માછીમારોના વ્યાપક હિતમાં ગુજરાત સરકારે કર્યો મહત્વનો નિર્ણય, હવે માછીમારો પરનું આર્થિક ભારણ ઘટશે

|

Sep 09, 2023 | 6:24 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માછીમારીની હોડીમાં વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં ટ્રીપવાર મળવાપાત્ર ડિઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરાયો છે. રાજ્ય સરકારના આ હકારાત્મક નિર્ણયથી માછીમારોને ખર્ચમાં રાહત મળતા તેમનું આર્થિક ભારણ ઘટશે અને ઉત્પાદન વધશે તેવું મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે. 

માછીમારોના વ્યાપક હિતમાં ગુજરાત સરકારે કર્યો મહત્વનો નિર્ણય, હવે માછીમારો પરનું આર્થિક ભારણ ઘટશે

Follow us on

ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે, અને એટલે જ ગુજરાતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે પણ વિકાસની પુષ્કળ સંભાવનાઓ રહેલી છે. રાજ્યના માછીમારો દરિયો ખેડીને માછીમારીમાં સારું ઉત્પાદન મેળવી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ માછીમારોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. યાંત્રિક હોડીમાં (બોટમાં) વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં હોર્સપાવર દીઠ ટ્રીપવાર મળવાપાત્ર ડિઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા હેઠળ માછીમારીની 20 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક હોડીમાં (બોટમાં) વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર 100 ટકા વેટ રાહત આપવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત માછીમારોને હોર્સપાવર દીઠ ટ્રીપવાર ડીઝલના જથ્થા પર વેટ રાહત આપવામાં આવે છે. હોર્સપાવર દીઠ ટ્રીપવાર મળવા પાત્ર ડીઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવા મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યના માછીમારોને અગાઉ 1થી 44 હોર્સપાવરની યાંત્રિક હોડીમાં 250 લીટર ટ્રીપવાર મહત્તમ ડીઝલ અપાતું હતું, જેની મર્યાદા વધારીને 300 લીટર કરાઈ છે. તેવી જ રીતે 45 થી 75 હોર્સપાવરની હોડીમાં 500 લીટર ડિઝલના જથ્થમાં 100 લીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ટ્રીપવાર ડીઝલના જથ્થાની મર્યાદા 600 લીટર રહેશે. એ જ રીતે 75 થી 100 હોર્સપાવર તેમજ 101થી વધુ હોર્સપાવરની હોડીના ડીઝલ જથ્થામાં 200 લીટરનો વધારો કરી, 4000 લીટરની જગ્યાએ નવો ટ્રીપવાર જથ્થો 4200 લીટર જથ્થો અપાશે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો : Rajkot : ગોંડલમાં શોભાયાત્રા દરમિયાન મારામારી, પોલીસની હાજરીમાં જ સ્ટંટબાજો બેફામ બન્યા, જુઓ Video

મંત્રી પટેલે ઉમેર્યું કે, મત્સ્યોદ્યોગ ખાતાના આ મહત્વપૂર્ણ નિર્ણયથી માછીમારો અને માછીમારી એસોસિએશનમાં આનંદની લાગણી છવાઈ જશે. અત્યારના સમયમાં માછીમારોએ માછીમારી માટે દરિયામાં ઘણા ઊંડે સુધી જવું પડતું હોય છે, અને એટલે જ તેમની ટ્રીપના દિવસોમાં પણ વધારો થયો છે. રાજ્યના વિવિધ માછીમારી એસોસિએશન દ્વારા જથ્થામાં વધારો કરવા અંગે મળેલી રજૂઆતોને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા આ હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી રાજ્યમાં માછીમારીના ઉત્પાદનમાં ચોક્કસપણે વધારો તો થશે જ અને સાથે સાથે માછીમારોને માછીમારીમાં થતા ખર્ચમાં પણ રાહત મળતા તેમનું આર્થિક ભારણ ઘટશે.

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article