સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગોંડલ, જસદણ પંથકમાં મેઘમહેર

|

Sep 08, 2021 | 11:44 AM

રાજકોટનો આજી-2 ડેમમાં પાણી જ પાણી થઇ ગયું છે. હાલ આજી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. હાલ ડેમની જળસપાટી 29.90 ફૂટ થઈ ગઇ છે. 30.10 ફૂટના જળસ્તરે ડેમ સંપૂર્ણ ભરાઈ જશે.

ભાવનગર જિલ્લામાં પાણી-પાણી થયું

સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભાવનગરના વલ્લભીપુરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના ઉમરાળા અને સિહોરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના ધારીમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના જાફરાબાદ અને બાબરામાં પણ દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વહેલી સવારમાં જ 12 તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રાજકોટ જિલ્લામાં વરસાદ, આજી 2 ડેમ ઓવરફલો થવાની તૈયારી

રાજકોટનો આજી-2 ડેમમાં પાણી જ પાણી થઇ ગયું છે. હાલ આજી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. હાલ ડેમની જળસપાટી 29.90 ફૂટ થઈ ગઇ છે. 30.10 ફૂટના જળસ્તરે ડેમ સંપૂર્ણ ભરાઈ જશે. ડેમ ઓવરફલો થવાની તૈયારીના ભાગરૂપે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. રાજકોટ જિલ્લામાં જસદણ શહેર અને આટકોટમાં વરસાદ નોંધાયો છે. જસદણ શહેરમાં 1 કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે રોડ ઉપર પાણી વહેતા થયા છે.રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઇ છે.

બોટાદ જિલ્લામાં વરસાદ

બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદી-નાળામાં નવા નીર આવ્યા છે. નોંધનીય છેકે ગઢડા તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ગઢડા, ઈતરીયા, રામપરા, વાવડીમાં વરસાદ વરસી રહ્યો છે. તો રોજમાળ, કેરાળા, માંડવધાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે.

અમરેલી પંથકમાં પણ વરસાદ

અમરેલી જિલ્લાના વડીયા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જિલ્લાના બરવાળા, મોરવાડા, ખાખરીયામાં સારો વરસાદ પડયો છે. તો અરજનસુખ, તોરી, હનુમાન ખીજડિયા, દેવળકીમાં 1 ઈંચ વરસાદ પડયો છે. અમરેલી જિલ્લાના લાઠી, દામનગર, લીલાયામાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં ધારી, બાબરામાં પણ વરસાદથી રાહત અનુભવાઇ છે.

જૂનાગઢ-ગીરસોમનાથ જિલ્લામાં પણ વરસાદ

જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અહીં, વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેમાં માળીયા હાટીના પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદની શરૂઆત થતા ખેડૂતોના પાક મગફળી, સોયાબીન, કપાસને જીવતદાન મળ્યું છે.

ગીરસોમનાથના વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લાના પંડવા, માથાશુરિયા, ભેટાળી, કોડીદ્રા સહિતના ગામોમાં વરસાદ પડયો છે. જિલ્લામાં વરસાદને પગલે મગફળી, સોયાબીન, તુવેર સહિતના પાકોને નવજીવન મળ્યું છે.

Next Video