સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો, બન્ને તેલના ભાવમાં ડબ્બે રૂ. 25નો વધારો

|

Mar 25, 2022 | 10:01 AM

રશિયા અને યુક્રેનના વચ્ચે ચાલતા યુદ્ધનાની અસર તેલના ભાવ પર પડી રહી છે. જો કે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે.

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો, બન્ને તેલના ભાવમાં ડબ્બે રૂ. 25નો વધારો
Groundnut & Cottonseed oil price increased by Rs. 25 per can (Symbolic Image)

Follow us on

ખાદ્યતેલના (Edible oil)સતત વધી રહેલા ભાવ લોકોનું તેલ કાઢી રહ્યાં છે. ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સીંગતેલ (groundnut oil) અને કપાસિયા તેલ (Cottonseed oil) 25 રૂપિયાનો વધારો થયા છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ (Budget) ખોરવાયુ છે. સીંગતેલના ભાવ વધતા મોટાભાગના લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ હવે કપાસિયા તેલના ભાવ પણ ભડકે બળવા લાગ્યાં છે. જેને લઇ લોકોને કયુ તેલ વાપરવું તે એક સવાલ છે. સતત વધતા ભાવને કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. એટલું જ નહીં આગામી સમયમાં હજી પણ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.

ખાદ્ય તેલના ભાવોમાં વધારો

મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. એક પછી એક વસ્તુઓના ભાવ વધતા જઇ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી ખાદ્ય તેલના ભાવ સતત વધતા જઇ રહ્યા છે. મધ્યવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સીંગતેલના ભાવમાં રૂપિયા 25નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2550થી વધીને 2600 થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ રુપિયા 25નો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500 થી વધીને 2550 રુપિયા થયો છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર તેલના ભાવ પર

રશિયા અને યુક્રેનના વચ્ચે ચાલતા યુદ્ધનાની અસર તેલના ભાવ પર પડી રહી છે. જો કે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.

હજુ પણ ભાવ વધારાની શક્યતા

વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.

આ પણ વાંચો-

Surat : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી, 300થી વધુ શાળાના 1.50 લાખ બાળકો મધ્યાહન ભોજન યોજનાથી વંચિત

આ પણ વાંચો-

Vadodara: તૃષા સોલંકી હત્યા કેસનો આરોપી 3 દિવસના રિમાન્ડ પર, પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Published On - 10:00 am, Fri, 25 March 22

Next Article