Rajkot: ચેતેશ્વર પૂજારાના ગુરુ અને ગોંડલ રામજી મંદિરના સંત હરિચરણદાસ બાપુ 100 વર્ષની વયે બ્રહ્મલીન થયા

|

Mar 28, 2022 | 4:13 PM

ગોંડલ આશ્રમ ખાતે આજે સાંજ સુધી અંતિમદર્શન કરી શકાશે. ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને નર્મદાના કિનારે ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે. જ્યાં આવતીકાલે સવારે તેમની અંતિમવિધિ કરાશે.

ગોંડલ (Gondal) ના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ (Mahamandleshwar Haricharandasji Maharaj) આજે બ્રહ્મલીન થયા છે. આ સમાચાર મળતાં જ હજારો ભક્તો અંતિમ દર્શન માટે ગોંડલ પહોંચી રહ્યા છે. હાલ ક્રિકેટર ચેતેશ્વર પૂજરા (Cheteshwar Pujara) પોતાના પરિવાર સાથે તેમના ગુરુદેવના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા. ગોંડલ આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે હરિચરણદાસજી મહારાજના પાર્થિવ દેહને પટાંગણમાં લાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આશ્રમ ખાતે અંતિમ દર્શન કર્યાં હતાં અને શ્રી રામ જય રામ જય જય રામની ધૂન શરૂ કરી હતી. આવતીકાલે સવારે ગોરા આશ્રમ ખાતે તેમની અંતિમવિધિ (Funeral) કરાશે.

ગોંડલ આશ્રમ ખાતે આજે સાંજ સુધી અંતિમદર્શન કરી શકાશે. ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને નર્મદાના કિનારે ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે. જ્યાં આવતીકાલે સવારે તેમની અંતિમવિધિ કરાશે. પાર્થિવ દેહના દર્શન માટે ચેતેશ્વર પુજારા ઉપરાંત રમેશભાઇ ઓઝા અને ગોંડલના મહારાજા હિમાંશુસિંહ જાડેજા પણ દર્શન માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો અવીરત આવી રહ્યા છે.

ગોંડલમાં રહીને બાપુએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા, જેમાં ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું હતું. ત્યાર બાદ રામ સાર્વજમિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન-ભજન અને માનવસેવાની જ્યોત જલાવી હતી.

આ પણ વાંચોઃ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પરીક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરી, બોર્ડ દ્વારા કરવામાં આવતા મોનિટરીંગની વિગતો પણ મેળવી

આ પણ વાંચોઃ Surendranagar: ચોટીલાના પીપરાળી ગામે સીમંત પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 120 લોકોને તાત્કાલિક સારવાર અપાઇ

Published On - 4:06 pm, Mon, 28 March 22

Next Video