Rajkot : ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ એક સાથે જોવા મળ્યા

|

Jun 05, 2022 | 11:48 PM

રાજકોટમાં (Rajkot) યોજાનારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં બંને નેતાઓ સામેલ થયા. મહત્વનું છે કે, એક તરફ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા થઈ રહી છે.. બીજી તરફ તદ્દન વિરોધાભાસી દ્રશ્યોથી રાજકીય ગરમાવો આવ્યો છે.આ પહેલો એવો પ્રસંગ નથી કે સી.આર.પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળ્યા.

Rajkot : ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ એક સાથે જોવા મળ્યા
Naresh Patel And CR Paatil
Image Credit source: File Image

Follow us on

ગુજરાત( Gujarat) ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Paatil)  અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)  ફરી એકવાર એક મંચ પર જોવા મળ્યા. રાજકોટમાં યોજાનારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં બંને નેતાઓ સામેલ થયા. મહત્વનું છે કે, એક તરફ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા થઈ રહી છે.. બીજી તરફ તદ્દન વિરોધાભાસી દ્રશ્યોથી રાજકીય ગરમાવો આવ્યો છે.આ પહેલો એવો પ્રસંગ નથી કે સી.આર.પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળ્યા. આ પહેલાં જામનગરમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સર્જાયા હતા. જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજાએ રામ કથાનું આયોજન કર્યું હતું. જેમાં બંને નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા..જે તે સમયે નરેશ પટેલની ભાજપ સાથે નિકટતા કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી શકે છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. જો કે નરેશ પટેલ આજદીન સુધી મગનું નામ મરી નથી પાડી રહ્યા.

રાજકીય પ્રવેશ અંગે નરેશ પટેલની તારીખ પે તારીખ….!

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના  રાજકીય પ્રવેશને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.સુત્રોનુ માનીએ તો નરેશ પટેલ કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે અંતિમ તબક્કાની ચર્ચાઓ કરી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે ગઈ કાલે નરેશ પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરતા ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ હતી. નરેશ પટેલ  હાલમાં જર્મનીની મુલાકાતે હતા, ત્યાંથી તેઓ સીધા જ ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે હાલ પાટીદાર નરેશ પટેલની રાજકીય એન્ટ્રી અંગે સશપેન્સ યથાવત છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

Published On - 9:21 pm, Sun, 5 June 22

Next Article