રાજકોટ ટેક્સી એસોસિએશન દ્રારા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભાડું નક્કી તો કરાયું પરંતુ આ અધધ ભાડાથી સૌ ચોંકી ગયા

|

Jul 29, 2023 | 7:35 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. રાજકોટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન દ્રારા રાજકોટથી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી પહોંચવા માટે સેડાન કારનું ભાડું નક્કી કરાયું છે.

રાજકોટ ટેક્સી એસોસિએશન દ્રારા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભાડું નક્કી તો કરાયું પરંતુ આ અધધ ભાડાથી સૌ ચોંકી ગયા

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ (International Airport)  શરૂ થાય તે પહેલા જ રાજકોટ ટૂર્સ એન્ડ ટેક્સી એસોસિએશન દ્રારા અહીનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન દ્રારા રાજકોટથી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી પહોંચવા માટે સેડાન કારનું ભાડું 2 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જો કે આ ભાડું સામાન્ય લોકોને થોડા વધારે લાગી રહ્યા છે.

ફ્રિકવન્સી ઓછી હોવાથી ભાડું વધારે

રાજકોટ ટૂર્સ એન્ડ ટેક્સી એસોસિએશનના પ્રમુખ દિપક સોઢાએ Tv9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે રાજકોટ થી ઇન્ટરનેશનલ એરપોર્ટ 40 થી 42 કીલોમીટરનું અંતર થાય છે. એરપોર્ટમાં ફલાઇટની ફ્રિકવન્સી ઓછી હોવાને કારણે દરેક ટેક્સી એક દિવસ સુધી રિઝર્વ રહે છે. ફલાઇટના સમય પ્રમાણે એક ટેક્સીને આખો દિવસ થાય છે ત્યારે ડ્રાઇવરનું મહેનતાણું, ઇંધણના ભાવને કારણે બે હજાર રૂપિયાથી નીચે ભાવ પોસાય તેમ નથી. ટેક્સી એસોસિએશન દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે જો ફ્રિકવન્સી વધશે તો ભાવમાં ઘટાડો કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat Police Uniform: ગુજરાત પોલીસના પહેરવેશમાં કેવા થશે ફેરફાર, શું હતું ગણવેશ બદલવાનું કારણ જાણો

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અમદાવાદ એરપોર્ટ પહોંચવાનું ભાડું 2400, ઇન્ટરનેશનલ એરપોર્ટના 2000 !

હાલમાં રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધી અનેક ટેક્સી આવન જાવન કરે છે. જેમાં ટેક્સીનું ભાડું 2200 થી 2500 રૂપિયા વસૂલવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટથી ઇન્ટરનેશનલ એરપોર્ટના 2000 રૂપિયા સીધી રીતે ગળે ઉતરે તેવી વાત નથી. વેપારીઓ,સામાન્ય લોકો ટેક્સી એસોસિએશનના આ નિર્ણયને વધુ પડતો ગણાવી રહ્યા છે. બીજી તરફ ટૂર્સ સંચાલકો પણ એરલાઇન્સ દ્રારા બસની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:34 pm, Sat, 29 July 23

Next Article