંધ કરાવાયા
રાજકોટની ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ જામનગર શહેર સહિતના વિસ્તારના 14 ગેમ ઝોન બંધ કરાવાયા, જામનગર મ્યુકૉની એસ્ટેટ શાખા- ફાયર શાખા- પોલીસ વિભાગ તેમજ પીજીવીસીએલ સહિતના વિભાગની સંયુક્ત બેઠક યોજાઇ હતી.જામનગરમાં ગેમ ઝોન- વિડીયો પાર્લર વગેરેનો સર્વે કરવા માટે નવ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે.પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું શહેર અને નજીકના વિસ્તારના એક પણ ગેમ ઝોન દ્વારા ફાયર એન.ઓ.સી. અથવા જરૂરી લાયસન્સ મેળવાયું નથી
26 May 2024 02:45 PM (IST)
અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે
પોલીસ વિભાગે ટિકીટ માટે મંજૂરીની પરવાનગી આપી હતી જો કે આ લાયસન્સ આપતા પહેલા જરૂરી વિભાગોની પરવાનગી મળવી જરૂરી હતી પરંતુ પોલીસ કમિશનરે કહ્યું ફાયર એનઓસી માટે પ્રક્રિયા ચાલુ હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. પોલીસે ફાયરના બિલ તેની પાસે રજૂ કર્યા હતા તેવું કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા.ફાયર વિભાગની સીધી જવાબદારી છે પરંતુ ચીફ ફાયર ઓફિસરે દાવો કર્યો છે કે તેની પાસે ફાયર NOC માટે કોઇ અરજી આવી નથી અને તેઓએ કોઇ NOC પણ આપી નથી અને તેઓએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા
26 May 2024 02:33 PM (IST)
રાજકોટના ગેમઝોનની ઘટના બાદ કચ્છ કલેક્ટરની બેઠક
ભુજ ગાંધીધામ મુન્દ્રામાં ગેમઝોનની તપાસ પૂર્ણના થાય ત્યાં સુધી બંધ
કલેકટરના અધ્યક્ષ સ્થાને આજે તાકીદની બેઠક મળી
જિલ્લાના મામલતદાર, ટીડીઓ, ફાયર વિભાગ, પીજીવીસીએલ, પોલીસ સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યા
તપાસમાં બાંધકામ મંજૂરી, ફાયર સેફટી અંગેના પર્યાપ્ત સાધનો છે કે નહીં, જગ્યાના પુરાવા આ તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે
26 May 2024 02:13 PM (IST)
ગુજરાત કોંગ્રસના અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ જશે રાજકોટ
આજે સાંજે 6 વાગે ઘટનાસ્થળ ની લેશે મુલાકાત
રાતે 8 કલાકે રેસ કોર્સ ગ્રાઉન્ડ પર દિવાંગતો ને દીપ પ્રાગટય થકી શ્રદ્ધાંજલિ આપશે
સૌ નાગરિકો ને શ્રદ્ધાંજલિ માં જોડાવા અપીલ
સોમવારે સવારે 11 કલાકે માહિતી સાથે કૉંગ્રેસ કાર્યાલય ખાતે કરશે પ્રેસ
ભવિષ્યમાં આવું ન બને તે માટે સરકાર ને જાગૃત કરતા મુદ્દા રજૂ કરાશે
દિવંગત આત્માઓ ને શ્રદ્ધાસુમન આપતા કૉંગ્રેસ પ્રમુખ
26 May 2024 02:01 PM (IST)
Rajkot gaming zone fire : રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર જાગ્યું, 6 જેટલા ગેમઝોન ને માર્યા સીલ
રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર જાગ્યું
6 જેટલા ગેમઝોનને મનપાએ સીલ માર્યું
ગેરકાયદેસર પતરાના શેડમાં ચાલી રહ્યા હતા ગેમિંગ ઝોન
ફાયર NOC પણ ન લીધી હતી
રાજકોટ દુર્ઘટના બાદ મનપા અને ફાયર જાગતા અનેક સવાલ
શું સુરત મનપા પણ કોઈ દુર્ઘટના ની રાહ જોઇ રહી હતી?
ટેમ્પરી સ્ટકચરને મનપા પરવાનગી આપે છે જેને લઇ પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.
26 May 2024 01:59 PM (IST)
Rajkot gaming zone fire : આણંદનું તંત્ર એક્શનમાં, ગેમ ઝોનને કરાયું સિલ
રાજકોટ ઘટના બાદ આણંદમાં ગેમ ઝોનનું ચેકીંગ હાથ ધરાયું
સરદાર પટેલ રાજમાર્ગ પર શાન મોલમાં પણ ચેકીંગ હાથ ધરાયું હતું
શાન મોલમાં આવેલી ગુગલી બુગલી ગેમ ઝોનને કરાયું સિલ
ગેમ ઝોન ચલાવવા માટે કોઈ મંજૂરી ન હોય કરાયું સિલ
26 May 2024 01:03 PM (IST)
Rajkot gaming zone fire : ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા ‘મોતનું ફોર્મ’
ગેમ્સ ઝોનના માલિકો ‘મોતનું ફોર્મ’ ભરાવતા હતા
જે લોકો ગેમ્સ રમવા આવતા હતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું
આ ફોર્મની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે-જો કોઈને ઇજાઓ કે કોઈનું મોત થાય છે તો ગેમ્સ જવાબદાર રહેશે નહીં
તમે કોઈપણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી ગેમ્સ ઝોનના સંચાલકની રહેશે નહીં
પહેલેથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા
26 May 2024 01:01 PM (IST)
Rajkot gaming zone fire : ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા ‘મોતનું ફોર્મ’
ગેમ્સ ઝોનના માલિકો ‘મોતનું ફોર્મ’ ભરાવતા
જે લોકો ગેમ્સ રમવા આવતા હતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું
આ ફોર્મની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે-જો કોઈને ઇજાઓ કે કોઈનું મોત થાય છે તો ગેમ્સ જવાબદાર રહેશે નહીં
તમે કોઈપણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી ગેમ્સની રહેશે નહીં
પહેલેથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા
26 May 2024 12:58 PM (IST)
Rajkot gaming zone fire : ગોધરા શહેરમાં પણ ચાલતા ગેમઝોન કરાવ્યા બંધ
પંચમહાલ : રાજકોટની ગોઝારી આગની ઘટના બાદ જાગેલા તંત્રએ ગોધરા શહેરમાં પણ ચાલતા ગેમઝોન બંધ કરાવ્યા છે. ગોધરા મામલતદાર ,ગોધરા શહેર પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમે ગોધરા શહેરમાં આવેલા ગેમ ઝોન અને મોટી સંખ્યામાં પબ્લિક ગેધરરીંગ ધરાવતા સ્થળોની તપાસ હાથ ધરી છે. ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલા ડોમમાં ચાલતા ગેમ ઝોન અને દાહોદ રોડ પર જ આવેલા D Mart માં વહીવટી તંત્રની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે.
એક્ઝિટ ડોર પર લોક મારેલા હોવાનું પણ સામે આવ્યું
ડોમમાં ચાલતું ગેમ ઝોન કોઈપણ પ્રકારની ફાયર કે અન્ય વિભાગની એનઓસી વગર જ ચાલતું હોવાનું સામે આવતા બંધ કરાવાયું છે. D mart માં તપાસ દરમિયાન D mart માં આવેલા તમામ એક્ઝિટ ડોર પર લોક મારેલા હોવાનું પણ સામે આવ્યું છે. દાહોદ રોડ ઉપર આવેલા અન્ય એક ગેમ ઝોનમાં તપાસ હાથ ધરાઈ જ્યાં ઇમરજન્સી એક્ઝિટનો અભાવ સામે આવ્યો છે. તમામ ગેમઝોનને અન્ય સુચના ન મળે ત્યાં સુધી બંધ કરાવ્યા છે.
26 May 2024 12:25 PM (IST)
Rajkot gaming zone fire : જૂનાગઢમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક, તપાસનો ધમધમાટ કરાશે શરુ
ગેમઝોન, રાઈડઝ, મેળામાં, મોલ સહિતના સ્થળોએ શરૂ થશે ચેકીંગ
વિવિધ વિભાગોની એનઓસી છે કે કેમ તે અંગે કરવામાં આવશે તપાસ
તપાસ વગર ચાલતાં ગેમઝોન રાઈડઝ મેળાનાં સંચાલકો પર થશે કાર્યવાહી
26 May 2024 12:22 PM (IST)
Rajkot gaming zone fire : ભાવનગરનું તંત્ર પણ જાગ્યું, તમામ ગેમઝોન કર્યા બંધ
રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગરનું તંત્ર હરકતમામ આવ્યું. ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તમામ ગેમઝોન બંધ કરી તમામ ગેમઝોનની તપાસ હાથ ધરાઈ છે.
26 May 2024 12:20 PM (IST)
Rajkot gaming zone fire : મુખ્યમંત્રીએ સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા
મુખ્યમંત્રીએ રાજકોટમાં એઈમ્સ તથા અન્ય હોસ્પિટલ, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે, તેની મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ તેમને અપાઈ રહેલી સારવારની વિગતો મેળવી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા.
26 May 2024 12:16 PM (IST)
Rajkot gaming zone fire : રાજકોટ દૂર્ઘટનામાં એક કપલ પણ હોમાયું
રાજકોટની ગેમઝોન આગ દુર્ઘટનામાં અક્ષય અને ખ્યાતિનું પણ મોત થયું છે. એક સપ્તાહ પહેલા જ બંનેના લગ્ન થયા હતા.
26 May 2024 12:15 PM (IST)
Rajkot gaming zone fire : રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ
રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ
યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
IPC ની ધારા304, 308, 337 ,338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ
ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની કરી અટકાયત
તાલુકા પોલીસ હવે વિધિવત કરશે ધરપકડ
26 May 2024 12:13 PM (IST)
Rajkot gaming zone fire : મૃતકોને મોરારિબાપુએ સહાય જાહેર કરી
રાજકોટમાં બનેલી ઘટના માં મૃતકોને મોરારિબાપુ એ સહાય જાહેર કરી
કુલ 28 લોકોના મોતને મામલે કુલ 5 લાખનું અનુદાન જાહેર કરતા મોરારિબાપુ
મોરારિબાપુ એ ગોંડલમાં કથા દરમિયાન સહાયની કરી જાહેરાત
26 May 2024 11:42 AM (IST)
Rajkot gaming zone fire : આ માનવસર્જિત ડિઝાસ્ટર-કોર્ટે કહ્યું
— Praful Pansheriya (मोदी का परिवार) (@prafulpbjp) May 26, 2024
(Credit Source : @prafulpbjp)
26 May 2024 10:36 AM (IST)
Rajkot gaming zone fire : મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી પોલીસ સામે રડી પડ્યો
મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી પોલીસ સામે રડી પડ્યો
યુવરાજ સિંહનું નામ ઓનરશિપમાં છે 1 લાખ પગાર છે 15 ટકા ભાગીદાર પણ છે
તેના પિતા હરીશસિંહ જુના વાહન લે વેચ કરે છે
ઘટના સમયે યુવરાજસિંહ ત્યાં હાજર જ હતો
પોલીસ પાસે આંખમાં પાણી આવી ગયા
26 May 2024 10:32 AM (IST)
Rajkot gaming zone fire : કુંવરજી બાવળિયાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી
કુંવરજી બાવળિયાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી
કુંવરજી બાવળિયાનું નિવેદન
સરકારે દુર્ઘટનાને ગંભીરતાથી લીધી
ફરીથી આ પ્રકારની ઘટના ન થાય તે માટે કાર્યવાહી થશે
જવાબદારો સામે પગલા લેવામાં આવશે
ઝીણવટપૂર્વક તપાસના આદેશ આપવામાં આવ્યા છે
26 May 2024 09:49 AM (IST)
Rajkot gaming zone fire : 10 લોકો ગેમઝોનમાં હાજર હતા-પ્રત્યક્ષદર્શી દેવાંશી બા જાડેજા
પ્રત્યક્ષદર્શી દેવાંશી બા જાડેજાએ પોતે નજર સમક્ષ જોયેલી ઘટના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 10 લોકો ગેમઝોનમાં હાજર હતા. ફાયરની કોઈ સુવિધા નહોતી. ફાયર અલાર્મ પણ સિસ્ટમ નહોતી. દેવાંશી બા જાડેજાએ ફાયર સ્ટેશનમાં ફોન કર્યો હતો ત્યારે અંદાજે 20 મિનિટમાં ફાયર વિભાગ પહોંચ્યુ હતું. 5 લોકો હજુ પણ લાપતા છે.
26 May 2024 09:36 AM (IST)
Rajkot gaming zone fire : CCTVમાં વેલ્ડિંગ દરમિયાન તણખો નીચે પડ્યો હતો
ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા DVR કબ્જે કરવામાં આવ્યું
TRP ગેમઝોન ખાતેનું DVR કબ્જે કરવામાં આવ્યું
સીસીટીવીમાં વેલ્ડિંગ દરમિયાન તણખો નીચે પડ્યો હતો
જોતજોતામાં આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
26 May 2024 09:31 AM (IST)
Rajkot gaming zone fire : રાજકોટ અગ્નિકાંડ પછી સુરતના તંત્રની આંખ ખુલી
સુરત તંત્ર પણ સફાળું જાગ્યું
સુરતનું તંત્ર એક્શન મોડમાં
સુરત પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં ચેકીંગ હાધ ધર્યું
ગેમ ઝોન,મોલ અને મેળામાં પોલીસ દ્વારા રાત્રિના સમયે ચેકીંગ કર્યું
સુરત શહેરમાં 17 ગેમ ઝોન અને 5 મેળા આવ્યા છે
26 May 2024 08:54 AM (IST)
Rajkot gaming zone fire : એર એમ્બ્યુલન્સ દ્વારા DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા
સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા
48 કલાક બાદ આવશે રિપોર્ટ
25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલ્યા છે
બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી
જૂનાગઢથી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યા
AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા
11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે
26 May 2024 08:51 AM (IST)
Rajkot gaming zone fire : જ્વલનશીલ પદાર્થોને કારણે લાગી હતી આગ
જનરેટર ચલાવવા માટે ગેમ ઝોનમાં અંદાજે 2 હજાર લિટર ડીઝલ રાખવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગો કાર રેસિંગ માટે લગભગ 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ જ્વલનશીલ પદાર્થોમાં આગ લાગી હતી. જેના કારણે અકસ્માત ભયાનક બન્યો હતો. થોડીવારમાં આખો ગેમ ઝોન આગની લપેટમાં આવી ગયો હતો. આ કેસની તપાસ માટે સિનિયર IPS અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.
26 May 2024 08:49 AM (IST)
Rajkot gaming zone fire : આગનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ!-રાજકોટ કલેક્ટર
આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ મીડિયાને જણાવ્યું હતું કે ગેમ ઝોનમાં વીજળીનું ભારણ વધુ છે. ગરમીના કારણે વીજ વાયરિંગ લોડને હેન્ડલ કરી શક્યું ન હતું, જેના કારણે શોર્ટ-સર્કિટ અને આગ લાગી હતી.
#WATCH | Gujarat: On Rajkot fire incident, Rajkot Collector Prabhav Joshi says, “We had received the call at around 4.30 pm… The temporary structure in the gaming zone had collapsed. The fire was controlled around 2 hours ago. The debris is being removed… We are in constant… pic.twitter.com/xHVPNqVh8l
Rajkot gaming zone fire : TRP સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગેમ ઝોન
TRP ગેમ ઝોન સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગેમ ઝોન હતો. અહીં ઘણી રમતો હતી જે આસપાસના ગેમ ઝોન કરતા મોટી હતી. એક જગ્યાએ 20 થી વધુ એડવેન્ચર ગેમ્સ હાજર રહી હતી. માહિતી અનુસાર TRP ગેમ ઝોનની શરૂઆત વર્ષ 2020માં કરવામાં આવી હતી. તે 2 એકર જમીનમાં બનાવવામાં આવ્યું હતું. ગેમ ઝોન મોટા ટીન શેડ હેઠળ બનાવવામાં આવ્યો હતો. ગરમીથી બચવા માટે તેમાં મોટા એર-કન્ડિશનર લગાવવામાં આવ્યા હતા. અકસ્માતમાં ટીન શેડનો એક ભાગ પણ ધરાશાયી થયો હતો.
26 May 2024 08:30 AM (IST)
Rajkot gaming zone fire : CM ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તે ઘટના સાથે જોડાયેલી માહિતી લઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગમાં 12 બાળકો સહિત 28 લોકોના મોત થયા છે.
#WATCH | Gujarat CM Bhupendra Patel along with Home Minister Harsh Sanghavi takes stock of the situation at TRP game zone in Rajkot where a massive fire broke out yesterday claiming the lives of 27 people. pic.twitter.com/vmyj9wkpGb
Rajkot gaming zone fire : PM મોદીએ મુખ્યમંત્રી પાસેથી રાહત કાર્યોની માહિતી લીધી
PM મોદીએ રાજકોટ આગની ઘટનાને લઈને ગુજરાતના CM સાથે વાત કરી છે અને તેમની પાસેથી રાહત કાર્ય વિશે માહિતી લીધી છે. પીએમ મોદીએ ટ્વિટર પર કહ્યું, ‘રાજકોટમાં આગની દુર્ઘટનાએ આપણા બધાને દુઃખી કરી દીધા છે. થોડા સમય પહેલાં તેમની સાથેની ટેલિફોનિક વાતચીતમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે મને અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે જણાવ્યું હતું.
26 May 2024 07:48 AM (IST)
Rajkot gaming zone fire : પોલીસે ગેમ ઝોન બંધ કરવાનો આપ્યો આદેશ
રાજકોટમાં આગની ઘટના બાદ રાજ્યના પોલીસ મહાનિર્દેશકે પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકને રાજ્યના તમામ ગેમ ઝોનનું નિરીક્ષણ કરવા અને ફાયર સેફ્ટીની પરવાનગી વિના ચાલતા ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
26 May 2024 07:46 AM (IST)
Rajkot gaming zone fire : કાટમાળ દૂર કરવા 10થી વધારે જેસીબી કામે લાગ્યા
ઘટના સ્થળ પર હર્ષ સંઘવી સહિત રાજકોટના રાજકીય આગેવાનો હાજર
ગેમ ઝોનના સળગી ગયેલા કાટમાળ દૂર કરવા 10થી વધારે જેસીબી કામે લાગ્યા
કોઈ મૃતદેહ હજુ બળી ગયેલી હાલતમાં છે કે નહિ તે શોધવા કાટમાળ ફેરવવાનું કર્યું શરૂ
26 May 2024 07:26 AM (IST)
Rajkot gaming zone fire : TRP ગેમ ઝોન – ટાઇમ લાઈન જુઓ, આ રીતે બની હતી ઘટના
રાજકોટ TRP ગેમઝોનમાં થયેલા અકસ્માતની ટાઇમ લાઈન
5:37 PM: ગેમઝોનમાં આગજનીનો બનાવ
5:38 PM: આગના કારણે નાસભાગ મચી
5:45 PM: ફાયર બ્રિગેડને કોલ મળ્યો
5:50 PM: ચીફ ફાયર ઓફિસર ઘટના સ્થળ પર પહોંચ્યા
5:55 PM: આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
6:00 PM: ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ
06:01 PM: ઇજાગ્રસ્ત લોકો અને મૃતકોની લાશને બહાર કાઢવાની શરૂ કરાયું
6:20 PM : કલેક્ટર અને પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા
ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રવિવારે વહેલી સવારે ગેમિંગ ઝોનની અંદર જ્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી તે વિસ્તારની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ દુ:ખદ ઘટના બાદ એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે ગુમ થયેલા વ્યક્તિને શોધવા એ અમારી પ્રાથમિકતા છે.
#WATCH | On Rajkot fire tragedy, Gujarat Home Minister Harsh Sanghvi says, ” A very sad incident took place at Rajkot, many family members lost their loved ones and many children have also died in the incident…SIT has been instructed to start the investigation by 3 am… all… pic.twitter.com/p9sRxE1CSD
TRP ગેમઝોનમાં ફાયર NOC જ ન હોવાનો મોટો ખુલાસો થયો છે. જોકે હવે આ ઘટનાના આરોપી એવા મેનેજર નિતીન જૈન અને માલિક યુવરાજ સોલંકી નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે.
26 May 2024 06:54 AM (IST)
25 મે 2024 રાજકોટવાસીઓ માટે ગોઝારો દિવસ
ગોઝારો દિવસ રાજકોટવાસીઓ સાથે ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલી શકે. બાળકો વેકેશનની મજા માણી રહ્યા હતા, ગરમીને પગલે ગેમઝોનમાં મોટી સંખ્યા બાળકો સહિત મોટા લોકો પણ હાજર હતા અને અચાનક એવી આગ લાગી કે 28થી વધુ જીંદગી ગેમઝોનના અગ્નિકાંડમાં હોમાઈ ગઈ. જો કે સૌથી ગંભીર બાબત એ રહી કે ગેમઝોનમાં ફાયરસેફ્ટીની કોઇ જ વ્યવસ્થા નહોતી. તો સંચાલકોએ કોઇપણ પ્રકારની ફાયરની NOC નહોતી લીધી. હાલ સમગ્ર મામલે તપાસના આદેશો કરવામાં આવ્યા છે.
26 May 2024 04:30 AM (IST)
Rajkot gaming zone fire: ‘પોલીસ મહાનિર્દેશકે આ સૂચનાઓ જાહેર કરી’
આ સાથે જ રાજકોટમાં આગની ઘટના બાદ રાજ્યના પોલીસ મહાનિર્દેશકે રાજ્યના તમામ ગેમ ઝોનનું નિરીક્ષણ કરવા અને ફાયર સેફ્ટીની પરવાનગી વગર ચાલતા ગેમ ઝોનને બંધ કરવા પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને આદેશ કર્યો છે.
પોલીસ મહાનિર્દેશકે નગરપાલિકાઓ અને નગરપાલિકાઓના ફાયર ઓફિસરો અને સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને આ પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું છે. રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગની ઘટનાને ધ્યાનમાં રાખીને આ સૂચનાઓ જારી કરવામાં આવી છે.
26 May 2024 04:00 AM (IST)
Rajkot gaming zone fire: PM મોદીએ મુખ્યમંત્રી પાસેથી રાહત કાર્યની માહિતી લીધી
પીએમ મોદીએ રાજકોટ આગને લઈને ગુજરાતના સીએમ સાથે વાત કરી છે અને તેમની પાસેથી રાહત કાર્ય વિશે માહિતી લીધી છે. પીએમ મોદીએ X પર કહ્યું, ‘રાજકોટમાં લાગેલી આગની દુર્ઘટનાએ આપણા બધાને દુઃખી કરી દીધા છે. થોડા સમય પહેલા તેમની સાથેની ટેલિફોનિક વાતચીતમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીએ મને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે જણાવ્યું હતું.
26 May 2024 03:30 AM (IST)
Rajkot gaming zone fire: તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ
આગ બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મીડિયાને જણાવ્યું હતું કે આગના કારણની તપાસ કરવામાં આવશે અને શહેરના તમામ ગેમિંગ એરિયામાં કામગીરી બંધ કરવા માટે સંદેશો જારી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે.
26 May 2024 03:00 AM (IST)
Rajkot gaming zone fire: સાંજે 4:30 વાગ્યાથી મોતનો તાંડવ થયો હતો શરૂ
રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, ‘ગેમ ઝોનમાં આગ લાગવા અંગે સાંજે સાડા ચાર વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને ફોન આવ્યો હતો. આગ ઓલવવા માટે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. આગને કારણે માળખું ધરાશાયી થયું હતું, જેનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ઉનાળાની રજાઓ અને વીકએન્ડના કારણે બાળકો સહિત અનેક લોકો ગેમ રમી રહ્યા હતા અને ઘટનાસ્થળે હાજર હતા.
26 May 2024 02:30 AM (IST)
Rajkot gaming zone fire: 2000 લીટર ડીઝલનો, 1500 લીટર પેટ્રોલનો સ્ટોર હતો, 99 રૂપિયાની સ્કીમને કારણે વધુ લોકો એકઠા થયા હતા.
ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. આજે એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ હતી જેના કારણે અકસ્માત સમયે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
26 May 2024 02:00 AM (IST)
Rajkot gaming zone fire: બાળકોએ કહ્યું- સ્ટાફ અચાનક આવ્યો અને તેમને બહાર લઈ ગયા
શનિવારે સાંજે જ્યારે આ અકસ્માત થયો ત્યારે ગેમ ઝોનમાં રમી રહેલા બાળકોએ કહ્યું કે અચાનક ત્યાંનો સ્ટાફ આવ્યો અને અમને કહ્યું કે આગ લાગી છે, તમે બહાર આવો, ત્યાર બાદ ત્યાંથી બધા બહાર દોડી આવ્યા હતા પરંતુ કેટલાક લોકો બહાર આવી શક્યા ન હતા. પહેલા માળેથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો.
26 May 2024 01:30 AM (IST)
Rajkot gaming zone fire: ગેમિંગ ઝોનને NOC મળ્યું નથી
રાજકોટ ગેમ ઝોન અકસ્માત કેસમાં કલેકટરે જણાવ્યું હતું કે આગ વીજ કારણોસર લાગી હતી. જો કે હજુ સુધી મુખ્ય કારણ બહાર આવ્યું નથી. આ ગેમિંગ ઝોનને ફાયર વિભાગ તરફથી એનઓસી મળી ન હતી. આ અંગે વધુ માહિતી વિભાગમાંથી જ મળશે.
26 May 2024 01:00 AM (IST)
Rajkot gaming zone fire: ભીષણ આગને કારણે આખું સ્ટ્રક્ચર ધરાશાયી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી. માળખામાં દટાયેલા લોકો બહાર ન આવી શક્યા અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. આગ લાગી ત્યારે બાળકો સહિત ઘણા લોકો રમત રમી રહ્યા હતા.
આ ગેમિંગ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને નિતિન જૈન મેનેજર હોવાનું બહાર આવ્યું છે.
25 May 2024 11:49 PM (IST)
Rajkot gaming zone fire: રાજ્ય સરકારે જાહેર કરી આટલી સહાય
રાજકોટ આગ ઘટનામાં રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે, એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.
25 May 2024 11:44 PM (IST)
Rajkot gaming zone fire: અગ્નિકાંડ મુદ્દે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન
રાજકોટના ગેમઝોનની દુર્ઘટને લઈ હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું સામે,
ઘટના અત્યંત દુ:ખડ હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું
25 May 2024 11:42 PM (IST)
Rajkot gaming zone fire: સ્વજનોના સેમ્પલ લેવાયા
માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે.
DNA ટેસ્ટ બાદ જ મૃતદેહોની ઓળખ થશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.
25 May 2024 11:33 PM (IST)
Rajkot gaming zone fire: દુર્ઘટના બાદ મોરબી તંત્ર હરકતમાં
રાજકોટ ગેમ ઝોનમાં ઘટેલ દુર્ઘટના બાદ મોરબી તંત્ર હરકતમાં
જિલ્લા કલેકટરના આદેશ બાદ ચાર ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા
વહીવટી તંત્ર અને પાલિકાની ટિમ દ્વારા તાત્કાલિક ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા
મોરબીમાં જીલ્લા કલેકટર કે બી ઝવેરી એ ગેમઝોન બંધ કરવા આદેશ આપ્યા હતા
હજી પણ ક્યાંય ગેમ ઝોન ચાલુ હોય તો પાલિકાની ટિમ ત્યાં જઈને બંધ કરાવે છે
25 May 2024 11:31 PM (IST)
ગુજરાતમાં બનેલી ગોઝારી ઘટનાં તરફ એક નજર
TRP ગેમઝોન અગ્નિકાંડ
તારીખ 25/05/2024ના રોજ બનાવ
ટીઆરપી મોલમાં લાગી હતી આગ
ઘટનામાં 24 લોકોના મોત થયા
ઘટનામાં 12 બાળકોના કરૂણ મોત
——————— સુરતનો તક્ષશિલાકાંડ
તારીખ 24/05/2019 ના રોજ બનાવ
આર્કેટ બિલ્ડિંગમાં બની હતી ઘટના
કોચિંગ સેન્ટરમાં લાગી હતી ભીષણ આગ
ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા
————————
મોરબીનો પુલ કાંડ
તારીખ 30/10/2022ના રોજ બનાવ
મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો
અંદાજે 135 લોકોના મોત થયા હતા
—————————- બરોડાનો હરણી બોટકાંડ
તારીખ 18/01/2024ના રોજ બનાવ બન્યો
બોટકાંડમાં 12 બાળકોના મોત થયા હતા
બે શિક્ષકો મળી કુલ 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા
——————–
બનાસકાંઠા બાળકોની હોસ્પિટલમાં આગ
તારીખ 15/04/2023ના રોજ બનાવ બન્યો
હોસ્પિટલના NICUમાં વિભાગમાં લાગી હતી આગ
ઘટનામાં એકનું મોત, જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા
રાજકોટની ઘટનાને લઈ સુરતમાં ફાયર વિભાગ આવ્યું હરકતમાં
ફાયર વિભાગ દ્વારા તમામ ગેમઝોનમાં તપાસ
ગેમઝોનમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરાઈ
ફાયર વિભાગ દ્વારા ડોક્યુમેન્ટની ચકાસણી કરાઈ
સુરતમાં પણ ગેમ ઝોન પતરાના શેડમાં બનેલા જોવા મળ્યા
ગેમ ઝોનમાં તમામ રમતના સાધનો ઇલેક્ટ્રિક
બાળકોને રમવાની વસ્તુ પણ ફાયબરની
છત પર થર્મોકોલની શીટ લગાવી કવર કરાયું
25 May 2024 11:22 PM (IST)
Rajkot gaming zone fire: અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન
રાજકોટ ગેમઝોન બાબતે શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું છે. માણસના મૃત્યુથી વધુ કંઈ જ ના હોઈ શકે તેવું તેમણે જણાવ્યું હતું. વારંવારની આવી ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું એ દુઃખદ હોવાનું શક્તિસિંહે જણાવ્યું હતું.
Rajkot gaming zone fire: AIIMS રાજકોટની ટીમ સિવિલ પહોંચી
રાજકોટમાં AIIMS રાજકોટની ડોક્ટર ટીમ સિવિલ પહોંચી
AIIMS રાજકોટમાં 30 બેડ તૈયાર રાખ્યા
25 May 2024 10:35 PM (IST)
Rajkot gaming zone fire: હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા માટે રવાના
ઘટના સંબંધી સમગ્ર તપાસ ઉપર રાખશે નજર
ઘટનાસ્થળ અને હોસ્પિટલની પણ લેશે મુલાકાત
25 May 2024 10:34 PM (IST)
રાજકોટ અગ્નિ કાંડ મુદ્દે SITની કરાઈ રચના
રાજકોટ અગ્નિ કાંડની તપાસ માટે રાજ્ય સરકારની સૂચનાથી SITની રચના
IPS સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ SITની કરાઈ રચના
સિનિયર પોલીસ અધિકારીઓનો SITમાં સમાવેશ
25 May 2024 10:27 PM (IST)
રાજકોટ અગ્નિકાંડ મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM સાથે કરી ટેલીફોનીક વાતચીત
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં સર્જાયેલી આગની ઘટના સંદર્ભમાં CM સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે.
25 May 2024 10:25 PM (IST)
રાજકોટ અગ્નિ કાંડની તપાસ માટે SITની કરાઇ રચના
રાજકોટ અગ્નિ કાંડની તપાસ માટે રાજ્ય સરકારની સૂચનાથી SITની રચના
IPS સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ SITની કરાઈ રચના
સિનિયર પોલીસ અધિકારીઓનો SITમાં સમાવેશ
25 May 2024 10:24 PM (IST)
રાજકોટમાં આગની દુર્ઘટનાને લઈ CMએ જાહેર કરી સહાય
રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે.
આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે.
આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે.
આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં.
આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.