રાજકોટ વીડિયો : જસદણ તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોથી વંચિત

રાજકોટ વીડિયો : જસદણ તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોથી વંચિત

| Edited By: | Updated on: Jan 10, 2024 | 3:47 PM

રાજકોટના જસદણની શાળાઓમાં બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત હોવાનું સામે આવ્યુ છે. જેમાં અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃતના પાઠ્ય પુસ્તકો વિદ્યાર્થીઓ પાસે નથી. જિલ્લા પંચાયતના સદસ્યોએ ઉઠાવેલા સવાલમાં આ સમગ્ર ઘટના સામે આવી છે

રાજકોટના જસદણની શાળાઓમાં બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત હોવાનું સામે આવ્યુ છે. જેમાં અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃતના પાઠ્ય પુસ્તકો વિદ્યાર્થીઓ પાસે નથી. જિલ્લા પંચાયતના સદસ્યોએ ઉઠાવેલા સવાલમાં આ સમગ્ર ઘટના સામે આવી છે કે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ પાસે પાઠ્યપુસ્તકો નથી. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પુસ્તકો પુરા પાડવા અંગે મનસુખ સાકરિયાએ રજૂઆત કરી હતી.

પુસ્તકોની ઘટ પાછળ કમ્યૂનિકેશન ગેપ હોવાનું શિક્ષણ અધિકારીએ જવાબદાર ગણાવ્યું છે. જે તે સમયે તાલુકામાંથી પુસ્તક મંડળ સાથે કમ્યૂનિકેશન ન થતા વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત રહ્યા છે. તેમજ શિક્ષણ અધિકારી કહ્યું કે વહેલી તકે વિદ્યાર્થીઓને પુસ્તકો મળી જશે. હવે સવાલએ થાય છે કે સત્ર શરૂ થયાના આટલા મહિનાઓ બાદ પણ પુસ્તકો કેમ પહોંચ્યા નથી?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો