સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતો હજી પણ સહાયથી વંચિત, ઝડપથી સહાય ચૂકવવા માંગ

|

Nov 16, 2021 | 10:41 PM

ગુજરાતમાં અત્યાર સુધીમાં ખેડૂતોને માત્ર 155 કરોડ રૂપિયાની જ સહાય મળી છે. કૃષિ પ્રધાને સ્વીકાર્યું કે સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ સર્વે રિપોર્ટ પર હાલમાં વિચારણા ચાલુ છે.

ગુજરાતમાં(Gujarat)ચોમાસુ(Monsoon)પૂર્ણ થયાને લાંબો સમય પસાર થયો. આમ છતાં ખેડૂતોને(Farmers)હજી સુધી પૂરતી સહાય મળી નથી. સૌરાષ્ટ્રના (Saurashtra) 4 જિલ્લાના 23 તાલુકાના સંખ્યાબંધ ગામના ખેડૂતોને આર્થિક સહાયની યોજનાની જાહેરાત કરાઈ હતી.

પરંતુ અત્યાર સુધીમાં ખેડૂતોને માત્ર 155 કરોડ રૂપિયાની જ સહાય મળી છે. કૃષિ પ્રધાને સ્વીકાર્યું કે સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ સર્વે રિપોર્ટ પર હાલમાં વિચારણા ચાલુ છે. જો કે નુકસાનીના ક્રાઈટેરિયા અગાઉથી જ નક્કી છે. તો સરકારે રિપોર્ટ પર વિચારણા કરવાને બદલે ઝડપથી સહાય ચુકવી આપવી જોઈએ.

ખેડૂતોને ચોમાસામાં થયેલા પાક નુકસાનીના વળતરના રૂપિયા બીજા વાવેતરની સિઝન પૂર્ણ થયા બાદ પણ મળી શક્યા નથી. આ સહાયની રકમ ઝડપથી ચુકવવાની ખેડૂતો લાંબા સમયથી માગણી કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન થયું છે.અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાની બદલ સૌરાષ્ટ્રના 2.82 લાખ ખેડૂતોને સરકાર 546 કરોડની સહાયની જાહેરાત કરી હતી.

કૃષિ રાહત પેકેજ અંતર્ગત ગોડાઉન માટેની સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો  હતો. હવે ગોડાઉન માટે 50 હજારની જગ્યાએ સરકાર 1 લાખ રૂપિયાની સહાય કરશે.જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ચાર જિલ્લાના 682 ગામોને લાભ આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો. ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા આપવાનો નિર્ણય પણ આ પેકેજમાં કરવામાં આવ્યો  હતો.

આ પણ વાંચો : રાજકોટમાં રસ્તા પર લારી ગલ્લાના દબાણો સહન નહિ કરાય : સ્ટેન્ડિંગ ચેરમેન

આ પણ વાંચો : અમદાવાદમાં ડ્રગ્સ રેકેટ પકડાયું : બે ડ્રગ્સ સપ્લાયરોની ધરપકડ, જાણો ક્યાંથી આવતું હતું ડ્રગ્સ

Published On - 10:35 pm, Tue, 16 November 21

Next Video