RAJKOT : નવા પ્રધાનમંડળમાં કુંવરજી બાવળીયાનું પત્તું કપાવાની શક્યતાને પગલે સમર્થકોમાં રોષ, ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારી

|

Sep 15, 2021 | 8:34 PM

કુંવરજી બાવળિયાના સમર્થનમાં સમર્થકોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે અને સાથે જ ચીમકી ઉચ્ચારી કે જો કુંવરજી બાવળિયાને પ્રધાનમંડળમાંથી હટાવાશે તો ભાજપે પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

RAJKOT : રાજ્યના નવા પ્રધાનમંડળમાં કુંવરજી બાવળીયાનું પત્તું કપાવાની શક્યતાને પગલે સમર્થકોમાં રોષ ફાટ્યો છે. કુંવરજી બાવળિયાના સમર્થનમાં સમર્થકોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે અને સાથે જ ચીમકી ઉચ્ચારી કે જો કુંવરજી બાવળિયાને પ્રધાનમંડળમાંથી હટાવાશે તો ભાજપે પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.મહત્વપૂર્ણ છે કે કોળી સમાજના અગ્રણીઓ અને કુંવરજી બાવળિયા વચ્ચે બેઠક યોજાઇ હતી.આ બેઠક બાદ બાવળિયાના સમર્થનમાં સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા.

તો બીજી તરફ કુંવરજી બાવળિયાએ પણ પક્ષે સોંપેલી જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી દીધા છે.કુંવરજીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખ્યો છે..પત્રમાં કુંવરજીએ જસદણ તાલુકાની 2 જિલ્લા પંચાયત બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીલક્ષી કામગીરી કરવા સક્ષમ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે અને પેટાચૂંટણીની જવાબદારી સંગઠન પર ઢોળી દીધી છે.

કુંવરજી બાવળિયાએ કારણ આપ્યું છે કે નવા પ્રધાનમંડળ માટે ગાંધીનગરમાં હોવાથી આ કામગીરી નહીં કરી શકે.જોકે માનવામાં આવી રહ્યું છે કે નવા પ્રધાનમંડળમાંથી બાદબાકી થતી હોવાથી કુંવરજી બાવળિયા નારાજ છે અને પત્ર દ્વારા તેઓએ આડકતરી રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મૂજબ ભાજપે નવા પ્રધાનમંડળમાં નો રીપીટ થીયરી અંતર્ગત રૂપાણી કેબીનેટના સીનીયર મંત્રીઓ સહીત ઘણા પ્રધાનોના નામ કાપી નાખ્યા હતા, જેની જાણ આ પ્રધાનોને થતા કુંવરજી બાવળિયા, જયેશ રાદડીયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના પ્રધાનોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : DEVBHUMI DWARKA : ઇન્ડિયન કોસ્ટગાર્ડે ભારતીય જળસીમામાં 12 ક્રૂ સાથે પાકિસ્તાની બોટ ઝડપી પાડી

 

Published On - 8:32 pm, Wed, 15 September 21

Next Video